તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
ખોટી રીતે આઈટીસી લેવા કંપનીના નામે ઈલેક્ટ્રોનિક-મોબાઈલની ખરીદી
GST વિભાગે આવી પેઢીઓને ત્યાં તપાસ કરવા માટેની કવાયત હાથ ધરી

નવી દિલ્હી,તા.૨૫: મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ પર ૨૮ ટકા સુધી જીએસટી હોવાના કારણે અનેક લોકોએ ભૂતકાળમાં પોતાની મિત્રોની કંપનીના નામે ખરીદી કરી હતી. તે પેટે કંપનીના જવાબદારોને આઇટીસી પરત મળતા તે રકમ પોતાના મિત્રોને પરત કરી દીધી હોય છે. હવે જીએસટી વિભાગે આવી કંપનીઓએ છેલ્લા આઠ વર્ષમાં કેટલી વખત મોબાઈલ અને ઇલેક્ટ્રોનિીક ચીજવસ્તુની ખરીદી કરી છે તેની વિગતો એકત્ર કરવા માટેની કવાયત હાથ ધરી છે. જીએસટી વિભાગ દ્વારા આવી કંપનીઓની વિગતોના આધારે આગામી દિવસોમાં સ્થળ તપાસ કરવામાં આવનાર હોવાની વિગતો જાણવા મળી છે. તપાસ દરમિયાન ચોપડા પર દર્શાવવામાં આવેલી વસ્તુઓ નહીં મળી આવે તો તેઓ દ્વારા લેવામાં આવેલી આઇટીસી રિટર્ન કરવા માટેની નોટિસ આપવા ઉપરાંત ૧૦૦ ટકા દંડ અને વ્યાજ સહિતની વસૂલાત કરવામાં આવનાર છે, કારણ કે સરકારને ચૂનો ચોપડવા માટે અને પોતાનું ટર્નઓવરમાં આ પ્રમાણેના
ખર્ચ બતાવવા માટે કરવામાં આવેલા ખેલને ઊંધો પાડવા માટે આગામી દિવસોમાં અભિયાન હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે
ચોપડા પર લીધેલી વસ્તું નહીં હોય તો તવાઇ આવશે
અધિકારીઓ દ્વારા કંપનીઓ દ્વારા ખરીદવામાં આવેલી વસ્તુ જેવી કે મોબાઇ લ, ઇલેક્ટ્રિકલ સાધનો તપાસ દરમિયાન સ્થળ પર મળી નહીં આવે તો આ વસ્તુઓ ખરીદીને કોને વપરાશ કરવા માટે આપી તેની પણ વિગતો એકત્ર કરવાની છે. સાથે સાથે જેણે પણ વસ્તુની આ રીતે ખરીદી કરી હશે તેને પણ જીએસટી ચોરી કરવા માટે જે કારભાર કર્યો છે તેની સામે પણ તવાઇ આવવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
મિત્ર કે સંબંધીને ફાયદો કરાવવામાં પોતે ભેરવાશે
અનેક લોકો દ્વારા જીએસટી બચાવવા માટે અથવા તો મોંઘી વસ્તુ કંપનીના નામે ખરીદવામાં આવે તો આઇટીસી પરત મળતી હોય છે. આ કારણોસર પોતે વપરાશ કરવાની વસ્તુ કંપનીના નામે ખરીદી કરે છે. તેમજ જો કોઇ મિત્ર કે સંબંધીની કંપની હોય તો તેના નામે ખરીદી કરતા હોય છે. હવે જ્યારે તપાસ કરવામાં આવશે તો મિત્ર કે સંબંધીને ફાયદો કરાવવા માટે જે રમત રમવામાં આવી હતી તેમાં પોતે ભેરવાય તેવો ઘાટ સર્જાવાનો છે.
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
