<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

મા વૈષ્ણો દેવીના ભક્તો માટે પંજાબ સરકારની મોટી ભેટ! લુધિયાણા અને જલંધરથી સીધી 'એસી વોલ્વો' બસ સેવા શરૂ; ટ્રેનના વેઇટિંગ લિસ્ટમાંથી મળશે મુક્તિ

સોમવારથી દરરોજ દોડશે પંજાબ રોડવેઝની લક્ઝરી બસો; પ્રાઇવેટ ઓપરેટરોના લૂંટફાટના ભાડામાંથી યાત્રાળુઓને મળશે મોટી રાહત, જાણો કયા રૂટનું કેટલું છે ભાડું

જલંધર, તા.૧૦: મા વૈષ્ણો દેવીના દરબારમાં જઈને મથ્થું ટેકવાનું સપ્નું જોતા શ્રદ્ધાળુઓ માટે પંજાબ પ્રશાસન તરફથી ખૂબ જ આનંદદાયક અને રાહતના સમાચાર સામે આવ્યા છે. પંજાબ રોડવેઝ દ્વારા ભક્તોની સુવિધા માટે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. વિભાગ દ્વારા ઇતિહાસમાં પહેલીવાર લુધિયાણા અને જલંધરથી સીધી જમ્મુ અને કટરા (વૈષ્ણો દેવી બેઝ કેમ્પ) સુધીની અત્યાધુનિક સુપરફાસ્ટ 'એસી વોલ્વો' (AC Volvo) બસ સેવા શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
ટ્રેનના લાંબા વેઇટિંગ અને ખાનગી ટ્રાવેલર્સની લૂંટમાંથી મુક્તિ
ખાસ કરીને ઉનાળાની રજાઓ, તહેવારો અને નવરાત્રી દરમિયાન માતાજીના દર્શને જતાં યાત્રાળુઓની સંખ્યામાં ભારે ઉછાળો જોવા મળે છે. આવા સમયે રેલવેમાં મહિનાઓ સુધી કન્ફર્મ ટિકિટ મળતી નથી અને મજબૂરીમાં ભક્તોએ પ્રાઇવેટ બસ ઓપરેટરોને મોંઘા દાટ ભાડા ચૂકવવા પડતા હોય છે. પંજાબ રોડવેઝની આ નવી પહેલથી ભક્તોને ટ્રેનની લાંબી પ્રતીક્ષા યાદી (Waiting List) અને ખાનગી લૂંટફાટ બંનેમાંથી કાયમી છુટકારો મળશે. આગામી સોમવારથી આ લક્ઝરી બસ સેવા નિયમિત અને દૈનિક ધોરણે (Daily Service) રૂટ પર દોડવા લાગશે.
લક્ઝરી સફર, પણ બજેટ સરકારી!
રોડવેઝના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ સુપરફાસ્ટ એસી વોલ્વો બસ લુધિયાણાથી ઉપડશે અને જલંધર બસ સ્ટેન્ડ થઈને સીધી જમ્મુ અને કટરા પહોંચશે. આ બસ સેવા સંપૂર્ણપણે સરકારી નિયત ભાડા પર ચલાવવામાં આવશે, જેથી સામાન્ય લોકોના ખિસ્સા પર કોઈ વધારાનો આર્થિક બોજ નહીં પડે. આ આરામદાયક, લક્ઝુરિયસ અને સુરક્ષિત સફરના કારણે હવે વડીલો અને બાળકો સાથે પણ વૈષ્ણો દેવીની યાત્રા અત્યંત સુગમ અને અનુકૂળ બની જશે.
તમારા ખિસ્સા પર કેટલો બોજ પડશે? (ભાડાની વિગત):
વિભાગ દ્વારા જાહેર કરાયેલું સત્તાવાર અને વ્યાજબી ભાડું નીચે મુજબ કોષ્ટકમાં આપેલ છે:
રૂટ (Route)    ભાડું (રૂપિયામાં)
જલંધરથી જમ્મુ    ₹૭૬૫/-
જલંધરથી કટરા    ₹૯૪૫/-
લુધિયાણાથી કટરા    ₹૧,૧૪૫/-
પંજાબ પ્રશાસનની આ ભક્તિમય અને જનહિતની સુવિધાને કારણે પંજાબ સહિત આસપાસના રાજ્યોના ભક્તોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે ભક્તો માત્ર એક ફોન કોલ કે ઓનલાઈન બુકિંગ કરીને બજેટ ફ્રેન્ડલી કિંમતમાં 'જય માતા દી' ના નારા સાથે પોતાની પવિત્ર યાત્રા શરૂ કરી શકશે.

(5:19 PM IST)