News of Thursday, 26th November 2026
પોઇચાના ‘નીલકંઠધામ'ને ‘વર્લ્ડ અમેઝિંગ પ્લેસ' તરીકે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સન્માન
અમેરિકાની સંસ્થા દ્વારા દેવકૃષ્ણદાસજી સ્વામીને પ્રમાણપત્ર અર્પણ અમેરિકાની સંસ્થા વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા નર્મદા જિલ્લાના નીલકંઠધામ પોઇચાને વિશ્વની અદભૂત જગ્યા ગણાવતુ પ્રમાણપત્ર ગુરૂકુલના વડા શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીને અર્પણ કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીરમાં શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી અને અન્ય સંતો ઉપસ્થિત છે.

રાજકોટ, તા. ર૬: વડોદરા નજીક નર્મદા નદીના પવિત્ર કિનારે આવેલા સુપ્રસિદ્ધ તીર્થધામ શ્રી નીલકંઠધામ, પોઈચાની (સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની શાખા) યશ કલંગીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક ગૌરવવંતુ પીંછું ઉમેરાયું છે. અમેરિકાના ન્યુજર્સી સ્થિત વિશ્વ વિખ્યાત સંસ્થા ઁવર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશનઁ દ્વારા શ્રી નીલકંઠધામને ‘વર્લ્ડ અમેઝિંગ પ્લેસ' તરીકે જાહેર કરીને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.
‘વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન'ના ફાઉન્ડર અને સીઈઓ શ્રી મિહિરભાઈ બ્રહ્મભટ્ટ શ્રી નીલકંઠધામની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેઓ મંદિરમાં થતી શ્રી નીલકંઠ વર્ણીન્દ્ર ભગવાનની અનોખી સેવા-પૂજા રીતિ, નિત્ય પ્રાતઃકાળે ૧૦૮ લીટર ગાયના દૂધથી થતો દિવ્ય અભિષેક તેમજ મંદિરની અલૌકિક સુંદરતા અને દિવ્યતાથી અત્યંત પ્રભાવિત થયા હતા. સંસ્થા દ્વારા એનાયત કરાયેલા આ પ્રમાણપત્રમાં ખાસ નોંધ લેવામાં આવી છે કે, ૧૦૫ એકરમાં ફેલાયેલું આ દિવ્ય આધ્યાત્મિક સંકુલ વિશ્વભરના લાખો ભક્તો અને મુલાકાતીઓનું સ્વાગત કરે છે. મંદિરની ભવ્ય સ્થાપત્ય કળા (આર્કિટેક્ચર), પવિત્ર પરંપરાઓ, સાંસ્કળતિક પ્રદર્શનો, શાંત કુદરતી વાતાવરણ તેમજ ભારતીય સંસ્કળતિ અને સનાતન ધર્મના જતન પ્રત્યેના અસાધારણ સમર્પણ બદલ આ સ્થળને ઁવિશ્વના અદભુત સ્થળઁ તરીકે બિરદાવવામાં આવે છે.
ઐતિહાસિક સન્માન સમારોહ પ્રસંગે શ્રી મિહિરભાઈ બ્રહ્મભટ્ટના પ્રતિનિધિ તરીકે શ્રી ચિરાગભાઈએ ઉપસ્થિત રહીને ૩૦૦ સંતોના ગુરુવર્ય અને ૭૦ સંસ્થાના વડા સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના ગુરુ મહારાજ શ્રી દેવકળષ્ણદાસજી સ્વામીને મંદિરના પૂજ્ય શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીના હસ્તે આ ‘વર્લ્ડ અમેઝિંગ પ્લેસ'નું સર્ટિફિકેટ અર્પણ કરીને સમગ્ર સંસ્થાનનું સન્માન કર્યું હતું. આંતરરાષ્ટ્રીય કક્ષાના આ સન્માનથી સમગ્ર હરિભક્ત સમુદાય અને ગુજરાત માટે ગૌરવની લાગણી પ્રસરી છે.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
