<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

પ્રિયંકા ગાંધીનો નકલી પીએસ સાંસદો પાસેથી નાણાં માગતો ઝડપાયો

પોલીસે કેસ દાખલ કર્યા પછી તપાસ શરૂ કરી : ઠગે ધારાસભ્‍ય કે વિદ્યા બાલકૃષ્‍ણન અને સાંસદો શફી પરમબિલ, ડીન કુરિયાકોસનો સંપર્ક કર્યો

વાયનાડ,તા.૧૭: વાયનાડનાં કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાનાં પ્રાઈવેટ સેક્રેટરી (પીએસ) હોવાનું જણાવી એક છેતરપિડી આચરનારે કેરળનાં સાંસદો અને એક ધારાસભ્‍ય પસે પાસેથી નાણા માંગીને તેમને છેતરવાનાં પ્રયત્‍નો કર્યા હતાં.

પ્રિયંકા ગાંધી વાડ્રાનાં પ્રાઈવેટ સેક્રેટરી ડી એસ રાજકુમાર દ્વારા રાજ્‍ય પોલીસ પ્રમુખ અને વાયનાડનાં પોલીસ સુપ્રિટેન્‍ડેન્‍ટ (એસપી)ની પાસે દાખલ કરવામાં આવેલી ફરિયાદને આધારે કેસ દાખલ કરવામાં આવ્‍યો છે.

ફરિયાદ અનુસાર આરોપીએ નવી દિલ્‍હીનાં રહેવાસી રાજકુમારનું રૂપ ધારણ કરીને એલાથુરનાં ધારાસભ્‍ય કે વિદ્યા બાલકૃષ્‍ણન અને સાંસદો શફી પરમબિલ અને ડીન કુરિયાકોસનો સંપર્ક સાધ્‍યો હતો. રાજકુમારે આરોપ મૂક્‍યો છે કે આરોપીએ તેની ઓળખ અને સાંસદોનાં કાર્યાલયનાં નામનો ખોટો ઉપયોગ કરીને જન પ્રતિનિધિઓથી નાણા માંગવા અને તેમની સાથે છેતરપિડી આચરવાનો પ્રયત્‍ન કર્યો હતો. વાયનાડ સાયબર પોલીસે ખોટી ઓળખ બતાવવા અને છેતરપિડીથી સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો અને  ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. આ અગાઉ કોઝિકોડ સાયબર પોલીસે પણ કોંગ્રેસ ધારાસભ્‍ય વિદ્યા બાલકૃષ્‍ણનની ! ફરિયાદ પર કેસ દાખલ કર્યો હતો.

(10:30 AM IST)