તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 16th August 2026
ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર વડાપ્રધાન મોદી અને અમિત શાહે પાઠવી ભાવભીની શ્રદ્ધાંજલિ
સદૈવ અટલ સ્મારક ખાતે પહોંચીને દેશના પૂર્વ વડાપ્રધાનના રાષ્ટ્ર પ્રત્યેના અમૂલ્ય યોગદાનને યાદ કરવામાં આવ્યું

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દિલ્હી સ્થિત 'સદૈવ અટલ' સ્મારક ખાતે જઈને દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ અટલજીને અસાધારણ દ્રષ્ટિ ધરાવતા રાજકારણી ગણાવતા જણાવ્યું હતું કે તેમનું જીવન રાષ્ટ્ર સેવા માટે સમર્પિત હતું અને તેમના સુશાસનના વિચારો હંમેશાં પેઢીઓને માર્ગદર્શન આપતા રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિતના દિગ્ગજ નેતાઓએ પણ સોશિયલ મીડિયા પર પોતાના સંદેશાઓ દ્વારા અટલજીને યાદ કર્યા હતા.
ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર લખ્યું કે અટલજી એક સાચા દેશભક્ત રાજકારણી હતા, જેમણે કારગિલ યુદ્ધ અને પરમાણુ પરીક્ષણો દ્વારા ભારતની મજબૂત તાકાત સમગ્ર વિશ્વ સમક્ષ ઉજાગર કરી હતી. તેમના મૂલ્યો આધારિત રાજકારણે દેશમાં અંત્યોદય અને સુશાસનના વિઝનને સાકાર કર્યું છે.
અટલ બિહારી વાજપેયી ભારતીય રાજકારણના એવા અજાતશત્રુ નેતા હતા, જેમણે પોતાની દીર્ઘદ્રષ્ટિથી દેશના વિકાસમાં સીમાચિહ્નરૂપ યોગદાન આપ્યું હતું. દર વર્ષે તેમની પુણ્યતિથિ પર દેશભરમાંથી નેતાઓ અને નાગરિકો એકત્ર થઈને તેમના રાષ્ટ્રનિર્માણના કાર્યોને યાદ કરે છે તથા તેમના માર્ગે ચાલવાનો સંકલ્પ લે છે.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
