<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

અમેરિકામાં ખરીદશક્‍તિ ઘટી રહી છેઃ વોલમાર્ટનો બિઝનેસ પ્રભાવિત થશે!

આગામી દિવસોમાં પોતે પણ ભાવવધારો લાગુ કરી શકે છે, મતલબ કે વોલમાર્ટમાંથી શોપિંગ કરવાનું હવે મોંઘું થઈ શકે છે : કન્‍ઝ્‍યુમર સ્‍પેન્‍ડિંગ ઘટી રહ્યું હોવાથી ચાલુ વર્ષે તેના પ્રોફિટ અને સેલ્‍સમાં કોઈ ખાસ વધારો થવાની સંભાવના ઘણી ઓછી

વોશીંગ્‍ટન તા.૨૩: અમેરિકામાં વધતી જતી મોંઘવારી તેમજ ફયુઅલની ઉંચી કિમતોને કારણે લોકોની ખરીદશક્‍તિ ઘટી રહી છે. દુનિયાની સૌથી મોટી રિટેલ કંપની વોલમાર્ટે પણ આ વાતની ગંભીર નોંધ લેતા હાલની સ્‍થિતિની પોતાના બિઝનેસ પર અસર થવાની શક્‍યતા વ્‍યક્‍ત કરી છે. વોલમાર્ટનું માનવું છે કે કન્‍ઝ્‍યુમર સ્‍પેન્‍ડિંગ ઘટી રહ્યું હોવાથી ચાલુ વર્ષે તેના પ્રોફિટ અને સેલ્‍સમાં કોઈ ખાસ વધારો થવાની સંભાવના ઘણી ઓછી છે. સાથે જ તેણે એવા પણ સિગ્નલ આપ્‍યા છે કે આગામી દિવસોમાં પોતે પણ ભાવવધારો લાગુ કરી શકે છે, મતલબ કે વોલમાર્ટમાંથી શોપિગ કરવાનું હવે મોંઘું થઈ શકે છે.

અમેરિકાના અન્‍ય રિટેલર્સે પણ ૨૦૨૬-૨૭માં કન્‍ઝ્‍યુમર સ્‍પેન્‍ડિંગ પર પ્રેશર રહેવા મુદ્દે ચિતા વ્‍યક્‍ત કરી છે, આ દરમિયાન મે ૨૦૨૬માં મોંઘવારી પણ ત્રણ વર્ષની સર્વોચ્‍ચ સપાટીએ પહોંચી ગઈ છે. વોલમાર્ટે પહેલા ક્‍વાર્ટરમાં પાંચ ટકાના વધારા સાથે ૭.૪૯ બિલિયન ડોલરની ઈનકમ નોંધાવી છે જ્‍યારે તેનું વેચાણ ૭.૧ ટકાના વધારા સાથે ૧૭૫.૭ બિલિયન ડોલર રહ્યું હતું.

વોલમાર્ટના ઘ્‍ચ્‍બ્‍ જ્‍હોન ફર્નરનું માનવું છે કે ૨૦૨૬-૨૭માં કંપનીનો નેટ સેલ્‍સ ગ્રોથ સાડા ત્રણથી સાડા ચાર ટકા જેટલો રહેશ જ્‍યારે શેરદીઠ આવક ૨.૭૫થી ૨.૮૫ ડોલર જેટલી રહી શકે છે. ફર્નરના આ સ્‍ટેટમેન્‍ટ બાદ વોલમાર્ટના શેરમાં ગુરુવારે સાત ટકાનો ઘટાડો જોવા મળ્‍યો હતો. એક્‍સપર્ટ્‍સનું માનીએ તો વોલમાર્ટનો શેર છેલ્‍લા ઘણા વર્ષોની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે, તેવામાં જો કંપની ખુદ એવું માનતી હોય કે તેના બિઝનેસ પર પ્રેશર રહેશે તો સ્‍વાભાવિક છે કે તેની અસર શેરના ભાવ પર પણ જોવા મળશે જ.

