તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
વેપારીઓના મોટા ખેલ રોકવા GSTમાં હવેથી ITCના આંકડા ફેરફાર થશે નહીં
પહેલા આંકડામાં ફેરફાર કરીને આઇટીસી વધુ લેવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું : નિયમ કરતાં વધુ આઈટીસી લેનારાઓને વિભાગ દ્વારા નોટિસ પણ ફટકારાતી હતી

નવી દિલ્હી,તા.૦૩: વેપારી દ્વારા માલની ખરીદી કરવામાં આવ્યા બાદ તે પેટે જીએસટીની ચુકવણી કરી દેવામાં આવે છે. ત્યારબાદ માલ વેચનાર વેપારી તેની વિગતો જીએસટીઆર-૧માં ભરતો હોય છે. આ વિગતોના આધારે જીએસટીઆર-રબીમાં વિગતો ઓટોમેટિક આવી જાય છે. તેવી જ રીતે જયારે વેપારી દ્વારા ૩બી રિટર્ન ભરવામાં આવે તો અન્ય આંકડામાં ફેરફાર કરવાની છૂટ યથાવત રહેશે. પરંતુ હવેથી આઇટીસી જે પણ દર્શાવવામાં આવી હશે તેમાં સુધારો થઈ શકશે નહીં.
જીએસટીનો કાયદો લાગુ કરવામાં આવ્યા બાદ અનેક સુધારા કરવામાં આવ્યા છે. તેમાં વેપારીઓને સૌથી વધુ તકલીફ આઇટીસી લેવામાં જ થઈ રહી છે, કારણ કે તેમાં કેટલાક વેપારીઓ નિયમ કરતાં વધુ આઇટીસી લેતા હોવાનું સમયાંતરે વિભાગના અધિકારીઓને ધ્યાને આવ્યું હતું. આ માટે વેપારીઓને નોટિસ પણ આપવામાં આવતી હોય છે. જયારે ૧ જુલાઇ, ૨૦૨૬થી એવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે કે વેપારી દ્વારા ભરવામાં આવતા જીએસટીઆર-૧ રિટર્નમાં જે વિગતો દર્શાવવામાં આવી હોય તે જ વિગતોના આધારે આઇટીસી સામેવાળા વેપારીને મળી શકશે. તેમાં પહેલાની માફક આંકડા ફેરફાર કરવાની સુવિધા ૧ જુલાઇથી કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવી છે. તેના કારણે આઈટીસીમાં કેટલાક વેપારીઓ આંકડામાં ફેરફાર કરીને મોટા ખેલ કરતા હતા તે હવેથી બંધ થવાની શક્યતા રહેલી છે. તેમજ આ નિર્ણયને કારણે સરકારને કેટલાક તત્ત્વો ચૂનો ચોપડતા હતા અથવા તો સરકારની નાની ભૂલનો મોટો ફાયદો ઉઠાવતા હતા તેવા ગોરખધંધા પણ આ નિયમને કારણે બંધ થવાનું જાણકારો કહી રહ્યા છે.
ભૂલો સુધારવા જીએસટીઆર-૧એનો ઉપયોગ કરવો પડશે
વેપારી દ્વારા માલનું વેચાણ કરવામાં આવે તો તેની વિગતો જીએસટીઆર-૧માં દર્શાવવામાં આવતી હોય છે. જીએસટીઆર-૧માં કોઇ ભૂલ હશે તો જીએસટીઆર-૧એમાં સુધારો કરી શકાશે. પરંતુ તેમાં પણ વેપારી દ્વારા જીએસટીમાં ૩બી રિટર્ન ફાઇલ કરતા પહેલા સુધારો કરી શકાશે. ત્યારબાદ કરવામાં આવેલો સુધારો માન્ય રાખવામાં આવશે નહીં, કારણ કે જીએસટીમાં ૩બી રિટર્ન ફાઇલ કરી દેવામાં આવ્યા બાદ જીએસટીઆર-૧એમાં પણ વેપારી સુધારો કરી શકશે નહીં. કારણ કે હવે મોટાભાગના ડેટા ઓટોપોપ્યુલેટે મળવાના હોવાથી વેપારીઓએ ખાસ ધ્યાન રાખવાની જરૂરી હોવાનું જાણકારો કહી રહ્યા છે.
વેપારીઓ પર આની
શું અસર થશે?
વેચાણ અને ખરીદીનો ડેટા રિટર્ન ફાઇલ કરતા પહેલાં જ પૂરેપૂરો સચોટ હોવો જરૂરી છે, પછીથી કંઈ થઈ શકશે નહીં. તેના કારણે વેપારી દ્વારા જ્યારે રિટર્ન ફાઇલ કરવામાં આવે ત્યારે તેમાં રજૂ કરવામાં આવતા તમામ આંકડાઓની પૂરતી ચકાસણી કરવાની રહેશે. આ ઉપરાંત જ્યારે રિટર્ન અપલોડ કરવામાં આવે તે પહેલા પણ તપાસ કરવામાં આવે તો જ સામેવાળા વેપારીએ ક્રેડિટ મેળવવામાંથી હાથ ધોવા નહીં પડે તેની પૂરતી તકેદારી રાખવામાં આવે તે પણ ખાસ જરૂરી છે, કારણ કે વેપારીએ કરેલી નાની ભૂલ સામેવાળા વેપારીએ આઇટીસીમાંથી હાથ ધોવા પડશે
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
