તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th July 2026
જમ્મુમાં તાવી નદીની વચ્ચે ફસાયેલા ત્રણ સ્થાનિક યુવાનોનું પોલીસ અને NDRFના જાંબાઝ જવાનોએ કર્યું દિલધડક રેસ્ક્યુ
ઘટનાની જાણ થતાં જ જમ્મુ પોલીસ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમોએ સંયુક્ત રીતે મોરચો સંભાળી તાત્કાલિક દિલધડક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું

જમ્મુ અને કાશ્મીરના જમ્મુમાં તાવી નદીના જળસ્તરમાં અચાનક થયેલા વધારાને કારણે ત્રણ સ્થાનિક યુવાનો નદીની વચ્ચે ફસાઈ ગયા હતા. નદીમાં પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે યુવાનો કિનારા સુધી પહોંચી શક્યા ન હતા. આ ઘટનાની જાણ થતાં જ જમ્મુ પોલીસ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમોએ સંયુક્ત રીતે મોરચો સંભાળી તાત્કાલિક દિલધડક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું.ઘટનાસ્થળેથી સામે આવેલા વિઝ્યુઅલ્સમાં બચાવ ટુકડીના જવાનો આધુનિક સાધનો, બોટ અને દોરડાની મદદથી પૂરના ધસમસતા પ્રવાહ વચ્ચે નદીની મધ્યમાં પહોંચવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. ભારે જહેમત બાદ પોલીસ અને NDRF ના જાંબાઝ જવાનોએ ત્રણેય યુવાનોને નદીની વચ્ચેથી સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા.
(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
