<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

રાહુલ ગાંધીનો ઇન્દોરના 'છત્રોં કી ગૂંજ' કાર્યક્રમમાં પ્રચંડ હુમલો: 'સિસ્ટમને વિદ્યાર્થીઓ નહીં પરંતુ પ્રશ્નો ન પૂછનારા અંધ ભક્તો ગમે છે'

વિદ્યાર્થીઓ અને અંધ ભક્તો વચ્ચેનો તફાવત સમજાવતા રાહુલ ગાંધીએ ગણાવ્યા તેમના ૬ મુખ્ય લક્ષણો: ભ્રામક, દ્વેષપૂર્ણ, ઘમંડી, કાયર, પિતૃસત્તાક અને અપ્રમાણિક

ઇન્દોર : લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ઇન્દોરમાં યોજાયેલા "છત્રોં કી ગૂંજ" (વિદ્યાર્થીઓનો અવાજ) નામના ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપીને કેન્દ્ર અને રાજ્ય સરકારો પર આકરા પ્રહારો કર્યા હતા. આ પ્રસંગે તેમણે શિક્ષણ ક્ષેત્રની દયનીય સ્થિતિ, બેરોજગારી, પેપર લીક અને વ્યાપક ભ્રષ્ટાચાર જેવા ગંભીર મુદ્દાઓ ઉઠાવ્યા હતા. પોતાના સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ "અંધ ભક્તો" (અંધ અનુયાયીઓ) વિશે નિવેદન આપતા જણાવ્યું હતું કે દેશની આજની સિસ્ટમ વિદ્યાર્થીઓને પસંદ નથી કરતી કારણ કે તેઓ સવાલો પૂછે છે, પરંતુ તે અંધ ભક્તોને પ્રોત્સાહન આપે છે કારણ કે તેઓ ક્યારેય કોઈ સવાલ ઉઠાવતા નથી.

રાહુલ ગાંધીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "અંધ ભક્તો ક્યારેય એવા સવાલો નહીં પૂછે કે આપણી શાળાઓ અને કોલેજો આટલી ખરાબ હાલતમાં કેમ છે, દેશનું માળખું કેમ તૂટી રહ્યું છે કે પછી પેપરો કેમ લીક થઈ રહ્યા છે? આવા પ્રશ્નો માત્ર વિદ્યાર્થીઓ જ પૂછે છે, અને એટલે જ આ સિસ્ટમને વિદ્યાર્થીઓ પસંદ નથી." તેમણે ઉમેર્યું હતું કે વિદ્યાર્થીઓ શિક્ષણ, પ્રગતિ અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવે છે, જ્યારે અંધ ભક્તો હંમેશા સત્તાના સમર્થનમાં આંખ બંધ કરીને બેસી રહે છે.

અંધ ભક્તોની ૬ લાક્ષણિકતાઓ સમજાવતા રાહુલ ગાંધીએ કર્યા ગંભીર આક્ષેપો

કાર્યક્રમમાં અંધ અનુયાયીઓના ૬ મુખ્ય લક્ષણો વર્ણવતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે અંધ ભક્તો વિદ્યાર્થીઓથી બિલકુલ વિપરીત હોય છે. તેમણે આ ૬ લક્ષણો ભ્રામક, દ્વેષપૂર્ણ, ઘમંડી, કાયર, પિતૃસત્તાક અને અપ્રમાણિક હોવાનું જણાવ્યું હતું.

તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે જ્યાં એક વિદ્યાર્થી પ્રેમ અને આદરથી વાત કરે છે, ત્યાં અંધ ભક્ત નફરત ફેલાવે છે. જ્યાં વિદ્યાર્થી નમ્ર હોય છે, ત્યાં અંધ ભક્ત ઘમંડથી ભરેલો હોય છે. આ ઉપરાંત, મહિલાઓના સન્માનના મુદ્દે તેમણે કહ્યું કે જ્યાં વિદ્યાર્થીઓ સ્ત્રીઓનું સન્માન કરે છે, ત્યાં અંધ ભક્ત પિતૃસત્તાક માનસિકતા ધરાવે છે અને સ્ત્રીઓનું અપમાન કરે છે.

કાર્યક્રમના અંતે એક વિડિયો બતાવવામાં આવ્યો હતો, જેમાં કંગના રનૌતના નિવેદનનો સંદર્ભ આપતા રાહુલે ક્યાર્થીઓ અને યુવાનોને પ્રશ્નો પૂછતા રહેવા અને લોકશાહીના મુલ્યોનું રક્ષણ કરવા આહ્વાન કર્યું હતું.

 

(10:11 PM IST)