News of Sunday, 19th July 2026
હૈદરાબાદના તળાવમાંથી મળી આવેલી મહિલા સોફ્ટવેર એન્જિનિયર તેજસ્વિનીના મોત કેસમાં પોલીસને મળેલા સીસીટીવી ફૂટેજમાં મોટો ધડાકો: નિર્વસ્ત્ર હાલતમાં મંદિરમાં પ્રવેશી મૂર્તિ સાથે તળાવમાં કૂદી ગઈ હતી: તેના ફ્લેટનું લાખો રૂપિયા ભાડું અને શંકાસ્પદ નાણાકીય લેવડદેવડના એંગલથી પોલીસે આ યુવતીની માતાની પણ સઘન પૂછપરછ શરૂ કરી

તેલંગાણા: હૈદરાબાદમાં પીરઝાદીગુડાના એક તળાવમાંથી મળી આવેલી મહિલા સોફ્ટવેર એન્જિનિયર તેજસ્વિનીની લાશના મામલામાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
મેડિપલ્લી પોલીસની પ્રાથમિક તપાસમાં મળેલા એક સ્થાનિક મંદિરના સીસીટીવી ફૂટેજમાં રહસ્યમય કડીઓ સામે આવી છે.
આ ફૂટેજમાં તેજસ્વિની નિર્વસ્ત્ર હાલતમાં મંદિરમાં પ્રવેશતી જોવા મળી હતી. તેણે મંદિરમાં જઈને અણ્માવારુ ની મૂર્તિ ઉઠાવી લીધી અને તેને પોતાની સાથે લઈને તળાવ તરફ ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તે મૂર્તિ સાથે જ તળાવમાં કૂદી ગઈ હતી અને ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું.
પોલીસ હાલ તળાવમાંથી એ મૂર્તિ શોધવાનો પ્રયાસ કરી રહી છે. તપાસ દરમિયાન તેની લાઈફસ્ટાઈલ અંગે પણ આશ્ચર્યજનક બાબતો સામે આવી છે. તે જે એપાર્ટમેન્ટના ફ્લેટમાં ભાડેથી રહેતી હતી તેનું ભાડું દૈનિક ૩૫૦૦ રૂપિયા લેખે મહિનાનું ૧ લાખ રૂપિયાથી પણ વધુ ચૂકવતી હતી.
તેના એપાર્ટમેન્ટની ઉપરના બે માળ પર એક લોજ ચાલતી હતી જ્યાં અજાણ્યા લોકોની અવરજવર રહેતી હતી.
પોલીસે ડેથ ડિક્લેરેશન, આર્થિક વ્યવહારો અને બ્લેકમેલિંગ સહિતના તમામ એન્ગલથી તપાસ તેજ કરી છે અને તેની માતા અરુણાની પણ પૂછપરછ હાથ ધરી છે.
(2:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
