તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
આવતીકાલથી રેલવેની ટિકિટ બુકિંગની રીતભાત બદલાશે : નવી વેબસાઈટ અને એપ પર હવે પ્રક્રિયા વધુ ઝડપી બનશે.
ઓનલાઈન બુક કરેલી જનરલ ટિકિટ પર હવે ફોટો ઓળખપત્ર સાથે રાખવું ફરજિયાત:આ નિયમ રેલવે કાઉન્ટર પરથી ખરીદેલ ટિકિટ માટે લાગુ થશે નહીં: ઓનલાઈન ટિકિટ બુક કરનાર મુસાફરોએ મુસાફરી દરમિયાન અસલી આઈડી સાથે રાખવી પડશે

નવી દિલ્હી :રેલવેની નવી વેબસાઈટ અને એપ પર ટિકિટ બુકિંગની પ્રક્રિયા વધુ ઝડપી બનશે. મુસાફરોએ હવે વારંવાર પોતાની વિગતો ભરવાની જરૂર નહીં પડે; સિસ્ટમ એકવાર વિગતો સેવ કર્યા પછી તેને યાદ રાખશે. બુકિંગ દરમિયાન આવતા વધારાના પોપ-અપ્સ અને બિનજરૂરી સ્ક્રીન્સ હટાવી દેવામાં આવી છે. બધી ક્લાસની સીટ હવે એક જ સ્ક્રીન પર જોવા મળશે અને ચેકઆઉટ પ્રોસેસ પણ ટૂંકી કરવામાં આવી છે.
રેલવન એપ દ્વારા ઓનલાઈન બુક કરેલી જનરલ ટિકિટ પર હવે ફોટો ઓળખપત્ર સાથે રાખવું ફરજિયાત છે. આ નિયમ રેલવે કાઉન્ટર પરથી ખરીદેલ ટિકિટ માટે લાગુ થશે નહીં. ઓનલાઈન ટિકિટ બુક કરનાર મુસાફરોએ મુસાફરી દરમિયાન અસલી આઈડી સાથે રાખવી પડશે. ટિકિટ ફક્ત તે જ મોબાઈલ નંબર પર માન્ય ગણાશે જેનાથી બુકિંગ કરવામાં આવ્યું છે. વોટ્સએપ પર શેર કરવામાં આવેલ ટિકિટ કે સ્ક્રીનશોટ માન્ય રહેશે નહીં, અને આમ કરવા પર મુસાફરને ટિકિટ વગરના ગણવામાં આવશે.
રેલવન એપના આર-વોલેટ દ્વારા જનરલ ટિકિટ બુક કરવા પર મળતી 3 ટકા બોનસ સ્કીમની મુદત હવે 24 ઓગસ્ટ 2028 સુધી લંબાવવામાં આવી છે. રેલવે દ્વારા લેવામાં આવેલા આ બદલાવનો ઉદ્દેશ્ય બુકિંગ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાનો છે, જેથી મુસાફરોને બહેતર અનુભવ મળી શકે.
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
