<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

રેલવે દોડાવશે ૯૦૦ ઉનાળુ સ્‍પે.ટ્રેનોઃ મુસાફરોને મળશે રાહત

ભારતીય રેલવેએ ૧૫ એપ્રિલથી ૧૫ જુલાઇ ૨૦૨૬ સુધી કુલ ૯૦૮ ઉનાળુ સ્‍પેશિયલ ટ્રેનો મંજૂર કરી

નવી દિલ્‍હી,તા.૨૧: ગુજરાતના સુરતમાં ઉધના સ્‍ટેશન પર રેલવે તંત્રની બેદરકારીથી રવિવારે ભારે અફડા તફડી મચી હતી. જેની બાદ પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. જોકે, આ ઘટના બાદ અચાનક જાગેલા રેલવેતંત્રએ મોટી જાહેરાત કરી છે.

જેમાં ભારતીય રેલવે ઉનાળુ વેકેશનના પગલે સમગ્ર દેશમાં ખાસ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. આ નિર્ણયનો ઉદ્દેશ દેશભરમાં મુસાફરીને સરળ અને વધુ અનુકૂળ બનાવવાનો છે. જેની  માટે ભારતીય રેલવેએ ૧૫ એપ્રિલથી ૧૫ જુલાઇ ૨૦૨૬ સુધી કુલ ૯૦૮ ઉનાળુ સ્‍પેશિયલ ટ્રેનો મંજૂર કરી છે. જે કુલ ૧૮,૨૬૨ ટ્રિપ પૂર્ણ કરશે. રેલવે મંજૂર કરેલી ખાસ ટ્રેનોમાંથી ૬૬૦ ટ્રેનોની જાહેરાત પહેલા જ કરી દેવામાં આવી હતી.

આ અંગે રેલવે આપેલી માહિતી મુજબ  દક્ષિણ મધ્‍ય રેલવેએ ૧૨૪  ટ્રેનો (૧૧૮૪ ટ્રિપ્‍સ) ને મંજૂરી આપી છે.આ ઉપરાંત પヘમિ રેલ્‍વેએ ૧૦૬  ટ્રેનો (૨૦૭૮  ટ્રિપ્‍સ) ને મંજૂરી આપી છે. ઉત્તર પヘમિ રેલ્‍વેએ ૭૬  ટ્રેનો (૨૨૪૫  ટ્રિપ્‍સ) ને મંજૂરી આપી છે. જેમાં ૬૨  સૂચિત સેવાઓ (૧૮૭૮  ટ્રિપ્‍સ)નો સમાવેશ થાય છે.

ઉત્તર રેલ્‍વેએ ૭૬  ટ્રેનો (૨૦૯૦ ટ્રિપ્‍સ) ને મંજૂરી આપી છે, જેમાંથી ૫૬ ટ્રેનો (૧૫૭૫ ટ્રિપ્‍સ) માટે સૂચનાઓ પહેલાથી જ જાહેર  કરવામાં આવી છે. મધ્‍ય રેલ્‍વેએ ૭૪  ટ્રેનો (૩૦૮૨  ટ્રિપ્‍સ) ને મંજૂરી આપી છે, જેમાંથી ૭૦ ટ્રેનો (૨૨૩૮ ટ્રિપ્‍સ) માટે સૂચનાઓ પહેલાથી જ જારી કરવામાં આવી છે. દક્ષિણ રેલ્‍વેએ ૭૨  ટ્રેનો (૫૫૮ ટ્રિપ્‍સ) ને મંજૂરી આપી છે. જેમાંથી ૩૮ ટ્રેનો (૧૩૩ ટ્રિપ્‍સ) ની માહિતી પહેલાથી જ જાહેર કરવામાં આવી છે.

પૂર્વ મધ્‍ય રેલ્‍વેએ ૬૪ ટ્રેનો (૨,૭૧૧ ટ્રિપ્‍સ) ને મંજૂરી આપી છે, જેમાં ૩૮ સૂચિત ટ્રેનો (૧,૦૬૦ ટ્રિપ્‍સ) નો સમાવેશ થાય છે.

ઉત્તર મધ્‍ય રેલ્‍વેએ ૫૪ ટ્રેનો (૧,૧૬૩ ટ્રિપ્‍સ) ને મંજૂરી આપી છે, જેમાંથી ૪૬ ટ્રેનો (૬૮૮ ટ્રિપ્‍સ) ની માહિતી પહેલાથી જ જાહેર કરવામાં આવી છે. ઉત્તર પૂર્વ રેલ્‍વેએ ૫૨ ટ્રેનો (૮૧૪ ટ્રિપ્‍સ) ને મંજૂરી આપી છે.

આ ઉપરાંત પૂર્વ કોસ્‍ટ રેલ્‍વેએ ૧૮ સૂચિત ટ્રેનો (૮૮ ટ્રિપ્‍સ) સહિત ૨૮ ટ્રેનો (૪૧૦ ટ્રિપ્‍સ) ને મંજૂરી આપી છે. પヘમિ મધ્‍ય રેલ્‍વેએ ૨૮ ટ્રેનો (૪૦૮ ટ્રિપ્‍સ) ને પણ મંજૂરી આપી છે.પૂર્વીય રેલ્‍વેએ ૨૪ ટ્રેનો (૩૯૨ ટ્રિપ્‍સ) ને મંજૂરી આપી છે. ઉત્તરપૂર્વ સીમાવર્તી રેલ્‍વેએ ૨૦ સૂચિત ટ્રેનો (૧૪૧ ટ્રિપ્‍સ) સહિત ૨૪ ટ્રેનો (૨૨૦ ટ્રિપ્‍સ) ને મંજૂરી આપી છે.

દક્ષિણ પૂર્વીય રેલ્‍વેએ ૨૦ ટ્રેનો (૨૭૬ ટ્રિપ્‍સ)ને મંજૂરી આપી છે. દક્ષિણ પૂર્વ મધ્‍ય રેલ્‍વેએ ૧૦ ટ્રેનો (૧૨૨ ટ્રિપ્‍સ) ને મંજૂરી આપી છે, જેમાં ૮ સૂચિત સેવાઓ (૭૦ ટ્રિપ્‍સ) નો સમાવેશ થાય છે. દક્ષિણ પヘમિ રેલ્‍વેએ ૭૬ ટ્રેનો (૫૦૯ ટ્રિપ્‍સ) ને મંજૂરી આપી છે.

(10:23 AM IST)