તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદી હુમલાને લઈને રાજકારણ ગરમાયું: ફારુક અબ્દુલ્લાના નિવેદન પર ભાજપનો પલટવાર, અબ્દુલ્લાએ હુમલાના સમય પર ઉઠાવ્યા ગંભીર સવાલો!
રાજ્યના દરજ્જાની માંગ સાથે આતંકી હુમલાના કનેક્શન પર ફારુક અબ્દુલ્લાએ માંગી ઉચ્ચ સ્તરીય તપાસ; ભાજપ નેતા રવિન્દર રૈનાએ નિવેદનને ગણાવ્યું દુર્ભાગ્યપૂર્ણ અને વિવાદાસ્પદ

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં નિર્દોષ અને બહારથી રોજીરોટી કમાવવા આવેલા બે સ્થળાંતર કામદારોની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલી હત્યા બાદ ઘાટીમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ આ આતંકી હુમલાના સમય પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે શંકા વ્યક્ત કરી છે કે જ્યારે-જ્યારે જમ્મુ-કાશ્મીરને ફરીથી પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ જોર પકડે છે, ત્યારે જ આવી અસુરક્ષિત અને હચમચાવી નાખતી ઘટનાઓ કેમ બને છે?
ફારુક અબ્દુલ્લા અને નાયબ મુખ્યમંત્રીની પ્રતિક્રિયા
પત્રકારો સાથે વાતચીત કરતા ફારુક અબ્દુલ્લાએ આ ઘટનાની વિગતવાર અને નિષ્પક્ષ તપાસ કરાવવાની માંગ કરી છે જેથી અસલી ગુનેગારો બેનકાબ થઈ શકે. બીજી તરફ, જમ્મુ-કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી સુરિન્દર ચૌધરીએ પણ આ ઘટના પર ઘણું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે કલમ ૩૭૦ નાબૂદ થયા બાદ આતંકવાદનો સંપૂર્ણથિ સફાયો થઈ જશે તેવા કેન્દ્ર સરકારના દાવાઓની પોલ હવે ખુલી રહી છે અને વારંવાર નિર્દોષ મજૂરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેનાથી જનતામાં ભારે રોષ છે.
ભાજપનો તીખો પ્રહાર: 'આવા સમયે રાજકારણ ન કરવું જોઈએ'
ફારુક અબ્દુલ્લાના આ નિવેદન સામે ભારતીય જનતા પાર્ટી (BJP) આક્રમક મુદ્રામાં આવી ગઈ છે. ભાજપના વરિષ્ઠ નેતા રવિન્દર રૈનાએ ફારુક અબ્દુલ્લાના આ નિવેદનને અત્યંત વિવાદાસ્પદ અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. તેમણે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે જ્યારે આતંકવાદીઓ નિર્દોષ મજૂરોની ક્રૂરતાપૂર્વક હત્યા કરતા હોય, ત્યારે દેશના તમામ રાજકીય નેતાઓએ ભેગા મળીને આતંકવાદ સામે એક થવું જોઈએ, નહીં કે આવા કાલ્પનિક નિવેદનો આપીને ગુનેગારોને બચાવવા કે જનતામાં ભ્રમણા ફેલાવવી જોઈએ.
(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
