તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
૫૦૦૦ની ખરીદી પર ૨૦ રૂપિયા અને ૧૦૦૦૦ની ખરીદી પર ૪૦ રૂપિયા કપાશે
UPI પેમેન્ટ ચાર્જની ફોર્મ્યુલા ફાયનલ

નવી દિલ્હીઃતા.૧૬: UPIથી પેમેન્ટ કરવા માટે હવે ચાર્જ ચૂકવવો પડી શકે છે. જી હા NCPIએ સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે. ૨ હજાર રૂપિયાથી વધુ રકમના UPI ટ્રાન્જેક્શન પર ૫ રૂપિયાનો ચાર્જ લાગશે. જો કે NCPIે દાવો છે કે સામાન્ય ગ્રાહકો માટે ૨ હજાર રૂપિયા સુધીનું UPI પેમેન્ટ સંપૂર્ણ રીતે ચાર્જ ફ્રી રાખવામાં આવ્યું છે. પરંતુ મોટું ટર્નઓવર ધરાવતા વેપારીઓ, વેન્ડર્સ અને બિઝનેસ માટે ૨ હજાર રૂપિયાથી વધુની લેવડ-દેવડ પર ૦.૦૪ ટકા ચાર્જ લાગશે.
૨ હજારથી ઉપરના ભ્૨પ્ પેમેન્ટ પર ૦.૦૪ ટકા ચાર્જ લાગશે, ગ્રાહકો માટે UPI સેવા સંપૂર્ણ મફત રહેવાનો NCPIે દાવો, મહિને ૧ લાખ સુધી કમાતા વેપારીઓ માટે શૂન્ય MDR,રેલવે, ટેલિકોમ, વીમા, ઈંધણ માટે UPI પર ૫ રૂપિયા ચાર્જ,કૃષિ ઈનપુટ પર ૨ હજારથી વધુના પેમેન્ટ પર ૫ રૂપિયા ચાર્જ,દરેક ચાર્જ ખરેખર મર્ચન્ટ ભોગવશે કે ગ્રાહકના માથે આવશે?
નાણા મંત્રાલયે UPI પેમેન્ટને લઈને સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે અને કહ્યું છે કે બે હજાર રૂપિયા સુધીના UPI પેમેન્ટ પર કોઈ ચાર્જ નહીં લાગે. પરંતુ સરકારની સ્પષ્ટતા આવ્યા બાદ આ મુદ્દે રાજકારણ ગરમાયું છે અને વિપક્ષ મોદી સરકાર પર હુમલાવર બન્યો છે. શું UPIથી પૈસાની લેવડ-દેવડ કરવા પર સરકારને ટેક્સ આપવો પડશે.. કેન્દ્ર સરકારની એક જાહેરાતથી લોકોમાં હાલ આ જ મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં છે. ત્યારે હવે આ અંગે કેન્દ્ર સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે.
સરકારે કહ્યું કે બે હજાર રૂપિયા સુધીના UPI પેમેન્ટ પર કોઈ ચાર્જ નહીં લાગે અથવા પેમેન્ટ સિસ્ટ મ પ્રોવાઈડર ડાયરેક્ટ કે ઈનડાયરેક્ટ ફી ન લગાવી શકે એટલે કે ગ્રાહકના સ્તરે આ પ્રકારના ચૂકવણા પર કોઈ નવો ચાર્જ નહીં લગાવી શકાય રૂપે ડેબિટ કાર્ડથી થતા બે હજાર રૂપિયા સુધીના પેમેન્ટમાં પણ નહીં લેવાય કોઈ ચાર્જ નાણા મંત્રાલય દ્વારા નોટિફિકેશન બહાર પાડતાં જ અટકળોનું બજાર ગરમ થઈ ગયું. એવું એટલા માટે કારણ કે પહેલાં પણ નિયમ હતો કે કોઈ પણ UPI પેમેન્ટ પર કોઈ ચાર્જ નહીં લાગે. જોકે ૨૦૦૦ રૂપિયાથી વધુના પેમેન્ટ પર ભવિષ્યમાં ફી લગાવવી કે નહીં, તેની સીમા અને દર સરકારના આગળના નિયમોથી નક્કી થશે આ અંગે હાલ કોઈ નિર્ણય લેવાયો નથી.