તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Friday, 6th November 2026
દિલ્લી-NCRમાં ફરીવાર પ્રદૂષણનું સ્તર ભયજનક સપાટીએ પહોંચ્યું : 9 વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 400ને પાર
રોહિણી વિસ્તારમાં સૌથી વધુ 473 AQI નોંધાયો:આર.કે. પુરમમાં 441 અને અલીપુર તથા સોનિયા વિહારમાં 435 AQI નોંધાયો

નવી દિલ્હી :દિલ્લી-NCRમાં ફરી એકવાર હવાની ગુણવત્તા અત્યંત ખરાબ થઈ છે અને પ્રદૂષણનું સ્તર ભયજનક સપાટીએ પહોંચ્યું છે. દિલ્લી-NCRના 9 વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 400ને પાર નોંધાયો છે. રોહિણી વિસ્તારમાં સૌથી વધુ 473 AQI નોંધાયો છે, જ્યારે આર.કે. પુરમમાં 441 અને અલીપુર તથા સોનિયા વિહારમાં 435 AQI નોંધાયો છે. નોઈડા અને ગુરુગ્રામમાં પણ હવાની ગુણવત્તા અતિ ખરાબ સ્થિતિમાં છે. પ્રદૂષણના કારણે દિલ્લી-NCRના અનેક વિસ્તારોમાં ભારે ધુમ્મસ છવાયું છે. આગામી દિવસોમાં ઠંડી વધવાની સાથે પ્રદૂષણનું સ્તર પણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઝેરી હવાના કારણે શ્વાસ સંબંધિત તકલીફો સહિત લોકોના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
