<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

પ્રેમાનંદ મહારાજની અપીલઃ મને ભૂલી શ્રીજીમાં લીન થાઓ, હું શબ્‍દ વગર પણ તમારી સાથે જ છું

નાદુરસ્‍ત તબિયત વચ્‍ચે ભક્‍તોને ભાવુક વિનંતીઃ આધ્‍યાત્‍મિક જોડાણ પર ભાર મૂકી ચિંતા છોડવા આહવાન

વળંદાવન, તા.૨૫: છેલ્લા નવ દિવસથી નાદુરસ્‍ત તબિયત સામે ઝઝૂમી રહેલા પૂજ્‍ય પ્રેમાનંદ મહારાજે તેમના લાખો અનુયાયીઓ માટે એક અત્‍યંત મર્મસ્‍પર્શી સંદેશ જાહેર કર્યો છે. પોતાની શારીરિક પીડાને ગૌણ ગણીને તેમણે ભક્‍તોને સાંત્‍વના આપતા જણાવ્‍યું કે, અમે તમને બધાને અપાર પ્રેમ કરીએ છીએ. ભલે આપણે રૂબરૂ મળીએ કે ન મળીએ, અથવા વાતો કરીએ કે ન કરીએ, પણ અમારો તોહ સદાય તમારી સાથે રહેશે. મહારાજની આ અપીલ પાછળનો હેતુ ભક્‍તોમાં વ્‍યાપેલી ગભરાટને દૂર કરી તેમને મક્કમ રાખવાનો છે.

મહારાજે સ્‍પષ્ટ શબ્‍દોમાં સૂચના આપી છે કે ભક્‍તોએ તેમની તબિયતને લઈને ચિંતા કરવાને બદલે પોતાનું ચિત્ત શ્રીજી (રાધારાણી) ના ચરણોમાં પરોવવું જોઈએ. તેમણે કહ્યું કે, મને ભૂલી જાઓ અને માત્ર શ્રીજીનું ધ્‍યાન ધરો. જો તમે પ્રભુના સ્‍મરણમાં હશો, તો હું કોઈ પણ શબ્‍દ વિના તમારા મનમાં જીવંત રહીશ. આ સંદેશ દ્વારા તેમણે ભૌતિક દેહ કરતાં ગુરુના તત્ત્વ અને આધ્‍યાત્‍મિક ઉર્જા સાથે જોડાવાની શીખ આપી છે, જે ભક્‍તો માટે અત્‍યંત પ્રેરણાદાયી સાબિત થઈ રહી છે.

વળંદાવનમાં છેલ્લા નવ દિવસથી મહારાજની આંતરિક યાત્રા અને મૌન સાધના ચાલી રહી છે, જે દરમિયાન તેમણે આત્‍મિક બળનો પરિચય આપ્‍યો છે. તેમણે ભક્‍તોને હિંમત આપતા ઉમેર્યું કે ભવિષ્‍યમાં પરિસ્‍થિતિ કેવી હશે તેની ચિંતા છોડીને વર્તમાનમાં ભક્‍તિમય રહેવું જોઈએ. મહારાજની આ અપીલ બાદ આખું વળંદાવન અને દેશ-વિદેશમાં વસતા તેમના અનુયાયીઓ હવે ભારે હૈયે પણ શ્રદ્ધા સાથે શ્રીજીની આરાધનામાં લીન થયા છે.

(3:44 PM IST)