તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ફિલિપાઇન્સ પ્રવાસ : ભારતની એક્ટ ઈસ્ટ નીતિને નવી દિશા આપવાનો પ્રયાસ
ભારત-આસિયાન સંબંધો, દરિયાઈ સુરક્ષા, વેપાર, સંરક્ષણ અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહયોગ વધારવાના પ્રયાસો આજે પ્રવાસનો સૌથી મહત્ત્વપૂર્ણ દિવસઃ૨૩ મી ભારત-આસિયાન શિખર બેઠકઃ ૨૧મી પૂર્વ એશિયા શિખર બેઠકઃ મનીલાના ઐતિહાસિક ગુરૂદ્વારા ખાલસા દીવાનની મુલાકાત આ પ્રવાસનો મુખ્ય હેતુ શું છે...?, ભારતને આ પ્રવાસથી કયા ફાયદા થઈ શકે....?, નરેન્દ્રભાઇ મોદી અગાઉ ફિલિપાઇન્સ ક્યારે ગયા હતા...?, ભારત અને ફિલિપાઇન્સ વચ્ચેના સંબંધોનું મહત્ત્વ,૨૦૨૬ ને ભારત-આસિયાન દરિયાઈ સહયોગ વર્ષ તરીકે ઉજવવાનું મહત્ત્વ, આ પ્રવાસનું ભારત માટે લાંબા ગાળાનું મહત્ત્વ

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી બે દિવસ ફિલિપાઇન્સની રાજધાની મનીલાના પ્રવાસે છે. ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ આર. માર્કોસ જુનિયરના આમંત્રણ પર થઈ રહેલો આ પ્રવાસ ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો વચ્ચે ના રાજદ્વારી, આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોની લ્લષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન ૨૩મી ભારત-આસિયાન શિખર બેઠક અને ૨૧મી પૂર્વ એશિયા શિખર બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. ખાસ કરીને દરિયાઈ સુરક્ષા, વેપાર, રોકાણ, સંરક્ષણ સહયોગ અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ તથા સ્થિરતા જેવા મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ ગઈકાલે મોદી ૧૬ નવેમ્બરે મનીલા પહોંચ્યા હતા , અહીં એરપોર્ટ પર ફિલિપાઇન્સ સરકારના પ્રતિનિધિઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ મોદીજી ભારતીય સમુદાય સાથે મુલાકાત કરી હતી અને ગઈકાલે સાંજે ફિલિપાઇન્સ ના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયર દ્વારા વિદેશી મહાનુભાવો માટે આયોજિત ગાલા ડિનર માં વડાપ્રધાન મોદીએ હાજરી આપી હતી.
આજે ૧૭ નવેમ્બર નો દિવસ આ પ્રવાસની રાજદ્વારી લ્લષ્ટિએ સૌથી મહત્ત્વપૂર્ણ કડી છે. ભારત સરકારના સત્તાવાર કાર્યક્રમ મુજબ આજે ત્રણ મુખ્ય બાબતો પર વિશેષ ધ્યાન છે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે આસિયાન દેશોના નેતાઓ સાથે ૨૩ મી ભારત- આસિયાન શિખર બેઠકમાં ભાગ લેશે, આ બેઠક માં ભારત અને આસિયાન દેશો વચ્ચેના વ્યાપારી સંબંધો નું વિસ્તરણ, આયાત-નિકાસ માં વૃદ્ધિ, રોકાણની નવી તકો, દરિયાઈ સુરક્ષા અને સંરક્ષણ સહયોગ જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
આ ઉપરાંત ડિજિટલ ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, પરિવહન અને આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી ના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધારવા પર પણ ભાર મૂકવામાં આવશે , ભારત અને આસિયાન વચ્ચેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી ને વધુ મજબૂત બનાવવાની દિશામાં આ બેઠક મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, ખાસ કરીને ૨૦૨૬ થી ૨૦૩૦ ના સમયગાળા માટે નક્કી કરાયેલી ભારત-આસિયાન કાર્યયોજનાની પ્રગતિની સમીક્ષા કરી ભવિષ્યમાં વેપાર, ટેકનોલોજી, સુરક્ષા અને આર્થિક વિકાસના ક્ષેત્રોમાં સહયોગની નવી દિશા નક્કી કરવી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ રહેશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે ૨૧ મી પૂર્વ એશિયા શિખર બેઠક માં ભાગ લેશે, આ બેઠક માં ભારત ઉપરાંત આસિયાન ના સભ્ય દેશો અને અન્ય મહત્ત્વપૂર્ણ ભાગીદાર દેશોના વડા ઓ ઉપસ્થિત રહેશે.
