તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
બંગાળમાં ચૂંટણી પછી હિંસાઃ બે ભાજપ - એક ટીએમસી કાર્યકર્તાનું મોત
રાજ્યના અનેક ભાગોમાં તોડફોડ અને આગચંપીની ઘટનાઓ નોંધાઈ

કોલકાતા તા.૬: ચૂંટણી પરિણામો પછી બંગાળમાં ફાટી નીકળેલી હિસામાં મંગળવારે અલગ અલગ ઘટનાઓમાં બે ભાજપ અને એક તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓનું મોત થયું હતું. ન્યુ ટાઉન વિસ્તારમાં ટીએમસી સમર્થકો દ્વારા કથિત રીતે માર મારવામાં આવતા ભાજપ કાર્યકર્તા મધુ મંડલનું મૃત્યુ થયું હતું.
ભાજપ વિજય સરઘસ દરમિયાન થયેલી દલીલ બાદ તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના બાદ, ભાજપના સમર્થકોએ વિસ્તારમાં ટીએમસી કાર્યકર્તાઓના ઘરો પર હુમલો કર્યો હતો અને રસ્તાઓ બ્લોક કર્યા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કેન્દ્રીય દળો તૈનાત કરવા પડ્યા હતા.
આ દરમિયાન, બીરભૂમ જિલ્લાના નાનૂરમાં ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ટીએમસી કાર્યકર્તા અબીર શેખની કથિત રીતે હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સંતોષપુર ગામમાં એક વિવાદ દરમિયાન તેમના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો.
નાનૂરના ટીએમસી ધારાસભ્ય વિધાન માઝીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપના ગુંડાઓએ આ હત્યા કરી હતી, જ્યારે ભાજપના નેતા શ્યામપદ મંડલે આરોપોને નકારી કાઢ્યા હતા અને નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી. વધુમાં, હાવડાના ઉદય નારાયણપુરમાં બીજેપીના અન્ય કાર્યકર યાદવ બારનું મૃત્યુ થયું હતું. તેમની પત્નીએ આરોપ લગાવ્યો હતો કે ૅજય શ્રી રામૅ ના નારા લગાવવા અને ગુલાલ રમવા બદલ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
રાજ્યના ઘણા ભાગોમાં તોડફોડ અને હિસાના બનાવો પણ બન્યા હતા. ટોલીગંજના વિજયગઢ-નેતાજી નગર વિસ્તારમાં પૂર્વ મંત્રી અરૂપ બિશ્વાસના ચૂંટણી કાર્યાલયમાં ટોળાએ તોડફોડ કરી હતી. શહેરના રૂબી ક્રોસિગ ખાતે ટીએમસી કાઉન્સિલરની ઓફિસ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. વધુમાં, હાવડા, ઉત્તર ૨૪ પરગણા અને મુર્શિદાબાદ સહિત અનેક જિલ્લાઓમાં પાર્ટી કાર્યાલયો પર આગચંપી અને હુમલાના અહેવાલો છે, જોકે આની પુષ્ટિ થઈ નથી.
તૃણમૂલ કોંગ્રેસે ભાજપ પર હિસાનું આયોજન કરવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે ભાજપે આ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે, અને કહ્યું છે કે આ તૃણમૂલ કોંગ્રેસની અંદરના જૂથબંધીનું પરિણામ હોઈ શકે છે. ચૂંટણી પંચે આ ઘટનાઓ પર કડક વલણ અપનાવ્યું છે, સ્થાનિક પોલીસ પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાનું વચન આપ્યું છે.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