આ ચાર્જ લેવાની શરૂઆત ૧૫ ઓક્ટોબરથી શરૂ થશે. રેલવે, પેટ્રોલ પંપ અને મોબાઇલ રિચાર્જ પર ૫ રૂપિયા ચાર્જ લાગશે. ૭૫ હજાર કે તેથી વધુના પેમેન્ટ પર ૩૦૦ રૂપિયા ચાર્જ લાગશે,૨ હજાર રૂપિયાથી વધુ રકમના UPI પર ૫ રૂપિયા ચાર્જ લાગશે,૨ હજાર રૂપિયાથી વધુની લેવડ-દેવડ પર ૦.૦૪ ટકા ચાર્જ લાગશે,૧૫ ઓક્ટોબરથી UPI ટ્રાન્જેક્શન પર ચાર્જ શરૂ થશેઃ NPCI,૭૫ હજાર કે તેથી વધુના પેમેન્ટ પર ૩૦૦ રૂપિયા ચાર્જ લાગશે,રેલવે, પેટ્રોલ પંપ અને મોબાઇલમાં ૨૦૦૦થી વધારેના રિચાર્જ પર ૫ રૂપિયા ચાર્જ, UPI પેમેન્ટ વિવાદ વચ્ચે NCPIની ચાર્જ લેવાની જાહેરાત, UPI પેમેન્ટ વિવાદ વચ્ચે NCPIના ચાર્જ લેવાની જાહેરાત કરી દીધી છે. ૨ હજારથી ઉપરના P2M પેમેન્ટ પર ૦.૦૪ ટકા ચાર્જ લાગશે. જો કે ગ્રાહકો માટે UPI સેવા સંપૂર્ણ મફત રહેવાનો ફઘ્ભ્ત્નો દાવો કર્યો છે. મહિને ૧ લાખ સુધી કમાતા વેપારીઓ માટે શૂન્ય MDR રખાયાનો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ રેલવે, ટેલિકોમ, વીમા, ઈંધણ અને કૃષિ ઈનપુટ પર ૨ હજારથી વધુના પેમેન્ટ પર ૫ રૂપિયાનો ચાર્જ ઝીંકવામાં આવ્યો છે. હવે ચર્ચા એ શરૂ થઈ છે કે, દરેક ચાર્જ ખરેખર મર્ચન્ટ ભોગવશે કે ગ્રાહકોના માથે આવશે?
રૂપિયા ૨ હજારથી વધુના પેમેન્ટ પર કેટલો ચાર્જ લગાવવો તેનો નિર્ણય NPCI એટલે કે National Payment Corporation of Indiaએ કરવાનો છે. આ રેટ ૦.૩થી ૦.૫% રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આનો મતલબ એ થયો કે રૂપિયા ૫ હજારનો સામાન ખરીદ્યો તો ૧૫થી ૨૫ રૂપિયા દુકાનદારે ચૂકવવા પડશે.
હવે આ જ મુદ્દે મોદી સરકાર વિપક્ષના નિશાના પર છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકારના આ નિર્ણય પર તીખો પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે મોદી સરકારે ચૂપચાપ UPI પર ફી વસૂલવાનો રસ્તો ખોલી દીધો છે. રાહુલે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે સરકારનું કહેવું છે કે ગ્રાહકો પાસેથી કોઈ ફી લેવામાં નહીં આવે, પરંતુ દુકાનદારો પર લગાવવામાં આવતી ફી આખરે ક્યાંથી આવશે? આને ચીજવસ્તુઓની કિમતમાં ઉમેરવામાં આવશે, એટલે કે આ સીધું ગ્રાહકના ખિસ્સામાંથી જ જશે.
વ્યક્તિ-થી-વ્યક્તિ (P2P) વ્યવહારો માટે UPI પેમેન્ટ્સ મફત રહેશે; MDR માત્ર મોટા મૂલ્યના વેપારી વ્યવહારો (P2M) પર લાગુ થશે.
સરકારે ‘પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ (PSS) એક્ટ, ૨૦૦૭' માં સુધારો કર્યો છે, જે સરકારને એવી ચોક્કસ ઇલેક્ટ્રોનિક પેમેન્ટ પદ્ધતિઓ સૂચિત કરવાની સત્તા આપે છે જેના પર કોઈ શુલ્ક લાગુ થશે નહીં.
