તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 21st October 2026
અંદમાન અને નિકોબાર ટાપુ સમૂહમાં અનેક જગ્યાએ વરસાદ પડવાનું અનુમાન
હવામાન વિભાગે 23 થી 25 ઓક્ટોબર દરમિયાન અંદમાન સમુદ્રમાં માછીમારો માટે વિશેષ ચેતવણી જારી કરી

અંદમાન અને નિકોબાર ટાપુ સમૂહમાં 20 થી 26 ઓક્ટોબર દરમિયાન અનેક જગ્યાએ વરસાદ પડવાનું અનુમાન છે. 21 ઓક્ટોબરે કેટલાક સ્થળો પર ભારે વરસાદ ત્રાટકી શકે છે. આ દરમિયાન ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 23 થી 26 ઓક્ટોબરની વચ્ચે પવનની ગતિ વધીને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે અને તેના સપાટા 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી જઈ શકે છે. બંગાળની ખાડીમાં વિકસ થઈ રહેલી મોસમી પ્રણાલીને ધ્યાનમાં રાખીને દરિયાઈ ગતિવિધીઓમાં સાવધાની રાખવી અત્યંત જરૂરી છે. હવામાન વિભાગે 23 થી 25 ઓક્ટોબર દરમિયાન અંદમાન સમુદ્રમાં માછીમારો માટે વિશેષ ચેતવણી જારી કરી છે. સમુદ્ર ખેડતા લોકોએ સ્થાનિક પ્રશાસન અને હવામાન વિભાગની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ.
(12:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
