<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

કપરાડામાં આભ ફાટયું: ૧૬ ઇંચ,નાનાપોંઢા ૧૧-ચીખલી ૧૦ ઇંચ

ગુજરાતમાં એક સાથે ત્રણ શક્‍તિશાળી વરસાદી સિસ્‍ટમ્‍સ સક્રિય થતા ભારેથી અતી ભારે વરસાદ : પારડી અને વાંસદા ૯.૫ ઇંચ, વલસાડ ૮ ઇંચ, વાપી ૭ ઇંચ અતી ભારે વરસાદ... : વાપીમાં એક જુની બિલ્‍ડિંગનો આગળનો ભાગ તૂટી પડયોઃ વલસાડના અનેક વિસ્‍તારોમાં પાણી ફરી વળ્‍યાઃ વાપીમાં રેલ્‍વે અંડરપાસ પાણીમાં ગરકાવઃ દમણમાં ભારે વરસાદથી નમો એરપોર્ટ પર ફલાઇટનું લેન્‍ડિંગ અટવાયું: ઉકાઇ ડેમની જળ સપાટી ૩૧૩ ફુટને પારઃ મધુવન ડેમના ૮ દરવાજા ખોલાયાઃ ઉદવાડા પાસે રેલ્‍વે ટ્રેક ની માટી ઘસી જતા રેલવ્‍યહાર ખોરવાયો

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ રાજ્‍યના અનેક વિસ્‍તારોમાં મેઘરાજા તૂટી પડતા ૧ થી ૧૬ ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો છે, જેને પગલે જળ બંબાકાર સ્‍થિતિ સર્જાઈ છે, અનેક રસ્‍તાઓ બંધ થવા પામ્‍યા છે, રેલ્‍વે ગરનાળા જામ થયા છે, નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાયાં છે, જનજીવન ખોરવાયું છે,ભારે હાલાકી ઉભી થવા પામી છે.

ભારે વરસાદને પગલે બંધો અને જળાશયોની જળસપાટી સતત વધી રહી છે, દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ ડેમની જળ સપાટી આજે સવારે ૮ કલાકે ૩૧૩.૧૪ ફૂટે પહોંચી છે, ઈન્‍ફલો ૧૦૯૦૪ ક્‍યુસેકની સામે ૮૦૦ ક્‍યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, અને કોઝવેની જાળ સપાટી ૬.૬૨ મીટર ઉપર છે અહીં થી ૪૫૯૫૯ ક્‍યુસેક પાણી વહી રહ્યું છે.

જ્‍યારે દક્ષિણ ગુજરાતના છેવાડા ના દમણગંગા નદીના મધુબન ડેમની જળ સપાટી આજે સવારે ૮ કલાકે ૭૪.૩૫મીટર પર પહોંચી છે, અહીં ૧,૦૨,૧૬૬ ક્‍યુસેક પાણી ના ઈન્‍ફલો સામે ૯૯૩૬૪૦ક્‍યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, ડેમના ૭ દરવાજા ૩.૧૦ મીટર અને એક દરવાજો ૧.૪૦ મીટર ખોલવા માં આવ્‍યો છે.

ફલડ કન્‍ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્‍લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદના મુખ્‍યત્‍વે આંકડાને જોઈએ તો  વલસાડ જિલ્‍લોઃ કપરાડા ૩૯૭ મિ.મી., નાનાપોંઢા ૨૮૦ મિ.મી., પારડી ૨૩૮ મિ.મી., વલસાડ ૨૧૧ મિ.મી., વાપી ૧૮૫ મિ.મી., ધરમપુર ૧૭૨ મિ.મી. અને ઉમરગામમાં ૧૩૩ મિ.મી. વરસાદ નોંધાયો.

નવસારી જિલ્‍લોઃ ચીખલી ૨૪૪ મિ.મી., વાંસદા ૨૩૫ મિ.મી., ખેરગામ ૨૦૧ મિ.મી., ગણદેવી ૧૨૦ મિ.મી., નવસારી ૯૦ મિ.મી. અને જલાલપોરમાં ૮૮ મિ.મી. વરસાદ નોંધાયો.

