<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

રાહુલ ગાંધીએ પોતાના આચરણ માટે જવાબ આપવો જ પડશે

વિરોધ કૂચ અને કોર્ટ પરિસરમાં થયેલી અંધાધૂંધી પર સુપ્રીમ કોર્ટનું આકરું વલણ

નવી દિલ્‍હી, તા.૧૫: સીજેઆઈ સૂર્યકાંતે રાહુલગાંધીના સુપ્રીમ કોર્ટ પ્રત્‍યેના વલણ અને આચરણ સામે અત્‍યંત આકરૂં વલણ અપનાવીને ભારે ફટકાર લગાવી છે. ૧૨ ઓક્‍ટોબરના રોજ સુપ્રીમ કોર્ટ પરિસર તરફ યોજાયેલી વિરોધ કૂચ અને તે દરમિયાન થયેલી ભારે અંધાધૂંધી પર તીવ્ર અસંતોષ અને નારાજગી વ્‍યક્‍ત કરતાં સર્વોચ્‍ચ અદાલતે સ્‍પષ્ટ કર્યું છે કે રાહુલ ગાંધીએ પોતાના આ કાર્યો અને ઈરાદાઓ પાછળનો હેતુ સ્‍પષ્ટ કરવો પડશે. મુખ્‍ય ન્‍યાયાધીશે દેશના ન્‍યાયતંત્રની સ્‍વાયત્તતા અને ગરિમા પર ભાર મૂકતાં સિંહગર્જના કરી હતી કે દેશનું ન્‍યાયતંત્ર સંપૂર્ણપણે સ્‍વતંત્ર છે અને તેને કોઈ પણ ડરાવી કે ધમકાવી શકે નહીં. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન મુખ્‍ય ન્‍યાયાધીશ સૂર્ય કાંતની બેન્‍ચે અદાલત પરિસરમાં યોજાયેલી આ રાજકીય માર્ચ અને વિરોધ પ્રદર્શનને અત્‍યંત અસ્‍વીકાર્ય ગણાવ્‍યું હતું. કોર્ટે જણાવ્‍યું કેઃ કોઈપણ અરજદાર અદાલત પર દબાણ લાવવાનો કે ન્‍યાયિક પ્રક્રિયાને શેરીઓના વિરોધ પ્રદર્શનોથી પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી શકે નહીં. સર્વોચ્‍ચ અદાલતે કડક શબ્‍દોમાં ચિમકી આપતાં વિરોધ પક્ષના નેતા પાસેથી તેમના આચરણનો લેખિત ખુલાસો માગ્‍યો છે અને સ્‍પષ્ટ સંકેત આપ્‍યો છે કે બંધારણીય સંસ્‍થાઓની ગરિમા સાથે રમત કરનારા ગમે તેટલા પ્રભાવશાળી રાજકારણી હોય, તેમની સામે કાનૂની મર્યાદાનું પાલન કરાવવામાં અદાલત સહેજ પણ ખચકાશે નહીં.

(3:29 PM IST)