<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

‘રાહુલને ચૂંટણીમાં હારની સદી ફટકારવામાં એક ચૂંટણી ખૂટે છે'

ચૂંટણીમાં કોંગ્રેસના ભૂંડા દેખાવ બાદ ભાજપની ટીખળ

નવી દિલ્‍હી તા.૫: પヘમિ બંગાળ સહિત ચાર રાજ્‍યો અને પુડુચેરીની વિધાનસભા ચૂંટણીમાં એકમાત્ર કેરળના અપવાદને બાદ કરતાં કોંગ્રેસના નાલેશીજનક દેખાવને પગલે ભાજપે રાહુલ ગાંધીની મજા લીધી છે. ભાજપના સોશિયલ મીડિયા એકાઉન્‍ટ પરથી વિગતો સાથેનો દેશનો નકશો શેર કરીને જણાવાયું હતું કે રાહુલ ગાંધીએ કોંગ્રેસની હારની પરંપરા જાળવી છે. તેમના નેતૃત્‍વમાં કોંગ્રેસ અત્‍યાર સુધીમાં ૯૯ ચૂંટણીઓ હારી છે અને હવે તેમને ચૂંટણીઓમાં હારની સદી ફટકારવામાં બસ એક ચૂંટણી ખૂટે છે. જો ચૂંટણીઓ એક સ્‍પોર્ટ હોત તો રાહુલ ગાંધીનો તૂટે નહીં તેવો રેકોર્ડ હોત. ૯૯ ચૂંટણીઓમાં હાર એ માત્ર એક આંકડો નહીં પણ સિલસિલો છે. ભાજપે આ પોસ્‍ટ સાથે જે ઈન્‍ફોગ્રાફિક શેર કર્યું છે તેમાં ૨૦૧૪, ૨૦૧૯ અને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીઓમાં કોંગ્રેસની હાર ઉપરાંત ગુજરાત અને ઉત્તર પ્રદેશની ૨૦૦૭, ૨૦૧૨, ૨૦૧૭ અને ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીઓ, દિલ્‍હી વિધાનસભાની ૨૦૧૩, ૨૦૧૫, ૨૦૨૦ અને ૨૦૨૫ની ચૂંટણીઓ, મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૦૧૪, ૨૦૧૯ અને ૨૦૨૪ની ચૂંટણીઓ, પヘમિ બંગાળ વિધાનસભાની ૨૦૦૬, ૨૦૧૬, ૨૦૨૧, ૨૦૨૨ની ચૂંટણીઓ તેમજ મધ્‍ય પ્રદેશ વિધાનસભાની ૨૦૦૮, ૨૦૧૩, ૨૦૧૮, ૨૦૨૩ની ચૂંટણીઓ સહિત કોંગ્રેસને ૯૯ ચૂંટણીમાં સાંપડેલા પરાજયનો ઉલ્‍લેખ છે.

(10:05 AM IST)