<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

વડાપ્રધાન મોદી 30 ઓક્ટોબરે બનાસકાંઠામાં :ભીલડી ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની 24મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરાવશ

ભીલડી ખાતે ₹325 કરોડના ખર્ચે તૈયાર થયેલા બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન :બનાસ ડેરીની વિવિધ ડેરી વિકાસ યોજનાઓનો પ્રારંભ અને ઉદ્ઘાટન કરાશે :રાધનપુર અને થરાદ ખાતે બનાસ બાયો-CNG પ્લાન્ટનું પણ લોકાર્પણ કરાશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી 30 ઓક્ટોબરે બનાસકાંઠાની મુલાકાતે આવશે. પીએમ મોદી ભીલડી ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની 24મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરાવશે. ડીસા નજીક ભીલડી ખાતે ₹325 કરોડના ખર્ચે તૈયાર થયેલા બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું પણ વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.

 બનાસ ડેરીની વિવિધ ડેરી વિકાસ યોજનાઓનો પ્રારંભ અને ઉદ્ઘાટન પણ કરવામાં આવશે. રાધનપુર અને થરાદ ખાતે બનાસ બાયો-CNG પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવામાં આવશે. વડાપ્રધાનના પ્રવાસને લઈને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું. પાલનપુરમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં સુરક્ષા, ટ્રાફિક, પાર્કિંગ તેમજ જનસુવિધાઓ અંગેની વ્યવસ્થાની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી.

(10:19 PM IST)