ડાંગ જિલ્‍લોઃ વઘઈ ૧૮૩ મિ.મી., આહવા ૧૨૮ મિ.મી. અને સુબીરમાં ૧૦૫ મિ.મી. વરસાદ નોંધાયો.

સુરત જિલ્‍લોઃ બારડોલી ૧૩૭ મિ.મી., પલસાણા ૧૧૯ મિ.મી., સુરત શહેર ૧૦૮ મિ.મી., આંબિકા ૧૦૭ મિ.મી., મહુવા ૯૦ મિ.મી., ઉમરપાડા ૮૨ મિ.મી., ઓલપાડ ૭૨ મિ.મી., ચોર્યાસી ૬૯ મિ.મી., કામરેજ ૬૧ મિ.મી., માંગરોળ ૫૪ મિ.મી., અરેઠ ૪૬ મિ.મી. અને માંડવીમાં ૪૧ મિ.મી. વરસાદ નોંધાયો.

તાપી જિલ્‍લોઃ ડોલવણ ૯૯ મિ.મી., ઉકાઈ ૭૭ મિ.મી., વ્‍યારા ૬૯ મિ.મી., વાલોડ ૬૪ મિ.મી., સોનગઢ ૬૦ મિ.મી., ઉચ્‍છલ ૨૮ મિ.મી., નિઝર ૧૦ મિ.મી. અને કુકરમુંડામાં ૧૦ મિ.મી. વરસાદ નોંધાયો.

ભરૂચ જિલ્‍લોઃ હાંસોટ ૭૨ મિ.મી., વાલિયા ૪૮ મિ.મી., અંકલેશ્વર ૩૬ મિ.મી., ભરૂચ ૨૬ મિ.મી., નેત્રંગ ૨૩ મિ.મી., ઝઘડિયા ૨૧ મિ.મી., વાગરા ૧૬ મિ.મી., જંબુસર ૫ મિ.મી. અને આમોદમાં ૩ મિ.મી. વરસાદ નોંધાયો.

વડોદરા જિલ્‍લોઃ વડોદરા ૩૭ મિ.મી., કરજણ ૧૬ મિ.મી., પાદરા ૧૨ મિ.મી., વાગોડિયા ૯ મિ.મી., સિનોર ૬ મિ.મી., ડભોઈ ૪ મિ.મી. અને દેસરમાં ૨ મિ.મી. વરસાદ નોંધાયો.

નર્મદા જિલ્‍લોઃ૭ ડેડિયાપાડા ૨૩ મિ.મી., ચીખડા ૨૦ મિ.મી., સગબારા ૨૦ મિ.મી., ગરુડેશ્વર ૧૦ મિ.મી., નાંદોદ ૮ મિ.મી. અને તિલકવાડામાં ૪ મિ.મી. વરસાદ નોંધાયો.

આણંદ જિલ્‍લોઃ ખંભાત ૨૯ મિ.મી., અંકલાવ ૨૦ મિ.મી., પેટલાદ ૧૮ મિ.મી., બોરસદ ૧૬ મિ.મી. અને આણંદમાં ૩ મિ.મી. વરસાદ નોંધાયો.

સાબરકાંઠા જિલ્‍લોઃ વિજયનગરમાં ૧૫ મિ.મી. અને વડાલીમાં ૨ મિ.મી. વરસાદ નોંધાયો.

અમદાવાદ જિલ્‍લોઃ ધંધુકા ૧૪ મિ.મી., બાવળા ૮ મિ.મી., ધોળકા ૩ મિ.મી., ધોલેરા ૩ મિ.મી., અમદાવાદ શહેર ૩ મિ.મી. અને માંડલમાં ૨ મિ.મી. વરસાદ નોંધાયો.

ખેડા જિલ્‍લોઃ કઠલાલ ૮ મિ.મી., નડિયાદ ૩ મિ.મી., માતર ૨ મિ.મી., મહુધા ૨ મિ.મી., ફાગવેલ ૨ મિ.મી. અને મહેમદાવાદમાં ૧ મિ.મી. વરસાદ નોંધાયો.

અરવલ્‍લી જિલ્‍લોઃ બાયડમાં ૫ મિ.મી., માલપુરમાં ૨ મિ.મી. અને સાથંબામાં ૧ મિ.મી. વરસાદ નોંધાયો.