બેઠકમાં મુખ્યત્વે ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માં શાંતિ અને સ્થિરતા જાળવવી, આંતરરાષ્ટ્રીય સુરક્ષા, બદલાતા ભૂરાજકીય પડકારો, આર્થિક વિકાસ અને પ્રાદેશિક સહયોગ જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે, આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગોની સુરક્ષા, વૈશ્વિક વેપારની સલામતી અને વિશ્વ સામે ઊભા થતા વિવિધ પડકારો નો સામૂહિક રીતે સામનો કરવા માટેના પ્રયાસો પર પણ ભાર મૂકવામાં આવશે , પૂર્વ એશિયા શિખર બેઠક ભારત માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે, કારણ કે તેના માધ્યમથી અમેરિકા, ચીન, જાપાન, ઓસ્ટ્રેલિયા, રશિયા સહિતના વિશ્વના મહત્ત્વપૂર્ણ દેશોના નેતાઓ સાથે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર સીધો સંવાદ કરવાની તક મળે છે. આ બેઠક દ્વારા ભારત ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પોતાની રાજદ્વારી ભૂમિકા અને આંતરરાષ્ટ્રીય ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે. આજના કાર્યક્રમ માં એક વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રસંગ પણ સામેલ છે. વડાપ્રધાન શ્રી મોદી એ જણાવ્યું છે કે તેઓ મનીલા ના એક સદી થી વધુ જૂના ઐતિહાસિક ગુરુદ્વારા ખાલસા દીવાન ના પુનર્વિકાસ ના કામની શરૂઆતના કાર્યક્રમમાં ભાગ લેશે. આ ગુરુદ્વારા ફિલિપાઇન્સ માં વસતા શીખ સમુદાય માટે ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવે છે ,આ કાર્યક્રમ ભારતીય સમુદાય સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની લ્લષ્ટિએ પણ મહત્ત્વનો છે.
નરેન્દ્રભાઈનો આ પ્રવાસ માત્ર બે દેશો વચ્ચેની મુલાકાત પૂરતો મર્યાદિત નથી, ભારતની વિદેશનીતિ અને એશિયામાં ભારતની વધતી ભૂમિકા માટે તેના પાંચ મુખ્ય હેતુઓ છે.
(૧) એક્ટ ઈસ્ટ નીતિ ને મજબૂત બનાવવીઃ ભારત ની એક્ટ ઈસ્ટ નીતિ નો મુખ્ય હેતુ દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો સાથે આર્થિક, રાજદ્વારી અને વ્યૂહાત્મક સંબંધો વધારવાનો છે, આસિયાન આ નીતિનું કેન્દ્ર છે.
(૨) દરિયાઈ સુરક્ષામાં સહયોગઃ ભારત અને આસિયાન દેશો વચ્ચે દરિયાઈ માર્ગોનું મહત્ત્વ ઘણું વધારે છે, આંતરરાષ્ટ્રીય વેપાર નો મોટો હિસ્સો સમુદ્રી માર્ગો મારફતે થાય છે, ચાંચિયાગીરી, ગેરકાયદે માછીમારી, દરિયાઈ ગુનાખોરી અને સમુદ્રી માર્ગો ની સુરક્ષા જેવા મુદ્દાઓ પર સંયુક્ત કામગીરી વધારવી આ પ્રવાસનો મહત્ત્વનો હેતુ છે.
(૩) વેપાર અને રોકાણ વધારવું: ભારત માટે આસિયાન દેશો વિશાળ બજાર ધરાવે છે, ભારતીય દવાઓ, ઓટોમોબાઇલ, ટેક્રોલોજી, કૃષિ ઉત્પાદનો અને ઔદ્યોગિક ક્ષેત્ર માટે નવી તકો ઊભી થઈ શકે છે.
(૪) MAHASAGAR વિઝન ને આગળ વધારવું: ભારતનું MAHASAGAR એટલે Mutual and Holistic Advancement for Security and Growth Across Regions. આ વિઝન નો ઉદ્દેશ સમુદ્રી ક્ષેત્રમાં સુરક્ષા, વિકાસ અને સહયોગ ને પ્રોત્સાહન આપવાનો છે.
