તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th September 2026
મર્ચન્ટ UPI પેમેન્ટ્સ પર ૦.૪% ચાર્જ વસૂલવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જનહિતની અરજી: સોમવારે સુનાવણી થશે
ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI) સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચી તેમજ જસ્ટિસ વી. મોહનાની ત્રણ ન્યાયાધીશોની બેન્ચ આ મામલે સુનાવણી કરશે

નવી દિલ્હી :રૂ. ૨,૦૦૦થી વધુના મર્ચન્ટ UPI પેમેન્ટ્સ પર ૦.૪% ચાર્જ (MDR) વસૂલવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતી જાહેર હિતની અરજી (PIL) પર સુપ્રીમ કોર્ટમાં સોમવારે, ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI) સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચી તેમજ જસ્ટિસ વી. મોહનાની ત્રણ ન્યાયાધીશોની બેન્ચ આ મામલે સુનાવણી કરશે
એડવોકેટ અંજન દત્તા દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં નાણાં મંત્રાલયના ૧૪ અને ૧૫ સપ્ટેમ્બરના નોટિફિકેશન અને નવું MDR માળખું રદ કરવાની માગ કરવામાં આવી છે
અરજીમાં આક્ષેપ કરાયો છે કે કોઈપણ વ્યાપક સલાહ-સૂચન કે નક્કર કાયદા વિના આ ફી લાદવામાં આવી છે. તેનાથી નાના વેપારીઓ પર આર્થિક બોજ વધશે અને અંતે સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર પણ પરોક્ષ અસર પડશે
અરજીમાં સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે સરકારે રૂપે ડેબિટ કાર્ડ પેમેન્ટ પર 'ઝીરો-ચાર્જ' (શૂન્ય ફી) યથાવત રાખી છે, તો પછી UPI પર ચાર્જ કેમ?
ચાર્જ લાગુ થવાથી લોકો ફરી રોકડ (કેશ) તરફ વળશે, જેનાથી ડિજિટલ ઇકોનોમીના મિશનને નુકસાન થઈ શકે છે.
જે વેપારીઓનું માસિક UPI કલેક્શન ₹૧ લાખથી વધુ છે, તેમણે ₹૨,૦૦૦થી વધુની દરેક સિંગલ ચુકવણી પર ૦.૪% મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) અને GST ચૂકવવો પડશે.
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
