તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
રેગિંગ મોંઘુ પડયુઃ ડોક્ટરનું ભણતી ૧૪૯ વિદ્યાર્થીની સસ્પેન્ડ કરાઈ
દોષિતોને હોસ્ટેલ છોડવા માટેનો આદેશ : ૨૦૨૩ અને ૨૦૨૪ની બેચના વિદ્યાર્થીઓને પણ નોટિસ જારી કરાઈ

પટણા તા.૨૯: નાલંદા મેડિકલ કોલેજ (એનએમસી)માં રેગિગની ફરિયાદ પર વહીવટીતંત્રએ આકરી કાર્યવાહી કરતાં એમબીબીએસમાં વર્ષ ૨૦૨૫ની બધી જ વિદ્યાર્થીનીઓને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી દીધી હતી. તેની સાથે ૨૦૨૩ અને ૨૦૨૪ની બેચના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને નોટિસ જારી કરવામાં આવી છે.
રુલબુક ૨૦૨૬ અને રેગિગની ફરિયાદો પછી નેશનલ મેડિકલ કમિશન (એનએમસી) અને બિહાર સરકારના જનફરિયાદ વિભાગે કોલેજ પાસે જવાબ માંગ્યો હતો. તેના પછી પ્રાચાર્ય ડો. ઉષાકુમારીના અધ્યક્ષ પદ હેઠળ એન્ટી રેગિગ કમિટીની બેઠક થઈ. તેમા ૨૦૨૩થી ૨૦૨૨ની બેચના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓની લગભગ ત્રણ કલાક પૂછપરછ કરવામાં આવી.
આ તપાસ પછી ૨૦૨૫ની બેચના વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. જ્યારે ૨૦૨૩ અને ૨૦૨૪ની બેચના અધિકારીઓને નોટિસ જારી કરવામાં સ્વામા આવી છે. સ્થાનિક રિપોર્ટ મુજબ અડધી રાત્રે છત પર લઈ જઈને જુનિયર વિદ્યાર્થીનીઓને રેગિગ કરવાના આરોપમાં ૨૦૨૩ અને ૨૦૨૪ની કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમને આગામી આદેશ સુધી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની સાથે ૨૪ કલાકની અંદર જ હોસ્ટેલ ખાલી કરી કોલેજ સંકુલ છોડવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
કોલેજ વહીવટીતંત્રએ નવા સત્રથી વિદ્યાર્થીઓ પાસે રેગિંગ ન કરવાનું સ્વઘોષણાપત્ર લીધું છે. આ દરમિયાન હોસ્ટેલ વોર્ડનોને સાવધ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે જૂનિયર વિદ્યાર્થીનીઓ સાથે સીનિયર દ્વારા રેગિગ કરવામાં આવતું હોવાની વાત બહાર આવી હતી
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
