News of Friday, 27th November 2026
પુતિન રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા સમજૂતિ કરવા માંગે છે
અમેરીકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નિવેદન

ફલોરિડા, તા. ૨૭ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે એક સમજૂતિ કરવા માંગે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેમની પ્રાથમિકતા જાનહાનિને અટકાવવાનું છે અને સાથે જ રશિયન નેતા સાથે સંબંધ બનાવી રાખવાના પોતાના લ્લષ્ટિકોણ વિશે પણ જણાવ્યું હતું.
ફલોરિડામાં આવેલા તેમના નિવાસસ્થાન ‘માર-એ-લાગો'થી અમેરિકન સૈન્ય કર્મીઓ સાથે 'થેંક્સગિવિગ' નિમિત્તે વાતચીત કરતી વખતે, ટ્રમ્પે કહ્યું કે તેઓ મોસ્કો સાથે એક સમજૂતિ કરવા માંગે છે. તેમણે દલીલ કરી કે વાટાઘાટોની પ્રક્રિયા માટે પુતિન સાથે સંબંધો જાળવી રાખવા મહત્વપૂર્ણ છે.
પુતિનને અગાઉ ‘મિત્ર' તરીકે સંબોધવા અને ત્યારબાદ રશિયન સૈન્ય આક્રમકતા અંગે કરેલી ટિપ્પણીઓ વિશે પત્રકારના સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું, ‘જુઓ, ઘણી વાતો કહી શકાય છે, પરંતુ તમારે એક વાત સમજવી પડશે. અમે એક સમજૂતિ કરવા માંગીએ છીએ. અમે લોકોના જીવ જતા રોકવા માંગીએ છીએ.'
ટ્રમ્પે કહ્યું, ‘હું એમ ન કહી શકું કે તે મિત્ર છે અથવા મારી સાથે છે...પણ, મારે એક સમજૂતિ કરવી છે. મારે આ સમજૂતિ પાર પાડવી પડશે. ત્યાં દર મહિને ૨૫૦૦૦ લોકો જીવ ગુમાવી રહ્યા છે.'
પોતાની રણનીતિ સમજાવતા, ટ્રમ્પે કહ્યું કે પુતિન પ્રત્યે દુશ્મનાવટ દર્શાવવાથી સમાધાનના પ્રયાસો જાટિલ બની શકે છે. તેમણે રશિયન નેતા અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોનું ઉદાહરણ આપ્યું હતું.
ટ્રમ્પે કહ્યું, ‘હું ત્યાં જઇને એમ કહી શકું કે, ‘મને તમે પસંદ નથી', અને પછી આપણી સામે એ જ સમસ્યા ઊભી થાય જે ઝેલેન્સ્કી અને પુતિન વચ્ચે છે. જુઓ, આવા સમાધાનમાં સૌથી મોટી સમસ્યા એ છે કે અહીં બે એવા નેતાઓ છે જેઓ એકબીજાને ખરેખર ધિક્કારે છે.?'
ટ્રમ્પે અમેરિકન રાજકારણમાં રશિયાના કથિત હસ્તક્ષેપ અંગેની તપાસનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેને તેમણે ખોટી તપાસ ગણાવી હતી. સાથે જ તેમણે પુનરોચ્ચાર કર્યો કે પુતિન સાથેની તેમની તાજેતરની વાતચીત સકારાત્મક રહી હતી.
જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે તેઓ અપેક્ષા રાખે છે કે પુતિન ફલોરિડામાં આવેલા તેમના 'ડોરલ રિસોર્ટ' ખાતે યોજાનારી આગામી G૨૦ સમિટમાં હાજરી આપશે, ત્યારે ટ્રમ્પે કહ્યું કે તેમને ખાતરી નથી, પરંતુ તેઓ રશિયન નેતાનું સ્વાગત કરશે.
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
