તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th November 2026
દિલ્હીમાં ઝેરીલી હવાનો કહેર: જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદનું ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર :દક્ષિણ ભારતમાં તોફાની પવન ફુંકાશે
દરિયાકાંઠાના વિસ્તારોમાં સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા માછીમારોને આગામી ૧૬ તારીખ સુધી આંદામાન સમુદ્રમાં ન ખેડવા માટે કડક સૂચના

નવી દિલ્હી :દેશભરના હવામાનમાં ફરી એકવાર મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. એક તરફ પહાડી અને દક્ષિણના રાજ્યોમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે, તો બીજી તરફ રાજધાની દિલ્હીમાં ઝેરીલી હવાનો કહેર યથાવત છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આજે જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ તેમજ ગાજવીજ સાથે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના તાજા અહેવાલ મુજબ, આંદામાન અને નિકોબાર ટાપુઓ પર વીજળીના કડાકા અને તેજ પવન સાથે વરસાદ વરસવાની પૂરેપૂરી શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ ભારતના કેરળ, માહે, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ જેવા વિસ્તારોમાં પણ આવા જ તોફાની હવામાનની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા માછીમારોને આગામી ૧૬ તારીખ સુધી આંદામાન સમુદ્રમાં ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે.
એક તરફ દેશના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ છે, ત્યારે દિલ્હી અને એનસીઆર (NCR) વિસ્તારમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ અત્યંત ચિંતાજનક બની રહી છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) ના આંકડા અનુસાર, આજે સવારે ૭ વાગ્યે દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ૩૨૧ નોંધાયો હતો, જે ‘ખૂબ જ ખરાબ’ (Very Poor) શ્રેણીમાં આવે છે. સતત વધી રહેલા પ્રદૂષણને કારણે સ્થાનિક રહીશોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
