તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
સૌથી મોટા બ્રેસ્ટના કારણે લોકપ્રિયતા મળી પણ કોઈ લગ્ન કરવા તૈયાર નથી
બ્રિટનની મહિલાને થઈ વિચિત્ર બીમારી

સ્કોટલેન્ડ તા.૨: સ્કોટલેન્ડની રહેવાસી ૨૮ વર્ષિય સમર રોબર્ટ હાલમાં પોતાની પર્સનલ લાઈફને લઈ ખૂબ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવતી સમરનો દાવો છે કે, તેના બ્રેસ્ટ બ્રિટનમાં સૌથી મોટા છે. જો કે તેનું કહેવું છે કે આ વાત તેની ઓળખ બનાવવાની સાથે સાથે તેની લવ લાઈફની સૌથી મોટી સમસ્યા પણ બની ગઈ છે.
સમરના જણાવ્યા અનુસાર, જ્યારે પણ તે કોઈ નવા વ્યક્તિને મળે છે, શરૂઆતમાં બધું જ સામાન્ય લાગે છે. પણ મુલાકાત બાદ મોટા ભાગના પુરુષોનો વ્યવહાર બદલાઈ જાય છે અને તેમનું ધ્યાન તેના વ્યક્તિત્વ અથવા વિચારોની જગ્યાએ ખાલી તેની શારીરિક બનાવટ પર કેન્દ્રિત થઈ જાય છે. આ જ કારણ છે કે હજુ સુધી તેનો સંબંધ બંધાયો નથી.
સમર રોબર્ટ મેક્રોમેસ્ટિયા નામની એક દુર્લભ ચિકિત્સકીય સ્થિતિથી પીડિત છે. આ બીમારીમાં બ્રેસ્ટનો આકાર અસામાન્ય રીતે વધતો જાય છે. તેમણે જણાવ્યું કે, તેના બ્રેસ્ટની સાઈઝ ૩૦લ્ છે, જે સામાન્યથી ખૂબ મોટા છે. તેણે સ્વીકાર કર્યો છે કે, શરૂઆતમાં આ સ્થિતિનો સ્વીકાર કરવો સરળ નહોતો. એક સમયે એવો પણ આવ્યો જ્યારે તેણે બ્રેસ્ટ રિડક્શન સર્જરી કરાવવા પર ગંભીરતાથી વિચાર કર્યો. જો કે સમય સાથે તેણે પોતાના શરીરને સ્વીકારવાનું શરૂ કરી દીધું.
સમર સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે અને તેને ઇન્સ્ટાગ્રામ પર ત્રણ લાખથી વધારે ફોલોઅર્સ છે. તે હંમેશા પોતાની જિદગી, ફેશન અને રોજિદા અનુભવ શેર કરતી રહે છે. લોકપ્રિયતા મળવા છતાં તેનું કહેવું છે કે, પર્સનલ લાઈફમાં તેને કેટલાય પડકારોનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ડેટિગ દરમ્યાન વારંવાર તેને નિરાશા હાથમાં આવે છે.
ડેટિગમાં બદલાઈ જાય છે લોકોનો વ્યવહાર સમરે જણાવ્યું કે, ઓનલાઈન વાતચીત દરમ્યાન સામેવાળા વ્યક્તિ સામાન્ય વ્યવહાર કરે છે. પણ આમને-સામને મળ્યા બાદ સ્થિતિ બદલાઈ જાય છે. તેમના જણાવ્યા અનુસાર, કેટલાય પુરુષો વાતચીતને તરત જ શારીરિક આકર્ષણ તરફ લઈ જવાની કોશિશ કરે છે. તેનાથી એ સમજવું મુશ્કેલ થઈ જાય છે કે, સામેવાળા વ્યક્તિ વાસ્તવમાં તેને જાણવા માગે છે કે ખાલી તેના શારીરિક બનાવટમાં રસ ધરાવે છે.
સમરનું કહેવું છે કે ડેટિગ દરમ્યાન તેને સૌથી વધારે મુશ્કેલી એ વાતથી થાય છે કે લોકો તેના વ્યક્તિત્વ, રુચિ અને વિચારની જગ્યાએ ખાલી તેની બોડી પર ટિપ્પણી કરે છે. તેમણે કહ્યું કે, ઘણી વાર તો તેને એવો અનુભવ થાય છે કે, અમુક લોકો તેને માણસ તરીકે નહીં પણ ખાલી તેના શારીરિક રૂપના આધાર પર જુએ છે. તેનાથી કોઈ પણ સંબંધની શરૂઆત સન્માન અને વિશ્વાસ સાથે થઈ શકતી નથી.
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
