News of Wednesday, 24th June 2026
મહેશ બાબુ કરતા વધારે પૈસાદાર છે પ્રિયંકા ચોપરાઃ વારાણસી સ્ટાર્સની નેટવર્થ ૬૫૦ કરોડ રૂપિયા
મહેશ બાબુ અને પ્રિયંકા ચોપરા વર્ષ ૨૦૨૭ માં ફિલ્મ વારાણસીમાં જોવા મળશે

મુંબઇ તા.૨૪: બાહુબલી અને આરઆરઆર જેવી ફિલ્મો બનાવી ચૂકેલા એસએસ રાજમૌલી લાંબા સમયથી વારાણસીને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મનું જ્યારથી એલાન થયુ છે ત્યારથી સતત ચર્ચામાં છે. આમ, આ ફિલ્મમાં બે મોટા સ્ટાર્સ છે, જેમાં ફીમેલ લીડમાં દેસી ગર્લ પ્રિયંકા ચોપરા છે તો મેલ લીડમાં સુપરસ્ટાર મહેશ બાબૂનું નામ છે. આમ, આજે અમે તમને મહેશ બાબુ અને પ્રિયંકા ચોપરાની નેટવર્થ વિશે જણાવે છે.
આમ, પહેલાં વાત મહેશ બાબૂની કરવામાં આવે તો તે તમિલ સિનેમાનાં મોટા સ્ટાર્સ છે. ફેન્સ મહેશ બાબૂને પ્રેમથી પ્રિન્સ ઓફ ટોલિવૂડ પણ કહે છે. ૫૦ વર્ષનાં મહેશ બાબૂને સિનેમામાં કામ કરતા અઢી દાયકા જેટલો સમય થઈ ગયો છે. મહેશ બાબૂએ પોકીરી, અથાડુ, ભરત અને નેનુ, ગુંટુર કારમ, શ્રીમંથુડુ અને ઓક્કાડુ જેવી ફિલ્મો માટે જાણીતા છે. ત્પ્ઝણુ નાં રિપોર્ટ અનુસાર સાઉથ સ્ટારની ટોટલ નેટવર્થ ૩૦૦ કરોડ રૂપિયા છે. તે એક ફિલ્મ માટે ૮૦ કરોડ રૂપિયા સુધીની ફી લે છે. મહેશ બાબૂની પાસે Range Rover SV (Gold Edition), Range Rover Vogue, Audi e-tron, BMW 7 Series (730Ld), Mercedes-Benz S-Class અને Rolls-Royce Ghost જેવી અનેક કાર છે.
પ્રિયંકા ચોપરાની વાત કરવામાં આવે તો હવે તે ગ્લોબલ સ્ટાર બની ગઈ છે. પ્રિયંકા ચોપરા મહેશ બાબૂ કરતા વધારે અમીર છે. સેલિબ્રિટી નેટવર્થનાં રિપોર્ટ અનુસાર તેમની નેટવર્થ ૬૫૦ કરોડ રૂપિયા છે. પ્રિયંકાએ તેનું એક્ટિંગ કરિયર વર્ષ ૨૦૦૨ માં રિલીઝ થયેલી ફિલ્મ થમિજાનથી શરૂ કરી હતી. ત્યારબાદ બોલિવૂડમાં ઓળખ બનાવી અને પછી બોલિવૂડમાં સારી છાપ છોડી છે.
એક ફિલ્મ માટે પ્રિયંકા ચોપરા ૩૦ કરોડ રૂપિયા સુધીનો ચાર્જ કરે છે. કાર કલેક્શનની વાત કરવામાં આવે તો એક્ટ્રેસની પાસે Rolls-Royce Ghost, Mercedes-Maybach S650, Cadillac Escalade અને Range Rover Vogue જેવી કાર છે. પ્રિયંકા ચોપરા અને મહેશ બાબૂની ફિલ્મ વારાણસી વર્ષ ૨૦૨૭ માં દુનિયાભરમાં રિલીઝ થશે. આમ, તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું બજેટ લગભગ ૧૩૦૦ કરોડ રૂપિયા છે. આમ, આ ફિલ્મને લઈને સુપર એક્સાઇટેડ છે.
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
