તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
PoJK માં પાકિસ્તાન સરકારનો અત્યાચાર ચરમસીમાએ: ૧૩ ખાનગી શાળાઓની નોંધણી રદ કરાતાં રોષનો વંટોળ; શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર પાકિસ્તાની દળોના અંધાધૂંધ ગોળીબારમાં ૪૦ થી વધુ નાગરિકોના મોત!
ઇસ્લામાબાદના દાયકાઓ જૂના અન્યાયી શાસન સામે જનઆક્રોશ ફાટી નીકળ્યો: સંયુક્ત રાષ્ટ્ર (UN) પાસે ત્વરિત હસ્તક્ષેપની માંગ; સમગ્ર પ્રદેશમાં કર્ફ્યુ અને કમ્યુનિકેશન બ્લેકઆઉટથી હાહાકાર

મુઝફ્ફરાબાદ : પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર (PoJK) માં પાકિસ્તાની સત્તાધીશો અને સૈન્ય દ્વારા આચરવામાં આવી રહેલા માનવાધિકાર ઉલ્લંઘન અને અત્યાચારોને કારણે સ્થિતિ અત્યંત વિસ્ફોટક બની ગઈ છે. ઇસ્લામાબાદના શાસન સામે પોતાના હક માટે અવાજ ઉઠાવી રહેલા શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર પાકિસ્તાની સુરક્ષા દળોએ કરેલા નિર્દયી અને ઘાતક ગોળીબારમાં ૪૦ થી વધુ નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે અને અનેક લોકો ગંભીર રીતે ઘવાયાદાદા છે. આ ભયાનક હિંસા અને દમન વચ્ચે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોએ સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર ઉચ્ચ કમિશનર (OHCHR) ને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે.
શાળાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ પર ત્રાટક્યું પ્રશાસન:
વિરોધ પ્રદર્શન અને અસંમતિના અવાજને કચડી નાખવાના વધુ એક કાયરતાપૂર્ણ પગલામાં, પાકિસ્તાની અધિકારીઓએ PoJK ની ૧૩ ખાનગી શાળાઓની નોંધણી રદ (Cancel) કરી દીધી છે. પ્રશાસનનો આરોપ છે કે આ શાળાઓના મેનેજમેન્ટ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પાકિસ્તાન વિરોધી પ્રદર્શનોમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શિક્ષણધામો પરની આ કડક કાર્યવાહીના કારણે સ્થાનિક નાગરિકોમાં પાકિસ્તાન સરકાર સામે આક્રોશનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે.
સમગ્ર વિસ્તારમાં નાકાબંધી, કર્ફ્યુ અને બ્લેકઆઉટ:
PoJK માં ચાલી રહેલું આ જનઆંદોલન હવે ઇસ્લામાબાદના દાયકાઓથી ચાલી રહેલા શોષણ અને નિયંત્રણ માટે સીધો પડકાર બનીને ઉભર્યું છે. વિરોધને દબાવવા માટે પાકિસ્તાની સેનાએ સમગ્ર પ્રદેશમાં સખત નાકાબંધી અને કર્ફ્યુ લાદી દીધો છે. આ ઉપરાંત, દુનિયા સમક્ષ પોતાના ગુનાઓ છુપાવવા માટે સરકારે સમગ્ર વિસ્તારમાં ઈન્ટરનેટ અને સંદેશાવ્યવહાર (Communication) સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે.
સંયુક્ત રાષ્ટ્રે (UN) વ્યક્ત કરી ગંભીર ચિંતા:
PoJK ની આ ગંભીર પરિસ્થિતિ પર પ્રતિક્રિયા આપતાં યુએન માનવ અધિકારોના ઉચ્ચ કમિશનરના પ્રવક્તા જેરેમી લોરેન્સે એક નિવેદન જારી કરીને કડક શબ્દોમાં ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે નાગરિક સમાજ અને શૈક્ષણિક સંસ્થાઓને ગુનાહિત ઠેરવીને તેમના પર પ્રતિબંધો લાદવા એ નાગરિકોની અભિવ્યક્તિની સ્વતંત્રતા, શાંતિપૂર્ણ સભા અને સંગઠન બનાવવાના મૂળભૂત માનવાધિકારોનું ખુલ્લું ઉલ્લંઘન છે.
(7:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
