<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

માસિક આવકનો મોટો હિસ્‍સો GST ટેક્‍સ ચૂકવવામાં ખર્ચતા ગરીબો

આવકવેરો માત્ર ત્રણથી ચાર ટકા લોકો ભરે છે, પરંતુ જીએસટીનો બોજ ૧૦૦ ટકા લોકોને માથે

નવી દિલ્‍હી,તા.૨૯: ભારતમાં પહેલી જુલાઈ ૨૦૧૭ની મધરાતથી ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સની વ્‍યવસ્‍થા અમલમાં મૂકવામાં આવી ત્‍યારથી દેશના ગરીબોની આવકનો મોટો હિસ્‍સો ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ ભરવામાં જ ખર્ચાઈ જાય છે. ગરીબોની આવકના પ્રમાણમાં જીએસટીનો બોજો વધારે હોવાનું તારણ નીકળી રહ્યું છે. રોજબરોજના વપરાશની ચીજવસ્‍તુઓ પર શૂન્‍ય ટકા કે પછી પાંચ ટકા જ જીએસટી હોવા છતાંય તેમની કુલ આવકનો મોટો હિસ્‍સો જીએસટી પેટે જ ખર્ચાઈ જાય છે.

ગરીબોએ વધુ જીએસટી ભરવો પડી રહ્યો છે કારણ કે ચીજવસ્‍તુઓના વપરાશના વેરાનો બોજ સીધો તેમને માથે જ આવી રહ્યો છે. ૨૦૨૬-૨૭ના બજેટમાં મોટાભાગની ચીજવસ્‍તુઓ પરનો ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ ઘટાડી દેવામાં આવ્‍યો છે. ૨૮ ટકા જીએસટીનો સ્‍લેબ કાઢી નાખવામાં આવ્‍યો છે. તેમ જ ૫ અને ૧૮ ટકા જીએસટીનો સ્‍લેબ ચાલુ રાખવામાં આવ્‍યો છે. જોકે અત્‍યંત લક્‍ઝરી આઈટેમની કેટેગરીમાં આવતી ગણતરીની વસ્‍તુઓ પર ૪૦ ટકા જીએસટી વસૂલવાનું ચાલુ રાખવામાં આવ્‍યું છે. ૨૨મી સપ્‍ટેમ્‍બર ૨૦૨૫ પછી અનાજ, ડેરીના ઉત્‍પાદનો અને અન્‍ય આવશ્‍યક વસ્‍તુઓ પર ૫ ટકા જીએસટી વસૂલવામાં આવી રહ્યો છે.

ભારતમાં ઈન્‍કમટેક્‍સ માત્ર ૩થી ૪ ટકા લોકો જ ભરે છે. પરંતુ જીએસટી ભરવાની જવાબદારી સો ટકા લોકોને માથે આવી રહી છે. તેથી જ તેમની માસિક આવકનો મોટો હિસ્‍સો જીએસટી ચૂકવવામાં જ ખર્ચાઈ જતો હોવાનું જોવા મળે છે. એક શ્રીમંત વ્‍યક્‍તિ પારલેના  બિસ્‍કિટ ખરીદવા માટે જેટલો જીએસટી ચૂકવે છે તેટલો જ જીએસટી પારલેના બિસ્‍કિટ ખરીદવા માટે ગરીબ વ્‍યક્‍તિ વેરાનો બોજ વધી જાય છે. પણ ચૂકવે જ છે. તેથી તેમની માસિક આવકના પ્રમાણમાં તેમના માથા પરનો તેમની આવકના પ્રમાણમાં ભારતના મધ્‍યમ વર્ગ પર જીએસટીનો બોજ પ્રમાણમાં ઓછો આવતો હોવાનું લંડન સ્‍કૂલ ઓફ ઈકોનોમિક્‍સના નિષ્‍ણાતોનું કહેવું છે.

ગરીબ પરિવારના સભ્‍યોમાં મદિરાપાન કરવાની કુટેવ હોવાથી પણ તેમને માથે વેટના પેમેન્‍ટનો વધુ બોજ આવતો હોવાનું જોવા મળે છે.

(10:02 AM IST)