News of Tuesday, 5th May 2026
સ્પેનના બાર્સેલોનામાં ચાકુ વડે હુમલો કરી યુવતીની હત્યા કરનાર આરોપીને પોલીસે ભરચક રસ્તા પર ફિલ્મી ઢબે ઘેરી લઈને ઝડપી પાડ્યો
હત્યા બાદ હાથમાં ચાકુ અને બેગ લઈને રસ્તા પર ફરતા આરોપીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, પોલીસે બંદૂક તાકી ગોળી મારવાની ચેતવણી આપી શરણાગતિ સ્વીકારાવી, વધુ દુર્ઘટના ટળી

બાર્સેલોના, તા. 5 : સ્પેનના બાર્સેલોના શહેરમાં ચાકુ વડે હુમલો કરી એક યુવતીની હત્યા કરવાના મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી હાથમાં ચાકુ લઈને રસ્તા પર ફરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આરોપીએ બાર્સેલોનામાં એક યુવતી પર ચાકુ વડે હુમલો કરી તેની હત્યા કરી હતી. હત્યા બાદ આરોપી હાથમાં ચાકુ અને બેગ લઈને રસ્તા પર ફરતો જોવા મળ્યો હતો. સ્થાનિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને રસ્તા પર ઘેરી લીધો હતો.
વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ કર્મચારીઓએ બંદૂક તાકીને આરોપીને ચાકુ નીચે મૂકવાની ચેતવણી આપી હતી. બાદમાં પોલીસે સફળતાપૂર્વક આરોપીની ધરપકડ કરી લીધી હતી. હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને હત્યાનું કારણ જાણવા માટે પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ ઘટનાથી બાર્સેલોનામાં ભયનો માહોલ ફેલાયો હતો, પરંતુ પોલીસની ત્વરિત કાર્યવાહીથી વધુ મોટી દુર્ઘટના ટળી હતી.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
