News of Friday, 13th November 2026
RAC ટિકિટના નિયમોમાં ફેરફાર કરવાની રેલવેની વિચારણા
રેલવે મુસાફરોની મોટી તકલીફ દૂર થશે! હાલ એક જ બર્થ પર બે મુસાફરોને અડધી-અડધી જગ્યા મળતી હોવાથી અસુવિધા થાય છેઃ હવે આ વ્યવસ્થા બંધ કરવી કે તેમાં ફેરફાર કરવો તે અંગે વિચારણા ચાલી રહી છે

નવી દિલ્હી,તા.૧૩: ભારતીય રેલવે લાખો મુસાફરોને મોટી રાહત આપવા માટે લાંબા સમયથી અમલમાં રહેલા RAC ટિકિટના નિયમ પર પુનર્વિચાર કરી રહી છે. આ વ્યવસ્થા હેઠળ એક જ બર્થ પર બે મુસાફરોને અડધી-અડધી જગ્યા ફાળવવામાં આવે છે. જોકે, મુસાફરોને સૂવા માટે પૂરતી જગ્યા મળતી ન હોવાથી આ વ્યવસ્થા અસુવિધાજનક સાબિત થાય છે. હવે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ય્ખ્ઘ્ની વર્તમાન વ્યવસ્થા બંધ કરવી કે તેમાં ફેરફાર કરવો તે અંગે વિચારણા થઈ રહી છે. અહેવાલ મુજબ, રેલવેમાં વર્ષોથી અમલમાં રહેલી આ વ્યવસ્થાની સમીક્ષા કરવાની જરૂરિયાત અનુભવાઈ રહી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે જો કોઈ મુસાફરને સૂવા માટે સંપૂર્ણ બર્થ મળતી ન હોય તો તેની પાસેથી સંપૂર્ણ ભાડું વસૂલવું યોગ્ય નથી.
જ્યારે ટ્રેનમાં મુસાફરોની સંખ્યા વધે છે અને કન્ફર્મ બર્થ ઉપલબ્ધ હોતી નથી ત્યારે રેલવે RAC ટિકિટ આપે છે. આ વ્યવસ્થામાં એક બર્થ પર બે મુસાફરોને બેસવાની અને મર્યાદિત જગ્યા પર સૂવાની મંજૂરી મળે છે. બંને મુસાફરોને બર્થની અડધી-અડધી જગ્યા ફાળવવામાં આવે છે. જોકે, લાંબી મુસાફરી દરમિયાન અડધી બર્થ પર બેસવું અને સૂવું મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને રાત્રિના સમયે મુસાફરોને પૂરતી ઊંઘ અને આરામ મળતાં નથી. આ જ કારણસર ય્ખ્ઘ્ની વ્યવસ્થા અંગે ફરી વિચારણા કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.RAC વ્યવસ્થામાં કેટલીક વખત એક જ બર્થ પર મહિલા અને પુરુષ મુસાફરને જગ્યા ફાળવવામાં આવે છે. આવી સ્થિતિમાં બંને મુસાફરોને અસુવિધા થઈ શકે છે. ટિકિટ ચેકિગ સ્ટાફ માટે પણ આવી પરિસ્થિતિમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવી મુશ્કેલ બને છે.દિવાળી અને છઠ જેવા તહેવારો દરમિયાન ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળે છે. આ સમયે કન્ફર્મ ટિકિટ મળવી મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં ય્ખ્ઘ્ ટિકિટ એવા મુસાફરો માટે સહારો બને છે, જેમને કોઈ પણ સંજોગોમાં મુસાફરી કરવી જરૂરી હોય છે. રેલવેના આરક્ષિત કોચમાં માન્ય ટિકિટ વિના મુસાફરી કરવી નિયમ વિરુદ્ધ છે. તેથી ય્ખ્ઘ્ની વ્યવસ્થા દ્વારા વધારાના મુસાફરોને મુસાફરી કરવાની તક આપવામાં આવે છે.RACની વ્યવસ્થા દાયકાઓથી ભારતીય રેલવેની આરક્ષણ પ્રણાલીનો ભાગ રહી છે. જો રેલવે આ વ્યવસ્થામાં ફેરફાર કરવાનો નિર્ણય લે છે તો લાંબી મુસાફરી કરતા લાખો મુસાફરોને રાહત મળી શકે છે. જોકે, RAC ટિકિટ સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે કે તેની જગ્યાએ કોઈ નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવશે તે અંગે હજુ સુધી અંતિમ નિર્ણય જાહેર થયો નથી.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