દાહોદ જિલ્‍લોઃ ફતેપુરા ૬ મિ.મી., લીમખેડા ૫ મિ.મી., દેવગઢ બારિયા ૪ મિ.મી. અને ગોવિંદ ગુરુ લીમડીમાં ૩ મિ.મી. વરસાદ નોંધાયો.

છોટાઉદેપુર જિલ્‍લોઃ કવાંટ ૪ મિ.મી., છોટાઉદેપુર ૩ મિ.મી., સંખેડા ૨ મિ.મી., નસવાડી ૧ મિ.મી. અને કડવલમાં ૧ મિ.મી. વરસાદ નોંધાયો.

મહીસાગર જિલ્‍લોઃ કડાણામાં ૩ મિ.મી. વરસાદ નોંધાયો.

પંચમહાલ જિલ્‍લોઃ હાલોલ ૪ મિ.મી., ગોધરા ૩ મિ.મી., શેહરા ૩ મિ.મી. અને કાલોલમાં ૧ મિ.મી. વરસાદ નોંધાયો.

પાટણ જિલ્‍લોઃ સિદ્ધપુરમાં ૩ મિ.મી. વરસાદ નોંધાયો.

મહેસાણા જિલ્‍લોઃ વિજાપુર અને ઊંઝામાં ૨-૨ મિ.મી. વરસાદ નોંધાયો.

બનાસકાંઠા જિલ્‍લોઃ પાલનપુરમાં ૧ મિ.મી. વરસાદ નોંધાયો.

કચ્‍છ જિલ્‍લોઃ રાપરમાં ૩ મિ.મી. અને માંડવીમાં ૧ મિ.મી. વરસાદ નોંધાયો.

વાવ-થરાદ જિલ્‍લોઃ લાખાણીમાં ૪ મિ.મી. અને થરાદમાં ૧ મિ.મી. વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ ના વૈજ્ઞાનિક પ્રદીપ શર્મા ના જણાવ્‍યા મુજબ હાલ માં ગુજરાત અને આસપાસ ના વિસ્‍તાર માં વરસાદ માટે અનુકૂળ એવી ત્રણ મહત્‍વની સિસ્‍ટમ સક્રિય છે,

૧.દક્ષિણ-પヘમિ રાજસ્‍થાન ઉપર સમુદ્ર સપાટીથી અંદાજે ૩.૧ થી ૪.૫ કિમીની ઊંચાઈએ સાયક્‍લોનિક સર્ક્‍યુલેશન સક્રિય છે.

૨.મોનસૂન ટ્રફ રાજસ્‍થાન ના ગંગાનગર થી શરૂ થઈ ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી સુધી વિસ્‍તરેલી છે.

૩.બંગાળની ખાડીમાં વધુ એક સાયક્‍લોનિક સર્ક્‍યુલેશન રચાયું છે,  તેમાં થી નીકળતો ટ્રફ દક્ષિણ છત્તીસગઢ, દક્ષિણ ઓડિશા, તેલંગાણા, મધ્‍ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને દક્ષિણ ગુજરાત થઈને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર સુધી વિસ્‍તરેલો છે, આ ત્રણેય સિસ્‍ટમ સક્રિય હોવાથી આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્‍તારોમાં સારો તેમજ કેટલાક સ્‍થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

ગાંધીનગર હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સવાર ૦૮.૩૦ કલાક થી આવતીકાલ સવાર સુધી માં આટલા વિસ્‍તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં,ઉત્તર ગુજરાત પ્રદેશના તમામ જિલ્‍લાઓમાં બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્‍લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં ઘણા સ્‍થળોએ વરસાદની શક્‍યતા છે , દક્ષિણ ગુજરાત પ્રદેશ ના તમામ જિલ્‍લાઓમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલી માં મોટા ભાગ ના સ્‍થળોએ વરસાદની શક્‍યતા છે , સૌરાષ્ટ્ર-કચ્‍છના તમામ જિલ્‍લાઓ માં સુરેન્‍દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં કેટલાક સ્‍થળોએ વરસાદની શક્‍યતા છે, તો કચ્‍છમાં છૂટાછવાયા સ્‍થળો એ ગાજવીજ સાથે હળવાથી મધ્‍યમ વરસાદની સંભાવના છે.

(10:29 AM IST)