<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે : ₹14,400 કરોડથી વધુના વિકાસકાર્યોની દેશને ભેટ આપશે

30 ઓક્ટોબરે બનાસકાંઠાથી PM-કિસાનનો 24મો હપ્તો રિલીઝ કરશે, 31 ઓક્ટોબરે કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે - PMO દ્વારા સત્તાવાર કાર્યક્રમ જાહેર

ગાંધીનગર, તા. 29 : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા. 30 અને 31 ઓક્ટોબરના રોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) અને PIB અમદાવાદ દ્વારા આજે સત્તાવાર કાર્યક્રમની વિગતો જાહેર કરવામાં આવી છે. પ્રવાસ દરમિયાન વડાપ્રધાન બનાસકાંઠા અને નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે ₹14,400 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પણ કરશે.

     સવારે 9:30 વાગ્યે એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી-ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન લેબોરેટરી અને 127 એકરમાં પથરાયેલ ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (BBBRC) ની મુલાકાત લઈ તેને રાષ્ટ્રને સમર્પિત કરશે. કાંકરેજ ગાયની ઓલાદ માટે આ દેશનું પ્રથમ સેન્ટર ઓફ એક્સેલન્સ હશે, જેનાથી પશુ ઓલાદ સુધારણા 10 થી 20 ગણી ઝડપી બનશે.

₹14,000 કરોડના પ્રોજેક્ટ્સ સવારે 10:30 વાગ્યે બનાસકાંઠા ખાતે જાહેર સભા સંબોધશે અને વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે.આ પ્રસંગે થનારા મુખ્ય કાર્યક્રમો ખેડૂતો માટે મોટી ભેટ પીએમ-કિસાન યોજના હેઠળ દેશભરના ખેડૂતો માટે ₹19,000 કરોડનો 24મો હપ્તો રિલીઝ કરશે અને 12 મંજૂર હોર્ટીકલ્ચર ક્લસ્ટર (1.46 લાખ હેક્ટર, 1.3 લાખ ખેડૂતોને લાભ) ની કામગીરીનો પ્રારંભ કરાવશે.

બાયો-CNG પ્લાન્ટ થરાદ (75 મેટ્રિક ટન/દિવસ) અને રાધનપુર (100 મેટ્રિક ટન/દિવસ) ખાતે બનાસ ડેરીના બે બાયો-CNG પ્લાન્ટનો શિલાન્યાસ.મેટ્રો અને હાઇવે:* અમદાવાદ મેટ્રો ફેઝ-2A (કોટેશ્વર રોડથી એરપોર્ટ - 6 કિમી, 5 સ્ટેશન) અને ફેઝ-2B (GIFT સિટીથી શાહપુર - 3.3 કિમી, 3 સ્ટેશન) તથા ₹2,600 કરોડના ખર્ચે અમદાવાદ-મહેસાણા હાઇવે (SH-41) ને 4 લેનમાંથી 8 લેન કરવાના કામનો શિલાન્યાસ.

અન્ય પ્રોજેક્ટ્સ 4030 નવા બાળ-સહજ આંગણવાડી કેન્દ્રોનો શિલાન્યાસ, 361 કેન્દ્રોનું લોકાર્પણ (₹800 કરોડ), એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હેઠળ ₹4,950 કરોડના 521 પ્રોજેક્ટ્સ, સનાદર બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટ વિસ્તરણ, પાલનપુર UHT ASRS પ્લાન્ટ અને અમદાવાદ-વારાણસી એક્સપ્રેસ તથા મહેસાણા-બેચરાજી MEMU ટ્રેનને લીલી ઝંડી.

એકતા નગરમાં 'ભારત પર્વ 2026' અને 'એકતા પ્રકાશ પર્વ'તારીખ: 30 ઓક્ટોબર સાંજે બનાસકાંઠા બાદ પ્રધાનમંત્રી એકતા નગર પહોંચશે.

 સાંજે 5 વાગ્યે 'ભારત પર્વ 2026' નું ઉદ્ઘાટન કરશે. 'એક ભારત શ્રેષ્ઠ ભારત' ની થીમ પર આધારિત આ ઉત્સવ 15 નવેમ્બર સુધી ચાલશે, જેમાં તમામ રાજ્યો પોતાની સંસ્કૃતિ, હસ્તકળા અને વાનગીઓ પ્રદર્શિત કરશે.

- રાત્રે 7:45 વાગ્યે 1.5 કરોડથી વધુ LED લાઇટ્સથી સુસજ્જ 530 મીટર લાંબા વેલી ઓફ ફ્લાવર્સ રોડ અને 180 મીટર ગ્લો ટનલ ધરાવતા 'એકતા પ્રકાશ પર્વ' ના સાક્ષી બનશે અને રાત્રે 8:15 વાગ્યે નર્મદા આરતીમાં ભાગ લેશે.

 

 

 

રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી : તારીખ: 31 ઓક્ટોબર, સરદાર જયંતી

 

 

સવારે 9 વાગ્યે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ.

સવારે 9:15 વાગ્યે ₹400 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ - રેન ફોરેસ્ટ, વામન વૃક્ષ વાટિકા, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, નર્મદા ઘાટ અપગ્રેડેશન, IRCTC હોટેલ વગેરેનું લોકાર્પણ/શિલાન્યાસ. સાંજે 5:30 વાગ્યે રાષ્ટ્રીય એકતા દિવસની મુખ્ય પરેડમાં ભાગ લેશે.

 

 

 

આ વર્ષની ઉજવણીની વિશેષતા

 

 

 

આ વર્ષની પરેડમાં ડાબેરી ઉગ્રવાદ (નક્સલવાદ) સામે સુરક્ષા દળોની સિદ્ધિઓ પર વિશેષ ભાર મુકાશે. મુખ્ય થીમ 'વંદે માતરમ' રહેશે. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) દ્વારા 'નક્સલ મુક્ત ભારત' વિષય પર વિશેષ નાટ્ય પ્રસ્તુતિ થશે, જેમાં અગાઉ નક્સલ પ્રભાવિત 126 જિલ્લાના 2,000 કલાકારો ભાગ લેશે. સમગ્ર દેશમાંથી 5,000 કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે.

(4:28 PM IST)