(૫) આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ભૂમિકા મજબૂત કરવીઃ અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને આસિયાન દેશો સાથે ના સંબંધો મજબૂત કરીને ભારત ઈન્ડો- પેસિફિક ક્ષેત્રમાં એક મહત્ત્વપૂર્ણ ભાગીદાર તરીકે પોતાની ભૂમિકા આગળ વધારવા માગે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ફિલિપાઇન્સ પ્રવાસ ભારત માટે આર્થિક, ઔદ્યોગિક અને વ્યૂહાત્મક લ્લષ્ટિએ અનેક નવી તકો ઊભી કરી શકે છે. આ પ્રવાસથી ભારત અને આસિયાન દેશો વચ્ચે વેપાર તથા આયાત-નિકાસને વેગ મળવાની સાથે ભારતીય કંપનીઓ માટે નવા આંતરરાષ્ટ્રીય બજારો ખૂલવાની શક્યતા છે. સંરક્ષણ ક્ષેત્રે દરિયાઈ સુરક્ષા અને સંરક્ષણ ભાગીદારી વધુ મજબૂત બની શકે છે, જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડિજિટલ પેમેન્ટ અને આધુનિક ટેકનોલોજીના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગની નવી તકો ઊભી થઈ શકે છે. આ ઉપરાંત પરિવહન, લોજાિસ્ટિક્સ અને આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીના વિકાસથી વેપાર સરળ બનવાની સાથે ભારતીય ઉદ્યોગોને પણ લાભ મળી શકે છે , ખાસ કરીને ભારત અને ફિલિપાઇન્સ વચ્ચે સંરક્ષણ સહયોગ નું વિશેષ મહત્ત્વ છે, બંને દેશો વચ્ચે સંરક્ષણ અને દરિયાઈ સુરક્ષાના ક્ષેત્ર માં સહયોગ વધવાથી ઈન્ડો- પેસિફિક ક્ષેત્ર માં ભારત ની વ્યૂહાત્મક હાજરી વધુ મજબૂત બની શકે છે, આમ, આ પ્રવાસ ભારત ને એશિયા માં એક મજબૂત આર્થિક અને વ્યૂહાત્મક ભાગીદાર તરીકે સ્થાપિત કરવાની દિશા માં મહત્ત્વપૂર્ણ બની શકે છે, જોકે, આ તમામ લાભો સંભવિત છે અને પ્રવાસ દરમિયાન થનારી ચર્ચા ઓનું વાસ્તવિક પરિણામ કરારો, નવા રોકાણો અને અમલી પ્રોજેક્ટ ના સ્વરૂપમાં સામે આવશે ત્યારે જ તેનો સંપૂર્ણ લાભ મળી શકશે. ભારત અને ફિલિપાઇન્સ વચ્ચે ૨૬ નવેમ્બર, ૧૯૪૯ ના રોજ રાજદ્વારી સંબંધોની સ્થાપના થઈ હતી, ત્યાર થી બંને દેશો વચ્ચેના સંબંધો સમયાંતરે વધુ મજબૂત બન્યા છે, બંને દેશો લોકશાહી મૂલ્યો, આર્થિક વિકાસ, પ્રાદેશિક શાંતિ અને આંતરરાષ્ટ્રીય સહયોગ જેવા મુદ્દાઓ પર પરસ્પર ભાગીદારી ધરાવે છે. ભારત અને ફિલિપાઇન્સ વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા, વેપાર અને રોકાણ, ફાર્માસ્યુટિકલ્સ અને આરોગ્ય, ડિજિટલ ટેકનોલોજી, અવકાશ અને વિજ્ઞાન, શિક્ષણ, સાંસ્કૃતિક આદાન પ્રદાન તેમજ દરિયાઈ સુરક્ષા જેવા વિવિધ ક્ષેત્રો માં સહયોગ વિકસી રહ્યો છે , ખાસ કરીને બદલાતા વૈશ્વિક અને ભૂરાજકીય સંજોગો માં બંને દેશો વચ્ચે સંરક્ષણ અને દરિયાઈ સુરક્ષાના ક્ષેત્ર માં સહયોગનું મહત્ત્વ વધ્યું છે, ભારત માટે ફિલિપાઇન્સ માત્ર વેપાર અને આર્થિક સંબંધો ધરાવતો દેશ નથી, પરંતુ દક્ષિણ-પૂર્વ એશિયા અને સમગ્ર ઈન્ડો- પેસિફિક ક્ષેત્ર માં વ્યૂહાત્મક લ્લષ્ટિ એ પણ અત્યંત મહત્ત્વપૂર્ણ ભાગીદાર છે, બંને દેશો વચ્ચે વધતા રાજદ્વારી સંબંધો ભવિષ્ય માં વેપાર, સુરક્ષા અને ટેક્રોલોજી ના ક્ષેત્રો માં સહયોગની નવી તકો ઊભી કરી શકે છે.