આમ તો વોલમાર્ટ પોતાના કોમ્‍પિટિટર્સની સરખામણીએ નીચી કિમતો પર ચીજવસ્‍તુઓ વેચવાની ગજબની ક્ષમતા ધરાવે છે, આ જ કારણે ટેરિફ કે પછી ઈરાન વોરની પણ તેના પર કોઈ ખાસ અસર નહોતી થઈ. જોકે, અમેરિકામાં ફયુઅલના ભાવ જે સ્‍તર પર પહોંચી ગયા છે તેના કારણે લોકો પાસે બીજા ખર્ચા કરવા માટે પહેલા કરતા ઓછા પૈસા રહેશે, આ ઉપરાંત ફર્ટિલાઈઝરની કિમત વધતા ખાવાપીવાની ચીજવસ્‍તુઓ પણ મોંઘી થઈ જવાથી અમેરિકાના લોકોના બજેટ હલી ગયા છે.

વોલમાર્ટના CFO જ્‍હોન ડેવીડ રેનીનું માનીએ તો હાલ જોવા મળી રહેલી ભાવવધારાની સ્‍થિતિ લાંબી ચાલી તો સેકન્‍ડ ક્‍વાર્ટર તેમજ વર્ષના સેકન્‍ડ હાફમાં રિટેલ પ્રાઈસ ઈન્‍ફલેશનમાં પણ વધારો જોવા મળશે. વોલમાર્ટના પ્રતિસ્‍પર્ધી ટાર્ગેટે પોતાના એન્‍યુઅલ સેલ્‍સમાં ચાર ટકાના વધારાનો અંદાજ વ્‍યક્‍ત કર્યો છે, પરંતુ સાથે જ કંપનીનું એવું પણ માનવું છે કે આગામી સમયમાં મેક્રો એન્‍વાયર્મેન્‍ટ ચેલેન્‍જિંગ રહી શકે છે. વોલમાર્ટના ગેસોલીન સ્‍ટેશન્‍સ પર પણ એવરેજ ફયુઅલ ફીલ-અપ ઘટીને ૧૦ ગેલનના સ્‍તરે પહોંચી ગયું છે, જે દર્શાવે છે કે વધતા ભાવોને કારણે અમેરિકન્‍સ માટે પોતાના વ્‍હીકલની ટેંક ફુલ કરાવવું પણ મુશ્‍કેલ બની રહ્યું છે.

વોલમાર્ટના સ્‍ટોર્સ અથવા તેની વેબસાઈટ પરથી અઠવાડિયાના ૧૫૦ મિલિયનથી પણ વધુ કસ્‍ટમર્સ શોપિગ કરે છે, તેવામાં ઈકોનોમીમાં શું ચાલી રહ્યું છે અને કન્‍ઝ્‍યુમર સ્‍પેન્‍ડિંગ પેટર્ન બદલાઈ રહી છે કે કેમ તેનો અંદાજ વોલમાર્ટના બિઝનેસના આંકડા પરથી લગાવી શકાય છે. કંપનીનું કહેવું છે કે ફયુઅલ પ્રાઈસને કારણે તેના પ્રોફિટ પર ૧૭૫ મિલિયન ડોલરનો ઘટાડો થયો છે કારણકે ટ્રાન્‍સપોર્ટેશન કોસ્‍ટમાં થયેલા વધારાને કંપનીએ કસ્‍ટમર્સના માથે નથી.

વોલમાર્ટ, ટાર્ગેટ, હોમ ડેપો, લોવ્‍ઝ અને TJXમાંથી ખરીદી કરતા કસ્‍ટમર્સ હવે સાચવીને પૈસા વાપરી રહ્યા છે, પણ વાપરી ચોક્કસ રહ્યા છે. ઈકોનોમિસ્‍ટ્‍સનું માનવું છે કે ટેક્‍સ રિફંડને કારણે જે કેશ પંપ થઈ છે તેનું આ પરિણામ છે પરંતુ તેની અસર ઓછી થતાં જ લોકો ખર્ચ કરવાનું ઘટાડશે. અમેરિકાની ઈકોનોમીને કન્‍ઝ્‍યુમર સ્‍પેન્‍ડિંગ સૌથી વધુ પ્રભાવિત કરે છે, જો તેમાં કોઈ ઘટાડો થયો તો તેની અસર ઘણી જ વ્‍યાપક હશે.

(10:29 AM IST)