તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th November 2026
વડા પ્રધાનના 'દિમાગી નક્સલ' નિવેદન પર રાહુલ ગાંધીનો પલટવાર: ખુલ્લી ચર્ચા માટે ફરીથી આપ્યું આહ્વાન
દેશમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે કોંગ્રેસ નેતાએ વડા પ્રધાન મોદી પર પ્રહાર કરતા જણાવ્યું કે તેઓ કોઈપણ સમયે અને કોઈપણ મંચ પર ચર્ચા કરવા માટે તૈયાર છે

નવી દિલ્હી : વડા પ્રધાન મોદી દ્વારા તાજેતરમાં છત્તીસગઢના બસ્તર ખાતે સુરક્ષાકર્મીઓ સાથે દિવાળી ઉજવણી દરમિયાન આપવામાં આવેલા 'દિમાગી નક્સલ' વાળા નિવેદન સામે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આકરા પ્રહારો કર્યા છે અને વડા પ્રધાનને જાહેર ચર્ચા માટેનો પડકાર ફરીથી દોહરાવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વડા પ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં આક્ષેપ કર્યો હતો કે સશસ્ત્ર નક્સલવાદનો સફાયો થઈ રહ્યો છે પરંતુ કેટલાક સંગઠનો અને રાજકીય પક્ષોમાં બેઠેલા 'દિમાગી નક્સલ' લોકો જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે, જેના પર પલટવાર કરતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી હતી કે વડા પ્રધાને વિપક્ષને નક્સલ ગણાવ્યા છે પરંતુ જનતા તેમની વાસ્તવિકતા સારી રીતે સમજે છે.
રાહુલ ગાંધીએ વડા પ્રધાનને પડકાર ફેંકતા કહ્યું હતું કે જો તેમનામાં હિમ્મત હોય તો તેઓ કોઈપણ સમયે અને કોઈપણ મંચ પર આવીને ચર્ચા કરે કે દેશમાં કોણ દેશવિરોધી તાકાતો સાથે જોડાયેલું છે અને કોણ વિદેશી શક્તિઓ દ્વારા નિયંત્રિત થઈ રહ્યું છે.
કોંગ્રેસ નેતાએ વધુમાં આક્રમક વલણ અપનાવતા જણાવ્યું હતું કે આ ખુલ્લી ચર્ચા બાદ પરિસ્થિતિ સ્પષ્ટ થઈ જશે અને આ ચર્ચા સામે આવ્યા પછી વડા પ્રધાન કોઈપણ સૈનિક કે નાગરિકની સામે ઊભા રહેવાની હિંમત પણ નહીં કરી શકે.
વડા પ્રધાન દ્વારા આપવામાં આવેલા આ નિવેદનને લઈને દેશના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે, અને આગામી સમયમાં શાસક પક્ષ તથા વિપક્ષ વચ્ચે આ મુદ્દે વધુ રાજકીય ટા3-ટીપાં અને ઘર્ષણ જોવા મળે તેવી પૂરી સંભાવના છે.
આવા રાજકીય વાદ-વિવાદો વચ્ચે દેશના પ્રમુખ મુદ્દાઓ પર નેતાઓ વચ્ચે સામસામે નિવેદનબાજી તેજ થઈ ગઈ છે, જેનાથી આગામી સંસદીય અને રાજકીય સમીકરણો પર પણ ઊંડી અસર પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
