<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

ફટાકડાના ભાવમાં ૩૦ થી ૫૦ ટકાનો વધારો

રો-મટીરિયલના વધતા ભાવ અને ઘટેલા ઉત્‍પાદનનો બેવડો માર શિવાકાશીમાં ભારે વરસાદ અને સ્‍થાનિક ફેક્‍ટરીઓ બંધ રહેતા ઉત્‍પાદન ઘટ્‍યું જેની અસર વર્તાશે

મુંબઇ તા.૨૬: દીપાવલી અને નૂતન વર્ષની રંગારંગ ઉજવણી આ વખતે સામાન્‍ય નાગરિકો માટે મોંથી સાબિત થશે. રોશની અને ફટાકડાના ધૂમધડાકા સાથે ઉજવાતા આ મહાપર્વ પર મોથવારીનું ગ્રહણ લાગ્‍યું છે. ચાલુ વર્ષે ફટાકડાના ભાવમાં ૩૦થી ૫૦ ટકા સુધીનો તોતિગ વધારો ઝીંકાયો છે. જૈના લીધે ગ્રાહકોનું બજેટ ખોરવાશે. આ ભાવવધારા પાછળ રો-મટીરિયલ તેમજ પેકિગ સામગ્રીના વધેલા દરો અને ઉત્‍પાદનમાં થયેલો ધરખમ ઘટાડો મુખ્‍ય કારણ છે. દેશના મુખ્‍ય ફટાકડા કેન્‍દ્ર શિવાકાશીમાં ભારે વરસાદની સીધી અસર પોડક્‍શન પર થઈ છે. બીજી તરફ અમદાવાદ ખાતે ફટાકડાની ફેક્‍ટરી સજાયેલી દુર્ઘટના બાદ રાજ્‍યભરમાં સુરક્ષાના કારણોસર અનેક એકમો ત્રણ મહિના સુધી બંધ રહ્યા હતા. આ સાથે કાચા માલના ભાવ ઘટવાની રાહ જોતા ઉત્‍પાદકોએ કામ મોડું શરૂ કરતા સમગ્ર સપ્‍લાય ચેઈન પ્રભાવિત થઈ છે, જેની સીધી અસર ભાવ પર જોવા મળી રહી છે

યંગસ્‍ટર્સમાં રૂ. ૨૦૦થી ૧૫,૦૦૦ સુધીની આતશબાજીનો ભારે ક્રેઝ

યંગસ્‍ટર્સમાં આ વખતે પણ રાત્રિના અંધકારને રંગબેરંગી રોશનીથી ભરી દેતા આકાશી ફટાકડાનો જોરદાર ફ્રેઝ જોવા મળી રહ્યો છે. રૂ ૨૦૦થી શરૂ કરીને છેક રૂ. ૧૫,૦૦૦ સુધીની કિમતમાં મળતા સિગલ શોટથી લઈને ૧૦૦૦ શોટ સુધીની આતશબાજી યંગસ્‍ટર્સની પહેલી પસંદ બની છે. આ ઉપરાંત ગ્રાઉન્‍ડ પર ધમાકો કરતી ૮થી ૧૦,૦૦૦ ફટાકટા સુધીની લાંબી લુમ તેમજ હાથમાં પકડીને આકાશમાં છોડી શકાતા અને રૂ. ૪૦૦થી રૂ. ૧૫૦૦ સુધીમાં મળતા ૧૮થી લઈને ૨૮૮ હેન્‍ડશોટ્‍સ બજારમાં હોટફેવરિટ બન્‍યા છે.

ઉત્‍પાદન ઘટતા અને ખર્ચ વધતા ભાવ વધારો અનિવાર્ય બન્‍યો

ફટાકડાના વેપારી જુનેદ આતશબાજીવાલાના જણાવ્‍યા અનુસાર શિવાકાશીમાં ભારે વરસાદ અને સ્‍થાનિક ફેક્‍ટરીઓ લાંબો સમય બંધ રહેવાથી માર્કેટમાં માલનો ભારે અછત રાજાઈ છે. બીજી તરફ રો-મટીરિયલ મોંઘુ થતાં પડતર કિમત વધી ગઈ છે. સ્‍ટોક ઓછો અને ખર્ચ વધુ હોવાથી આ દિવાળીએ ગ્રાહકોને ૩૦થી ૫૦ ટકા વધુ ભાવ ચૂકવવા પડશે.

બાળકોમાં ફેન્‍સી ફટાકડાનું આકર્ષણઃ રૂ. ૬૦થી ૨૫૦માં અવનવી વેરાઇટીઓ ઉપલબ્‍ધ

દિવાળી પર્વ પર બાળકો માટે અવનવા અને સુરક્ષિત ક્‍ ફેન્‍સી ફટાકડા બજારમાં ધૂમ મચાવી રહ્યા છે. આ વખતે ભુલકાઓ માટે જમીન પર ઘૂમતો સ્‍પીનર (ભમરડો), તસવીર જેવો ઝબકારો કરતો સ્‍નેપચેટ કેમેરા, હવામાં ઉડતું હેલિકોપ્‍ટર અને ડ્રોન ખાસ આકર્ષણ બન્‍યા છે. જેમ્‍સ બોન્‍ડ ૦૦૭ ગન અને મોરના પંખ જેવી ડિઝાઇન ધરાવતા પીકોક ફટાકડાની ખુબ માંગ છે. એક જ પેકેટમાં પાંચ રંગો આપતા ફાઇવ-ઇન-વન તણખાતારા, એલિફન્‍ટ, ગોલ્‍ડન ડક, બટરફલાય, હલ્‍ક, લાયન અને પેરોટ જેવા વિવિધ શેપવાળા ક્રેકર્સ માત્ર રૂ. ૬૦થી રૂ. ૨૫૦ની મર્યાદિત કિંમતમાં મળી રહ્યા હોવાથી વાલીઓ પણ હોંશે-હોંશે ખરીદી કરી રહ્યા છે.

(11:32 AM IST)