<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

રાજસ્થાનના કરણપુર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ: ગરમીથી મળી રાહત, તાપમાનમાં 6 થી 8 ડિગ્રીનો ઘટાડો : જુઓ વિડીયો

નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 50-60 કિમીની ઝડપે પવન સાથે વરસાદ અને કરા પડવાની પણ શક્યતા: IMDની આગાહી

મોટી પાનેલી તા.૩૦ :  કાળઝાળ ગરમીથી ત્રસ્ત રાજસ્થાનવાસીઓને આખરે રાહત મળી છે. પશ્ચિમી વિક્ષેભ સક્રિય થવાને કારણે રાજ્યના કરણપુર સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જારી કરાયેલી ચેતવણી મુજબ, 29 થી 31 મે દરમિયાન રાજસ્થાનમાં 50-60 કિમી/કલાકની ઝડપે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા અને કરા પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ વરસાદના કારણે રાજ્યના તાપમાનમાં 6 થી 8 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. ગઈકાલે શ્રી ગંગાનગર 47.1 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ સ્થળ હતું, જ્યારે ચુરુમાં 46.5 અને કોટા-પિલાણીમાં 46.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગે જણાવ્યું કે ચોમાસુ ઝડપથી આગળ વધી રહ્યું છે. જેના કારણે રાજસ્થાન સહિત ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી જારી કરાઈ છે. f6c6

નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી દિવસોમાં રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની સંભાવના યથાવત છે. હવામાન પલટાને કારણે રાજસ્થાનમાં હીટવેવમાંથી રાહત મળવાની શક્યતા છે.(- ચંદ્રેશ હિરાણી મોટી પાનેલી)

(2:12 PM IST)