<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

ગુજરાતમાં ૧ જૂનથી વસ્‍તી ગણતરીઃ કયા-કયા પ્રશ્નો પૂછાશે?

સરકાર દ્વારા આ સમગ્ર પ્રક્રિયાને સંપૂર્ણ ડિજિટલ બનાવવા માટે મોબાઇલ એપ્‍લિકેશન, CMMS પોર્ટલ અને જિયો-ટેગિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે

નવી દિલ્‍હી તા.૭: ગુજરાતમાં આગામી ૧ જૂન, ૨૦૨૬થી રાજ્‍યવ્‍યાપી વસ્‍તી ગણતરી અને હાઉસ લિસ્‍ટિંગ કામગીરીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. વાસ્‍તવમાં રાજ્‍ય સરકાર દ્વારા આ સમગ્ર પ્રક્રિયાને વધુ આધુનિક અને પારદર્શક બનાવવા માટે આ વખતે ડિજિટલ ટેકનોલોજીનો વ્‍યાપક ઉપયોગ કરવામાં આવશે. ૩૦ જૂન, ૨૦૨૬ સુધી ચાલનારી આ કામગીરી દરમિયાન ગણતરીકારો ઘર-ઘરે જઈને પરિવાર સંબંધિત મહત્‍વપૂર્ણ માહિતી એકત્રિત કરશે.

આ વખતે સૌથી ખાસ બાબત એ છે કે, નાગરિકોને ‘‘સેલ્‍ફ એન્‍યુમેરેશન''ની સુવિધા પણ આપવામાં આવી છે. એટલે કે, લોકો ૧૭ મેથી ૩૧ મે દરમિયાન ઓનલાઈન પોતાની માહિતી સ્‍વયં નોંધાવી શકશે. જો કોઈ પરિવાર પહેલેથી જ માહિતી ઓનલાઈન ભરી દેશે, તો પછી ગણતરીકાર માત્ર તે વિગતોની પુષ્ટિ કરશે

સરકાર દ્વારા આ સમગ્ર પ્રક્રિયાને સંપૂર્ણ ડિજિટલ બનાવવા માટે મોબાઇલ એપ્‍લિકેશન, ઘ્‍પ્‍પ્‍લ્‍ પોર્ટલ અને જિયો-ટેગિગ ટેક્રોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. દરેક ઘરને ડિજિટલ નકશામાં ‘ડિજી ડોટ' તરીકે ચિホતિ કરવામાં આવશે, જેથી ભવિષ્‍યમાં શહેરી આયોજન, આપત્તિ વ્‍યવસ્‍થાપન અને સરકારી યોજનાઓના અમલમાં વધુ ચોકસાઈ આવી શકે

આ કામગીરી માટે રાજ્‍ય, જિલ્‍લા અને તાલુકા સ્‍તરે અલગથી બજેટ ફાળવવામાં આવ્‍યું છે. સાથે જ ગણતરીકારો અને સુપરવાઈઝરોને વિશેષ તાલીમ પણ આપવામાં આવશે. દેશભરમાં હજારો ટ્રેનર્સ લાખો કર્મચારીઓને તાલીમ આપશે જેથી માહિતી સચોટ અને ઝડપથી એકત્રિત થઈ શકે.

વસ્‍તી ગણતરી દરમિયાન પરિવારોને આશરે ૩૩ મહત્‍વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપવા પડશે. તેમાં ઘરની સ્‍થિતિ, પરિવારના સભ્‍યોની સંખ્‍યા, પીવાના પાણીની સુવિધા, વીજળી, ગેસ કનેક્‍શન, ઇન્‍ટરનેટ, વાહનો, મોબાઇલ, કમ્‍પ્‍યુટર જેવી સુવિધાઓ ઉપરાંત સામાજિક અને આર્થિક વિગતોનો પણ સમાવેશ થશે. આ નવી ડિજિટલ વ્‍યવસ્‍થાથી સરકારને રાજ્‍યમાં વસવાટ, સ્‍થળાંતર, શહેરી વિકાસ અને નાગરિક સુવિધાઓ અંગે વધુ સચોટ માહિતી મળશે. સાથે જ મતદાર યાદીમાં ડુપ્‍લિકેટ નામો દૂર કરવા અને સરકારી યોજનાઓનો લાભ યોગ્‍ય લોકો સુધી પહોંચાડવામાં પણ મદદ મળશે.

તમને કયા ૩૩ પ્રશ્નો પૂછવામાં આવશે?

* મકાન નંબર અથવા વસ્‍તી ગણતરી નંબર

* ઘર નંબર

ઘરની મુખ્‍ય ફલોરિંગ (માળ) સામગ્રી (જેમ કે સિમેન્‍ટ, ગ્રેનાઈટ કે માર્બલ)

* ઘરની દિવાલની સામગ્રી

* ઘરની છતની સામગ્રી

* ઘરનો ઉપયોગ કયા હેતુથી થાય છે

* ઘરની વર્તમાન સ્‍થિતિ

* પરિવારના સભ્‍યોની કુલ સંખ્‍યા

* પરિવારના વડાનું નામ

* પરિવારના વડાનું લિગ

* જાતિ (સામાન્‍ય, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અથવા OBC)

* ઘરની માલિકીની સ્‍થિતિ (પોતાનું છે કે ભાડાનું)

* ઘરમાં રહેલા રૂમની કુલ સંખ્‍યા

* પરિવારમાં પરિણીત યુગલોની સંખ્‍યા

* પીવાના પાણીનો મુખ્‍યસ્ત્રોત

* પીવાના પાણીની ઉપલબ્‍ધતા (ઘરમાં જ છે કે બહાર)

* વીજળીનો મુખ્‍યસ્ત્રોત

* શૌચાલયની ઉપલબ્‍ધતા

* શૌચાલયનો પ્રકાર

* ગટર અને ગંદા પાણીના નિકાલની વ્‍યવસ્‍થા

* બાથરૂમની ઉપલબ્‍ધતા

* ઘરમાં ગેસ કનેક્‍શન છે કે નહીં?

* રસોઈ બનાવવા માટેનું મુખ્‍ય બળતણ

* રેડિયો અથવા ટ્રાન્‍ઝિસ્‍ટરની ઉપલબ્‍ધતા

* ટીવીની ઉપલબ્‍ધતા

* ઇન્‍ટરનેટ કનેક્‍શન (એક્‍સેસ) છે કે નહીં

* લેપટોપ અથવા કમ્‍પ્‍યુટર

* સામાન્‍ય ટેલિફોન

* મોબાઇલ અથવા સ્‍માર્ટફોન

* સાયકલ, સ્‍કૂટર અથવા મોટરસાઇકલ

* કાર, જીપ અથવા વાન

* ખોરાકમાં વપરાતું મુખ્‍ય અનાજ

* સંપર્ક માટે તમારો મોબાઇલ નંબર

(10:24 AM IST)