<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

રોયલ આઇસિંગની રાણીએ કેકમાં દર્શાવ્‍યાં છે ગુજરાતનાં પટોળાં, રાજસ્‍થાનના મહેલ અને તામિલનાડુની સંસ્‍કૃતિ

ગુજરાત, તામિલનાડુ, રાજસ્‍થાન અને પヘમિ બંગાળ જેવાં અનેક રાજ્‍યોની સંસ્‍કૃતિમાંથી પ્રેરણા લેવામાં આવી છે

નવી દિલ્‍હી,તા.૨૧: ઇન્‍ટરનેશનલ સ્‍તરે ફેમસ કલ્‍ચરલ અને હેરિટેજ આર્ટિસ્‍ટ પ્રાચી ધબલ દેબની કેકની સજાવટ એટલી અદ્વુત હોય છે કે તેને રોયલ આઇસિગની રાણીના હુલામણા નામે ઓળખવામાં આવે છે. આ ઉપનામ તેમની ટેક્રિકલ મહારત નહીં, અનોખી આર્ટિસ્‍ટિક સ્‍ટાઇલની દેન છે. તેમણે બનાવેલી થ્રી-ફોર ટિયરની કેક એ માત્ર ડિઝર્ટ નથી, એક કલ્‍ચરલ કહાણી છે. તેમણે અત્‍યાર સુધીમાં ભારતનાં અલગ-અલગ રાજ્‍યોના હેરિટેજ અને સંસ્‍કૃતિમાંથી પ્રેરણા લઈને એવી અદ્વુત અને માન્‍યામાં ન આવે એવી બારીક ડિઝાઇનવાળી કેક્‍સ બનાવી છે જે જોતાં જ વાહ બોલી ઉઠાય.

ગુજરાત, તામિલનાડુ, રાજસ્‍થાન અને પヘમિ બંગાળ જેવાં અનેક રાજ્‍યોની સંસ્‍કૃતિમાંથી પ્રેરણા લેવામાં આવી છે. રાજસ્‍થાનના શાનદાર મહેલની જાળીઓ હોય કે ગુજરાતનાં પટોળાં જેવી પેટર્ન હૂબહૂ સુંદર રીતે તેણે કેક પર કંડારી છે. તામિલનાડુના કાંજીવરમની પેટર્ન હોય કે પヘમિ બંગાળની સાહિત્‍યિક વિરાસત, બધું જ પુણેનાં પ્રાચી દેબે સુંદર રીતે કંડાર્યું છે.

(10:22 AM IST)