<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

વિશ્‍વમાં પ્રેસ ફીડમ ૨૫ વર્ષમાં સૌથી ખરાબ સ્‍થિતિએઃ ગ્‍લોબલ રેન્‍કિંગ ગગડયું

પ્રેસ ફ્રીડમ ઈન્‍ડેક્‍સમાં ૧૮૦ દેશોમાં ભારત ૧૫૭મા ક્રમે :વિશ્વના અડધા દેશોમાં મીડિયા સામે સરકારી સહિષ્‍ણુતા હદ બહાર ઘટી ગઈ, રાષ્ટ્રીય સુરક્ષાના નામે નિર્ભિક પત્રકારત્‍વને દબાવવાનું વધ્‍યું

 

પેરિસ,તા.૨: ફ્રાન્‍સમાં હેડક્‍વાર્ટર ધરાવતા મીડિયા સંગઠન રિપોર્ટર્સ  વિથાઉટ બોર્ડર્સ (આરએસએફ)ના વાર્ષિક અહેવાલમાં કહેવાયું કે દુનિયામાં પત્રકારત્‍વ સામે પડકારો અગાઉ ક્‍યારેય ન હતા  એટલા વધી ગયા છે. વિશ્વભરમાં પ્રેસ ફ્રીડમની પરિસ્‍થિતિ ગંભીર છે. મીડિયા સ્‍વતંત્રતા ૨૫ વર્ષમાં સૌથી ખરાબ સ્‍થિતિએ પહોંચી ગઈ છે. દુનિયાભરની સરકારો મીડિયાને એક નહીં તો બીજી રીતે ટાર્ગેટ કરે છે અને તેનું પ્રમાણ ચિતાજનક સ્‍તરે છે.

વર્લ્‍ડ પ્રેસ ફ્રીડમ ડે પહેલાં રજૂ થયેલા આરએસએફના ગ્‍લોબલ રેન્‍કિંગમાં ૧૮૦ દેશોમાં ભારત ૧૫૭મા ક્રમે રહ્યું હતું. એક જ વર્ષમાં ભારત પ્રેસ ફ્રીડમ ઈન્‍ડેક્ષમાં છ ક્રમ ગગડ્‍યું હતું. ગત વર્ષે ભારતનો ક્રમ ૧૫૧મો હતો. ૨૦૨૪માં પણ ભારતનો ક્રમ ૧૫૯મો હતો. આરએસએફના છેલ્‍લાં ત્રણ વર્ષના રેન્‍કિંગમાં ભારત ૧૫૦ની બહાર રહે છે. ભારત આ યાદીમાં પાકિસ્‍તાન (૧૫૩), પેલેસ્‍ટાઈન (૧૫૬), ભૂતાન (૧૫૦)ની આસપાસ રહ્યું હતું. ભારત પછીના ક્રમે અફઘાનિસ્‍તાન, ઈરાન, ચીન, ઉત્તર કોરિયા રહ્યા હતા. અમેરિકા પણ સાત સ્‍થાન ગગડીને ૬૪મા ક્રમે રહ્યું હતું. ૨૦૨૨થી અમેરિકા ૧૪ સ્‍થાન ગગડી ગયું છે. ટ્રમ્‍પની બીજી ટર્મ પછી પ્રથમ સ્‍થાને નોર્વે રહ્યું હતું. નેધર્લેન્‍ડ ! ઈસ્‍ટોનિયા, ડેનમાર્ક, સ્‍વીડન ટોપ-પમાં અમેરિકામાં પત્રકારો સામે વધારે પડકારો સર્જાયા છે. રેન્‍કિંગમાં સતત ૧૦મા વર્ષે સામેલ થયા હતા.

અહેવાલમાં નોંધવામાં આવ્‍યું હતું કે આખી દુનિયામાં પ્રેસ ફ્રીડમની સ્‍થિતિ કથળતી જાય છે. વિશ્વના અડધો અડધ દેશોમાં મીડિયા સામે સરકારોની સહિષ્‍ણુતા ઘટી ગઈ છે. અડધા દેશોમાં મીડિયાની સ્‍વતંત્રતા મુશ્‍કેલ સ્‍થિતિમાં છે.

૨૦૦૨માં દુનિયાની પાંચ ટકા વસતિ પ્રેસ ફ્રીડમ સારી હોય એવા દેશોમાં રહેતી હતી. હવે માત્ર એક ટકા વસતિ જ પ્રેસને પૂરતી મોકળાશ મળતી હોય એવા દેશોમાં રહે છે. એમાંથી ઘણાં દેશોમાં પ્રેસ ફ્રીડમને બેહદ મુશ્‍કેલ કેટેગરીમાં મૂકવામાં આવી છે.

દુનિયાભરની સરકારો જુદા જુદા કાયદાના બહાના બતાવીને કે નવા કાયદા બનાવીને મીડિયાનું સ્‍વાતંત્ર્ય જોખમમાં મૂકે છે. નિર્ભિક પત્રકારત્‍વ સામે સરકારો રાષ્ટ્રીય સુરક્ષાનું હથિયાર ઉગામે છે. આરએસએફના અહેવાલમાં ચિતા વ્‍યક્‍ત કરવામાં આવી હતી કે લોકશાહીથી ચૂંટાતી સરકારો પણ મીડિયા સામે કડક વલણ અપનાવતી હોવાથી પત્રકારો સામે સંઘર્ષો વધ્‍યા છે.

(10:33 AM IST)