તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
UCCને રાષ્ટ્રપતિની મંજૂરીઃ મહિલાઓને સમાન હક
ઐતિહાસિક નિર્ણય ઉપર અંતિમ મહોર લાગી ગઇ : ગુજરાત વિધાનસભાએ પસાર કરેલા UCC બિલને રાષ્ટ્રપતિએ મંજુરી આપીઃ કાયદાના અમલ અર્થે સત્તાવાર ગેઝેટ પ્રસિધ્ધ

નવી દિલ્હી તા.૨: ગુજરાત રાજ્યમાં કાયદાકીય સમાનતા અને નાગરિક અધિકારોના રક્ષણની દિશામાં એક ઐતિહાસિક સીમાચિホ રૂપ નિર્ણય સામે આવ્યો છે. ગુજરાત વિધાનસભા દ્વારા અગાઉ સર્વાનુમતે પસાર કરવામાં આવેલા યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code - UCC) ના બિલને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સત્તાવાર રીતે મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી વિધેયક પર હસ્તાક્ષર થઈને આવ્યા બાદ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ અને કાયદા વિભાગ દ્વારા આ કાયદાના અમલીકરણ સંદર્ભે સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે.UCC હેઠળ લગ્ન, છૂટાછેડા, વારસાઈ અને સંપત્તિ સહિતના વ્યક્તિગત કાયદાઓમાં એકરૂપતા લાવવાની જોગવાઈ છે. બિલની જોગવાઈઓ અનુસાર સંપત્તિ અને વારસાઈમાં મહિલાઓને સમાન હક્ક આપવામાં આવ્યા છે, જ્યારે લિવ-ઈન સંબંધમાંથી જન્મેલા બાળકના પિતૃત્વ અને વારસાઈ હક્ક અંગે પણ જોગવાઈ કરવામાં આવી છે.
ગુજરાતમાં UCC લાગુ કરવામાં આવ્યું હોવાની પુષ્ટિ કેન્દ્ર સરકારે પણ કરી છે અને આદિવાસી સમુદાયોને UCCના દાયરાથી બહાર રાખવા માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી હોવાનું કેન્દ્ર સરકારના જણાવવામાં આવ્યું છેઆ સાથે હવે સંપત્તિ વારસાઈમાં મહિલાઓને સમાન હક મળશે
રાજ્ય સરકારે ઉચ્ચ ન્યાયાલયના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતા હેઠળ રચાયેલી સમિતિના અહેવાલ અને લોકભિપ્રાયના આધારે વિધાનસભા ગૃહમાં યુસીસી વિધેયક પસાર કર્યું હતું. બંધારણીય જોગવાઈઓ અનુસાર, રાજ્યપાલ મારફતે આ વિધેયક રાષ્ટ્રપતિની વિચારણા અને મંજૂરી અર્થે નવી દિલ્હી મોકલવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ભવન દ્વારા કાયદાકીય અને બંધારણીય પાસાંઓની ઊંડાણપૂર્વક સમીક્ષા કર્યા બાદ આખરી સ્વીકૃતિની મહોર લગાવી દેવામાં આવી છે, જેનાથી આ વિધેયક હવે પૂર્ણપણે કાયદાનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે
રાષ્ટ્રપતિની સૈદ્ધાંતિક મંજૂરી મળવાની સાથે જ ગુજરાત સરકારે અસાધારણ ગેઝેટ પ્રસિદ્ધ કરીને સમગ્ર રાજ્યમાં તેના અમલીકરણની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ગેઝેટમાં પ્રસિદ્ધિ થતાંની સાથે જ હવે રાજ્ય સરકાર દ્વારા આ કાયદાના નિયમ (Rules) અને પેટા-નિયમો ઘડવાની તેમજ વહીવટી તંત્રને સજ્જ કરવાની પ્રક્રિયા આગળ ધપાવવામાં આવશે.
આ કાયદાના અમલથી રાજ્યમાં ધર્મ, જાતિ કે પંથના ભેદભાવ વગર તમામ નાગરિકો માટે લગ્ન નોંધણી, છૂટાછેડા, ભરણપોષણ, વારસાગત મિલકતના હક્કો તેમજ દત્તક વિધાન સંબંધિત નિયમોમાં એકસૂત્રતા આવશે. ઉત્તરાખંડ બાદ સમાન નાગરિક સંહિતાને આખરી ઓપ આપીને કાયદેસર રીતે ગેઝેટમાં પ્રસિદ્ધ કરનાર ગુજરાત દેશનું મોખરાનું રાજ્ય બન્યું છે. સરકાર દ્વારા ટૂંક સમયમાં પોર્ટલ અને સ્થાનિક નોંધણી કેન્દ્રો મારફતે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
