તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 4th October 2026
રેલવેએ બદલ્યો ૧૦ અંકનો પીએનઆર નિયમ: ડિસેમ્બરથી દેશભરની તમામ ટ્રેનોમાં લાગુ થશે નવું ફેરફાર
ભારતીય રેલવે દ્વારા દાયકાઓ જૂની સિસ્ટમમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે, જેનાથી મુસાફરોને ટિકિટ બુકિંગ અને રિઝર્વેશનમાં નવો અનુભવ મળશે

નવી દિલ્હી : રેલવેએ તેની દાયકાઓ જૂની ૧૦-અંકની PNR શ્રેણીમાં મોટો ફેરફાર કર્યો છે, જે ડિસેમ્બર સુધીમાં દેશભરની તમામ ટ્રેનોમાં લાગુ કરવામાં આવશે અને આગામી પેઢીના સિસ્ટમ અપગ્રેડને કારણે રિઝર્વેશન પ્રક્રિયામાં મોટો સુધારો થશે. જો તમે રિઝર્વ્ડ ટિકિટ બુક કરાવી હોય અને ૭૦૦ કે ૫૦૦ થી શરૂ થતા PNR નંબર મેળવો છો, તો તે કોઈ સાયબર છેતરપિંડી નથી પરંતુ તમારો પોતાનો નવો PNR નંબર છે.
પાયલોટ પ્રોજેક્ટ હેઠળ, લખનૌમાં ટ્રેન ૧૪૨૧૦ ની PNR શ્રેણીમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે ડિસેમ્બરથી દેશની બધી ટ્રેનોના PNR ૧, ૩, ૫ અથવા ૭ અંકોથી શરૂ થશે. ૧૯૮૬ માં કોમ્પ્યુટરાઈઝ્ડ રેલ્વે રિઝર્વેશન સિસ્ટમની શરૂઆત થઈ ત્યારથી પીએનઆર ૧૦ અંકોનો રહ્યો છે, જેમાં દિલ્હી માટે ૨ થી, કોલકાતા માટે ૬ થી, મુંબઈ માટે ૮ થી અને ચેન્નાઈ માટે ૪ થી નંબર શરૂ થતા હતા.
રેલવેએ તેના દાયકાઓ જૂના PRS ને નવી અને અધતન સિસ્ટમમાં અપગ્રેડ કર્યું છે, જેનાથી ટ્રેન રિઝર્વેશનની ઝડપ વધી છે અને કાઉન્ટર પર ટિકિટ બુક કરતી વખતે ખોટા નામો સુધારવા તેમજ સીટની ઉપલબ્ધતા જેવી માહિતી સરળતાથી મળી રહે છે. નંબરોની જૂની શ્રેણી આ નવી આધુનિક સિસ્ટમમાં અવરોધ ઊભી કરી રહી હોવાથી રેલવેએ જૂના PNRને નવા નંબરો પર સ્થાનાંતરિત કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
દેશની ૧૨૩૦ ટ્રેનોને પસંદ કરીને ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયા સુધીમાં તમામ ટ્રેનોના પીએનઆર નવા અંકોથી શરૂ કરવાની તૈયારી છે, જેમાં લખનૌ મેઇલ અને એસી એક્સપ્રેસના પીએનઆર ૧૭ નવેમ્બરથી જ્યારે પુષ્પક એક્સપ્રેસના ૨ ડિસેમ્બરથી બદલાશે. જો ટિકિટ જૂની સિસ્ટમ હેઠળ બુક થઈ હોય અને મુસાફરીની તારીખ બદલાય તો ટિકિટ રદ કરીને ફરીથી બુક કરાવવી પડશે.
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
