તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ રાજઘાટ પર ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
વિજય ઘાટ જઈને લાલબહાદુર શાષાીના સાદગીપૂર્ણ જીવનને નમન કર્યુ : દેશભરમાં ‘સ્વચ્છતા એ સેવા' અને ૩૦ દિવસીય વિશેષ અભિયાનનો ઉત્સાહભેર પ્રારંભ

નવી દિલ્હી, તા.૨: સમગ્ર રાષ્ટ્રો દ્વારા અત્યંત શ્રદ્ધા અને ઉત્સાહ સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૭મી જન્મજયંતિ અને ભારતના પૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાષાીની ૧૨૨મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પવિત્ર અવસરે રાજધાની નવી દિલ્હીમાં આવેલા રાજઘાટ અને વિજય ઘાટ ખાતે દેશના સર્વોચ્ચ નેતાઓએ ઉપસ્થિત રહીને બંને મહાપુરુષોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે વિશેષ સર્વધર્મ પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો, ત્યારબાદ તેમણે વિજય ઘાટ જઈને લાલ બહાદુર શાષાીના સાદગીપૂર્ણ જીવનને નમન કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકળષ્ણન, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા તેમજ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા સહિતના અગ્રણીઓએ પણ મહાનુભાવોની સમાધિ પર ફૂલહાર અર્પણ કરી દેશની એકતા અને અહિંસાના માર્ગ પર ચાલવાનો દ્રઢ સંકલ્પ દોહરાવ્યો હતો.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગાંધી જયંતિની પૂર્વસંધ્યાએ આપેલા પોતાના વિશેષ સંદેશમાં વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, આજના અશાંત અને યુદ્ધગ્રસ્ત વિશ્વમાં મહાત્મા ગાંધીના શાંતિ અને અહિંસાના સંદેશાની પ્રાસંગિકતા પહેલા કરતા ઘણી વધારે વધી ગઈ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનવાના ભવ્ય લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે, જેમાં સર્વોદય એટલે કે દરેક નાગરિકના સર્વાંગી ઉત્થાનના ગાંધીવાદી મૂલ્યોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ સાથે વિપક્ષી નેતાઓ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ પણ રાજઘાટ પહોંચીને બાપુના વિચારોને આજના યુગમાં પણ એટલા જ પ્રાસંગિક ગણાવ્યા હતા.
આ રાષ્ટ્રીય પર્વને માત્ર શ્રદ્ધાંજલિ પૂરતો સીમિત ન રાખતા દેશભરમાં તેને જન-આંદોલન તરીકે સ્વચ્છતા એ સેવા અભિયાનના રૂપમાં મનાવવામાં આવી રહ્યો છે. હરિયાણા અને રાજસ્થાન સહિતના વિવિધ રાજ્યોમાં મુખ્યમંત્રીઓએ સક્રિયપણે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈને નાગરિકોને પોતાના પરિસરો અને શહેરો સ્વચ્છ રાખવા માટે પ્રેરિત કર્યા હતા. આ ઉપરાંત, કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડી દ્વારા ૨ ઓક્ટોબર ગાંધી જયંતિથી લઈને ૩૧ ઓક્ટોબર સરદાર પટેલની જન્મજયંતિ (રાષ્ટ્રીય એકતા દિવસ) સુધી આખા ૩૦ દિવસનું એક વિશેષ વ્યાપક સ્વચ્છતા અભિયાન ચલાવવાની સત્તાવાર હાકલ કરવામાં આવી છે, જેમાં શૈક્ષણિક સંસ્થાઓ, એનજીઓ અને આમ નાગરિકો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