આ પ્રવાસ નું એક વિશેષ પાસું એ છે કે વર્ષ ૨૦૨૬ ને ભારત અને આસિયાન દ્વારા ‘વર્ષ દરિયાઈ સહયોગ' તરીકે ઉજવવામાં આવી રહ્યું છે , આ પહેલ ના ભાગરૂપે સમગ્ર વર્ષ દરમિયાન દરિયાઈ સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય સહયોગને લગતી અનેક મહત્ત્વપૂર્ણ પ્રવૃત્તિઓ યોજાઈ છે. ફેબ્રુઆરી ૨૦૨૬ માં વિશાખાપનમ ખાતે MILAN ૨૦૨૬ નૌકાદળ કવાયત અને આંતરરાષ્ટ્રીય ફલીટ રિવ્યૂ નું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ ૨૮ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર દરમિયાન બીજી ભારત-આસિયાન દરિયાઈ કવાયત યોજાઈ હતી, જ્યારે ૫ અને ૬ ઓક્ટોબર ના રોજ કોચી માં પૂર્વ એશિયા શિખર બેઠકની દરિયાઈ સુરક્ષા પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું , આ તમામ પ્રવૃત્તિ ઓ નો મુખ્ય હેતુ ભારત અને આસિયાન દેશો વચ્ચે દરિયાઈ સુરક્ષાના ક્ષેત્ર માં સહયોગ વધારવો, સંયુક્ત નૌકાદળ કવાયતો ને પ્રોત્સાહન આપવું, સુરક્ષા સંબંધિત માહિતી ની આપ-લે મજબૂત બનાવવી તથા આંતરરાષ્ટ્રીય સમુદ્રી વેપાર માર્ગોની સલામતી સુનિヘતિ કરવાનો છે, આ પહેલ દ્વારા હિદ મહાસાગર અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સુરક્ષા ને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નરેન્દ્રભાઇ મોદીનો આ પ્રવાસ ત્રણ લ્લષ્ટિ એ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આર્થિક લ્લષ્ટિએઃ આસિયાન ના દેશો સાથે વેપાર અને રોકાણ વધારવાની તક મળશે. સંરક્ષણની લ્લષ્ટિએઃ ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માં દરિયાઈ સુરક્ષા અને સંરક્ષણ સહયોગ વધશે. રાજદ્વારી લ્લષ્ટિએઃ ભારત ને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો સાથે વધુ મજબૂત સંબંધો સ્થાપિત કરવાની તક મળશે.
આ ઉપરાંત ભારત અને આસિયાન વચ્ચે ૨૦૨૭ માં રાજદ્વારી સંવાદના ૩૫ વર્ષ અને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી નાં પાંચ વર્ષ પૂર્ણ થવાનાં છે , આ પૃષ્ઠભૂમિ માં ૨૦૨૬ નો પ્રવાસ આગામી સહયોગ માટે પણ મહત્ત્વ ધરાવે છે.
એક વાક્ય માં કહીએ તો નરેન્દ્રભાઇ મોદી નો ફિલિપાઇન્સ પ્રવાસ ભારતની વિદેશનીતિ માં દક્ષિણ-પૂર્વ એશિયાના વધતા મહત્ત્વને દર્શાવે છે, ૨૦૧૭ માં પ્રથમ વખત મનીલા પહોંચેલા વડાપ્રધાન મોદી નવ વર્ષ બાદ ફરી આ દેશ માં પહોંચ્યા છે, આ વખતે સંબંધો માત્ર રાજદ્વારી મુલાકાત સુધી મર્યાદિત નથી, પરંતુ વેપાર, સંરક્ષણ, દરિયાઈ સુરક્ષા, ટેકનોલોજી અને વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી સુધી વિસ્તરેલા છે. ભારતની એક્ટ ઈસ્ટ નીતિ અને MAHASAGAR વિઝનને આગળ વધારવા માટે આ પ્રવાસ કેટલો પરિણામલક્ષી સાબિત થાય છે તે આજની શિખર બેઠકો અને તેના પછી લેવાતા નિર્ણયો પરથી સ્પષ્ટ થશે
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
