તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિદેશી ખર્ચ ઘટાડી દેશનું વિદેશી હૂંડિયામણ બચાવવાની અપીલને પગલે રિયલ એસ્ટેટ સંસ્થા ક્રેડાઈએ પોતાનો આગામી મેગા નેટકોન ઈવેન્ટ એમ્સ્ટરડેમથી રદ કરી ભારતમાં યોજવાનો ઐતિહાસિક નિર્ણય લીધો
ક્રેડાઈના આ પગલાંથી દેશના લગભગ રૂપિયા ૧૦૦ કરોડના વિદેશી હૂંડિયામણની બચત થશે અને હવે અન્ય ઔદ્યોગિક સંસ્થાઓ પણ તેમના કાર્યક્રમો ભારતમાં ખસેડીને અર્થતંત્રને વધુ મજબૂત બનાવશે તેવી પ્રબળ શક્યતા

નવી દિલ્હી: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની અપીલની દેશના ઔદ્યોગિક જગત પર મોટી સકારાત્મક અસર જોવા મળી રહી છે. તાજેતરમાં જ, પ્રધાનમંત્રીએ દેશવાસીઓ અને ઉદ્યોગપતિઓને વિદેશમાં થતા બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકીને દેશના વિદેશી હૂંડિયામણ એટલે કે ફોરેક્સ રિઝર્વને બચાવવા માટે આહ્વાન કર્યું હતું.
મળતી વિસ્તૃત વિગતો અનુસાર, આ અપીલને માન આપીને ભારતની અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન 'ક્રેડાઈ' એ એક મોટો અને પ્રશંસનીય નિર્ણય લીધો છે. ક્રેડાઈ તેની ફ્લેગશિપ અને વાર્ષિક ગાલા ઈવેન્ટ 'નેટકોન' નું આયોજન નેધરલેન્ડ્સના એમ્સ્ટરડેમ શહેરમાં કરવાની હતી. આ મેગા ઈવેન્ટમાં અંદાજે ૧,૦૦૦ જેટલા સભ્યો અને બિલ્ડરો ભાગ લેવાના હતા.
પરંતુ, પ્રધાનમંત્રીના દેશહિતના સૂચનને પગલે ક્રેડાઈએ તાત્કાલિક અસરથી પોતાની વિદેશ યાત્રા અને ઈવેન્ટની તમામ યોજનાઓ રદ કરી દીધી છે.
હવે આ ભવ્ય ગાલા ઈવેન્ટ એમ્સ્ટરડેમના બદલે ભારતમાં જ યોજવા માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આ એક જ નિર્ણયથી દેશના અંદાજે રૂપિયા ૧૦૦ કરોડના વિદેશી હૂંડિયામણની જંગી બચત થવાનો અંદાજ છે.
નિષ્ણાતો અને ઉદ્યોગજગતનું માનવું છે કે ક્રેડાઈના આ પગલાંથી પ્રેરણા લઈને આગામી સમયમાં અન્ય મોટા ઉદ્યોગ મંડળો અને સંસ્થાઓ પણ પોતાના વિદેશમાં યોજાનારા સંમેલનો અને કાર્યક્રમો ભારતમાં જ યોજવા તરફ વળશે. જેનાથી દેશની હોસ્પિટાલિટી અને પ્રવાસન ક્ષેત્રને પણ મોટો ફાયદો થશે અને રૂપિયા ૧૦૦ કરોડની શરૂઆત બાદ ભવિષ્યમાં દેશ માટે વધુ મોટી બચત જોવા મળશે.
(12:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
