તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
મસાલાથી લઈ સુકામેવા સુધીની દિવાળી ગિફટ સંબંધી વસ્તુના ભાવ વધ્યા
મોંઘવારીનો મોટો ઝટકો! પૂજા-પાઠના સામાનથી લઈને ખાણી-પીણીની વસ્તુથી દરેક કોમડિટીમાં નોંધપાત્ર ભાવ વધારો

નવી દિલ્હી,તા.૧૯: તહેવારની સીઝનમાં આ વખતે ખરીદી કરવી તમામ દ્રષ્ટિકોણથી મોંઘી પડશે. પૂજા-પાઠના સામાનથી લઈને ખાણી-પીણીની વસ્તુથી દરેક કોમડિટીમાં નોંધપાત્ર ભાવ વધારો જોવા મળ્યો છે. ખાદ્ય તેલમાં ભાવ વધારો થયા બાદ હવે રસોઈ સાથે જોડાયેલી વસ્તુએ એક કોમોડિટીના ભાવમાં નોંધપાત્ર ભાવ વધારો થયો છે. હવે મસાલા અને કઠોડના ભાવમાં વધારો થયો છે. આ સાથે દિવાળી જેવા તહેવાર નિમિત્તે ખાવામાં આવતા સુકામેવાના ભાવમાં પણ વધારો થયો છે. બજાર નિષ્ણાંતો જણાવે છે કે, છેલ્લા ત્રણ મહિનામાં ખાણી-પીણીની દરેક વસ્તુના ભાવમાં તોતિગ ભાવ વધારો થયો છે. જ્યારે ઈલેક્ટ્રોનિક્સ માર્કેટમાં પણ કંપનીઓએ ડીલર્સને ત્યાં તહેવારની ઓફર્સ શરૂ થાય એ પહેલા જ પોતાના ઉત્પાદનોના ભાવમાં વધારો કરી દીધો હતો.
એવામાં હવે ડિસ્કાઉન્ટ પર વસ્તુ લેવામાં પણ વધારે કિમત ખર્ચવી પડશે. કરિયાણા માર્કેટમાં ખાંડની કિમતમાં પ્લસ માઈનસ થતા મુશ્કેલીમાં વધાકરો થયો છે. બીજી તરફ એક જ અઠવાડિયામાં ખાંડના ભાવમાં ઘટાડો થતા થોડી રાહત થઈ. મુદ્દો એ રહ્યો છે કે, એ પછીના એક જ અઠવાડિયામાં ખાંડની કિમતમાં સીધો ૮થી ૧૦ રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો. શાકભાજીના ભાવમાં કોઈ સ્થિરતા નથી ત્યાં મસાલાની કિમતમાં પણ વધારો થયો છે. શાકભાજીના કે દાળના વઘારમાં નાંખવામાં આવતા મસાલાની કિમત વધી છે.આ પાછળનું કારણ એવું જાણવા મળ્યું છે કે, આ વખતે વરસાદ જોઈએ એટલો થયો નથી. આ કારણે જે પાક ઊતરવો જોઈએ એ આવ્યો નથી. જીરૂ, ધાણા અને હળદરની કિમતમાં ૧૫ જ દિવસમાં સીધો ૧૦થી ૧૬ ટકાનો વધારો છે. આ કિમત રીટેલ માર્કેટમાં પણ લાગુ પડી રહી છે. બીજી તરફ કઠોડના ભાવમાં વધારો છે. નાના ચણા અને મોટા ચણાની કિમતમાં ૧૫ ટકાનો વધારો થયો છે. છેલ્લા ત્રણ મહિનામાં ચોખાના ભાવમાં ૨૫ ટકાનો વધારો છે. આ વખતે સુકામેવામાંથી બનેલી મીઠાઈ ખાવા માટે પણ વધારે પૈસા ખર્ચવા પડશે.
સુકામેવાના ભાવમાં પણ વધારો કરી દેવાયો છે. બદામ, કાજુ, પિસ્તા, દ્રાક્ષ, અખરોટના ભાવમાં નોંધપાત્ર વધારો છે. આ સુકમેવાની કિમતમાં વધારો થતા હવે ગિફટમાં દેવા માટેની આઈટમ કે બોક્સ પણ ઘટી જશે અને માત્ર પણ ઘટી જશે. ગિફટ બોક્સના ભાવ વધે તો નવાઈ નહીં. કાજુના ભાવ અત્યારે પ્રતિ કિલો રૂ.૧,૦૦૦ થી રૂ.૧,૧૦૦ ની વચ્ચે છે. પિસ્તાના ભાવ પ્રતિ કિલો રૂ.૧,૨૦૦ થી વધીને રૂ.૧,૮૦૦ રૂ.૧,૯૦૦ થઈ ગયા છે. અખરોટની ગિરીના ભાવ પ્રતિ કિલો રૂ.૧,૩૫૦ થી વધીને રૂ.૧,૫૦૦ થયા છે. તેવી જ રીતે, જીરાના ભાવ પ્રતિ કિલો રૂ.૨૫૦ થી વધીને રૂ.૩૦૦ રૂ.૩૫૦, ધાણાના ભાવ રૂ.૨૩૦ થી વધીને રૂ.૨૮૦, હળદરના ભાવ રૂ.૧૯૦ થી વધીને રૂ.૨૫૦ અને ખાંડના ભાવ પ્રતિ કિલો રૂ.૫૨ થી વધીને રૂ.૫૮ થયા છે.
ચોખાના ભાવ પ્રતિ કિલો રૂ.૪૦રૂ.૧૦૦ ની શ્રેણીમાંથી વધીને રૂ.૬૦રૂ.૧૨૦ સુધી પહોંચ્યા છે, જ્યારે તુવેર દાળ (અરહર દાળ) જે અગાઉ રૂ.૧૩૦ પ્રતિ કિલો મળતી હતી, તે હવે રૂ.૧૫૦ પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. ભાવમાં સૌથી મોટો ઉછાળો પિસ્તામાં જોવા મળ્યો છે; સપ્ટેમ્બર મહિનામાં જે પિસ્તા રૂ.૧,૨૦૦ પ્રતિ કિલોના ભાવે વેચાતા હતા, તે હવે રૂ.૧,૮૦૦રૂ.૧,૯૦૦ પ્રતિ કિલોના ભાવે પહોંચી ગયા છે. ગ્રાહકોએ બદામ માટે પણ પ્રતિ કિલો રૂ.૩૦૦ વધુ ચૂકવવા પડી રહ્યા છે. કાજુના ભાવ પ્રતિ કિલો રૂ.૧,૦૦૦ થી વધીને રૂ.૧,૧૦૦ થયા છે અને અખરોટની ગિરીના ભાવ રૂ.૧,૩૫૦ થી વધીને રૂ.૧,૫૦૦ થયા છે. જીરું, ધાણા અને હળદરના વધતા ભાવ પણ કરિયાણાના કુલ બિલમાં વધારો કરી રહ્યા છે.
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
