તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
રાહુલ ગાંધીના પ્રહારો: "ટ્રમ્પ કહે તો પીએમ મોદી કૂદી પણ પડશે!"
તમિલનાડુની ચૂંટણી રેલીમાં રાહુલે લગાવ્યા સનસનીખેજ આરોપો: એપ્સટિન ફાઇલ્સ, અદાણી કનેક્શન અને 'બિહાર મોડેલ' દ્વારા ભાજપ પર નિશાન, કહ્યું - પીએમ મોદી અમેરિકાના ઈશારે નાચે છે!

તુતીકોરિન: તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીના ગરમાવા વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અત્યાર સુધીના સૌથી આકરા પ્રહારો કર્યા છે. તુતીકોરિનની રેલીમાં રાહુલે દાવો કર્યો કે પીએમ મોદી પર અમેરિકાનો એટલો પ્રભાવ છે કે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પના કહેવા પર ઈઝરાયેલની મુલાકાતે ગયા હતા. તેમણે ગંભીર આરોપ લગાવ્યો કે અમેરિકા પાસે વડાપ્રધાનને નિયંત્રિત કરવા માટે 'એપ્સટિન ફાઇલ્સ' અને 'અદાણી' સાથેના નાણાકીય સંબંધો જેવા બે મોટા હથિયારો છે. રાહુલે ઉમેર્યું કે ટ્રમ્પના એક ફોન પર મોદી 'સર' કહીને ઉભા થઈ જાય છે, જે ભારત જેવા સાર્વભૌમ દેશ માટે શરમજનક છે. જોકે, કેન્દ્ર સરકારે આ તમામ આરોપોને દોષિત ગુનેગારની બકવાસ ગણાવીને ફગાવી દીધા છે.
રાહુલ ગાંધીએ તમિલનાડુની રાજનીતિને બિહારના વર્તમાન રાજકીય માહોલ સાથે સરખાવતા કહ્યું કે, ભાજપ અહીં 'બિહાર મોડેલ' લાગુ કરવા માંગે છે. તેમણે આરોપ લગાવ્યો કે જે રીતે બિહારમાં નીતિશ કુમારને સાઇડલાઇન કરીને સત્તા કબજે કરવામાં આવી, તે જ રીતે ભાજપ AIADMK ને પોતાની 'કઠપૂતળી' બનાવી તમિલનાડુ પર શાસન કરવા ઈચ્છે છે. રાહુલે જૂના AIADMK નેતાઓની પ્રશંસા કરી પણ વર્તમાન નેતૃત્વને ભ્રષ્ટાચારને કારણે ભાજપ સામે શરણાગતિ સ્વીકારનાર ગણાવ્યું. તેમણે સ્પષ્ટ કર્યું કે મુખ્યમંત્રી સ્ટાલિન ક્યારેય મોદી સામે 'સર' કહીને નમશે નહીં, અને ભાજપ તમિલનાડુમાં ક્યારેય દિલ્હીના ઈશારે ચાલતી સરકાર બનાવી શકશે નહીં.
આરએસએસ પર નિશાન સાધતા રાહુલે કહ્યું કે આ સંગઠન મૂળભૂત રીતે તમિલ અને દ્રવિડ સંસ્કૃતિ વિરોધી છે. તેઓ ભારતમાં 'એક ભાષા અને એક સંસ્કૃતિ' લાદવા માંગે છે, જ્યારે તમિલનાડુએ હંમેશા સામાજિક ન્યાય અને વિવિધતાનો માર્ગ બતાવ્યો છે. રાહુલે તમિલનાડુની પ્રજાના વખાણ કરતા જણાવ્યું કે આ રાજ્યે દેશને વિકાસનું એવું મોડેલ આપ્યું છે જ્યાં દરેક સમુદાયનું સન્માન થાય છે. ૨૩ એપ્રિલે યોજાનારી ચૂંટણી પહેલા રાહુલના આ નિવેદનોએ રાજકીય ગરમાવો વધારી દીધો છે અને ભાજપે પણ વળતો પ્રહાર કરવાની તૈયારી કરી લીધી
(9:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