આ સુધારો ડિજિટલ વ્યવહારોમાં પરવડે તેવી ક્ષમતા અને પારદર્શિતા સુનિヘતિ કરવા માટે કાનૂની આધાર પૂરો પાડે છે.
૧૪ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ, કેન્દ્ર સરકારે આ માળખા હેઠળ એક જાહેરનામું બહાર પાડ્યું હતું, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ?૨,૦૦૦ સુધીના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) વ્યવહારો પર શૂન્ય મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ થશે.ઙ્કવધુમાં, શ્ભ્ત્ સ્ટીયરિગ કમિટી દ્વારા ઓપરેશનલ માપદંડો, ફી વિતરણ મોડલ્સ અને શ્રેણી-આધારિત મર્યાદાઓ (category caps) પર વિચાર-વિમર્શ કર્યા પછી, ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ NPCI દ્વારા એક વિગતવાર પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે.
પરિપત્રની મુખ્ય બાબતો નીચે મુજબ છેઃ વ્યક્તિ-થી-વ્યક્તિ (P2P) વ્યવહારો માટે, વ્યવહારના મૂલ્યને ધ્યાનમાં લીધા વિના, કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગશે નહીં. ભ્૨ભ્ વ્યવહારો કુલ UPI વ્યવહારોના જથ્થા (volume) ની દ્રષ્ટિએ ૩૭્રુ અને મૂલ્ય (value) ની દ્રષ્ટિએ ૭૦% હિસ્સો ધરાવે છે.રૂ.૨,૦૦૦ થી વધુના વ્યક્તિ-થી-વેપારી (P2M) વ્યવહારો પર જ ચાર્જ લાગુ થશે. રૂ.૨,૦૦૦ થી વધુના P2M વ્યવહારો પર ૦.૪%નો નજીવો MDR લાદવામાં આવશે. આ કમિશન બેંકો અને એપ પ્રદાતાઓ સહિત પેમેન્ટ ઇકોસિસ્ટમના ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવશે. રૂ.૭૫,૦૦૦ અને તેથી વધુના ઊંચા મૂલ્યના વ્યવહારો માટે, MDR ની મર્યાદા પ્રતિ વ્યવહાર રૂ.૩૦૦ નક્કી કરવામાં આવશે.
સરકારનું કહેવું છે કે UPI નો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. આને સુરક્ષિત રાખવા, સાયબર ફ્રોડ રોકવા, ટેકનોલોજી અપગ્રેડ કરવા અને પેમેન્ટ સિસ્ટમને મજબૂત બનાવી રાખવામાં સતત ખર્ચ થાય છે. કાયદામાં ફેરફારને આ જ લાંબા સમયની જરૂરિયાત સાથે જોડવામાં આવ્યો છે. નાણા મંત્રાલયે ખુલાસો કર્યો છે કે ૯૬ ટકા ટ્રાન્જેક્શન ૨૦૦૦ રૂપિયાથી ઓછા ના થાય છે. હવે એ ૧૦૦ ટકા ચાર્જ ફ્રી છે. ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડમાં ઈલેક્ટ્રોનિક્સ પેમેન્ટ પર વેપારીઓ પહેલાંથી MDR ચાર્જના સ્વરૂપે ૧થી ૨ ટકા ચૂકવે જ છે. આમ છતાં મોટા વેપારીઓ ગ્રાહકો પાસેથી કોઈ ચાર્જ લેતા નથી ઉપરથી ડીસ્કાઉન્ટ અને EMI પર ઓફર આપે છે.
સરકારના જણાવ્યા મુજબ જો ભવિષ્યમાં મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લાગુ કરવામાં આવે તો પણ તે માત્ર ને માત્ર કેટલીક ખાસ શ્રેણીના વેપારી લેવડ-દેવડ પર, એક નિヘતિ મર્યાદાથી વધુ રકમવાળા ચૂકવણા પર અને અત્યંત મામૂલી દરે જ લાગુ થશે. એટલે કે હાલમાં સામાન્ય ગ્રાહકોના રોજિદા નાના પેમેન્ટ પર હાલમાં કોઈ સીધી અસર પડવાની નથી.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
