તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
પીએમનો અનોખો અંદાજ : યુવાનો સાથે ખંજરી વગાડતા દેખાયા
દિલ્હીમાં એક ભજન ક્લબિંગ કાર્યક્રમમાં જોડાયા હતાઃ જ્યાં તેમણે યુવાનો સાથે ખંજરી અને ઢફલી વગાડી હતી

નવી દિલ્હીઃ તા.૨૬: વડાપ્રધાન મોદી પોતાના અનોખા અંદાજમાં ફરી એક વાર જોવા મળ્યા હતા, જે દેશની યુવા પેઢીને ડાયરેક્ટ આકર્ષિત કરે છે. રાજનીતિથી લઈ આધુનિક સાંસ્કૃતિક વલણો સુધી, તેમનો આ અંદાજ હંમેશા ચર્ચામાં રહ્યો છે. આ જ ક્રમમાં તેઓ દિલ્હીમાં એક ભજન ક્લબિગ કાર્યક્રમમાં જોડાયા હતા, જ્યાં તેમણે યુવાનો સાથે ખંજરી અને ઢફલી વગાડી હતી. રાજનીતિક રીતે ખૂબ જ મહત્ત્વની ગણાતી મુલાકાત, દેશના દર ચોથા વોટર એટલે કે ઝેન-જી આ વર્ગની રાજકીય તાકાતને પણ સ્પષ્ટ રીતે દર્શાવે છે.
પંડિત દીનદયાલની જયંતી પર ભજન ક્લબિગમાં ભાગ લીધોઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે દિલ્હીના દીનદયાલ પાર્ક પહોંચ્યા, જ્યાં તેમણે પંડિત દીનદયાલ ઉપાધ્યાયની ૧૧૦મી જયંતી પર આયોજિત ભજન ક્લબિગ કાર્યક્રમમાં ભાગ લીધો. આ દરમ્યાન તેઓ પરંપરાગત ભક્તિભાવમાં ડૂબેલા દેખાયા અને કાર્યક્રમમાં ખંજરી વગાડતા તાલથી તાલ મિલાવતા જોવા મળ્યા. તેમનો આ અનોખો અને સહજ અંદાજ ત્યાં હાજર દરેક યુવાનો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો.
રાજકીય માહોલમાં યુવાનો વચ્ચે ખાસ સંદેશઃ આ મુલાકાત એવા સમયે થઈ છે, જ્યારે દેશના રાજકારણમાં ઝેન-જી વોટર્સ અને તેમના અધિકારોને લઈ ખૂબ ચર્ચા થઈ રહી છે. વિપક્ષ તરફથી હાલમાં યુવાનોના મુદ્દા પર આક્રમક રીતે આ મુદ્દાને ઉઠાવ્યો. જેના ઠીક એક દિવસ બાદ પીએમ મોદી સીધા યુવાનોની વચ્ચે આવી રીતે પહોંચવું એક મોટો રાજકીય મેસેજ માનવામાં આવે છે. આ હાર્ડ નુક પોલિટિકલ સ્ટ્રેટેજીનો ભાગ છે, જે ડાયરેક્ટ અસર પાડે છે.
આધુનિકતા અને પરંપરાનો અનોખો સંગમઃ ભજન ક્લબિગ આજની યુવા પેઢી વચ્ચે ખૂબ જ લોકપ્રિય થઈ રહેલો એક ટ્રેન્ડ છે, જ્યાં યુવાનો કમ્યુનિટી સેટિગ્સમાં મળીને ભજન ગાય છે. પીએમ મોદીએ આ આધુનિક આધ્યાત્મિક ટ્રેન્ડના વખાણ કરતા તેને ગ્લોબલ કોન્સર્ટ જેવું ગણાવ્યું છે. તેમનું માનવું છે કે, ભારતીય સંસ્કૃતિ અને આધુનિકતાનો એક શાનદાર સંગમ છે, જે યુવા પેઢીને પોતાના સાંસ્કૃતિક મૂળિયા સાથે જોડી રાખવામાં મોટી ભૂમિકા નિભાવે છે.
ગ્લોબલ મંચ પર પણ કરી ચૂક્યા છે આ ટ્રેન્ડના વખાણઃ પીએમ મોદી ખાલી દેશમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રીય મંચો પર પણ આ નવા યૂથ ટ્રેન્ડના વખાણ કરી ચૂક્યા છે. જુલાઈમાં પોતાના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમ્યાન તેમણે મેલબર્નમાં ભજન ક્લબિગનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ એ વાતનો પુરાવો છે કે આજની યુવા પેઢી પોતાની આસ્થા અને પરંપરાને નવા અને આધુનિક રીતે અપનાવી રહી છે, જે ભારતીય સંસ્કૃતિની વૈશ્વિક સ્વીકાર્યતાને દર્શાવે છે.
મન કી બાતમાં પણ કરી ચૂક્યા છે ઉલ્લેખઃ આ વર્ષે જાન્યુઆરીમાં પ્રસારિત પોતાના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં પીએમ મોદીએ ભજન ક્લબિગના ખૂબ વખાણ કર્યા. તેમણે કહ્યું હતું કે, યુવાનો દ્વારા ભક્તિ અને સંગીતનું આ નવું ફયૂઝન ખૂબ જ એનર્જેટિક છે. જ્યારે દેશના પ્રધાનમંત્રી આ પ્રકારના નાના અને ટ્રેન્ડી ઇનિશિએટિવને નેશનલ પ્લેટફોર્મ પર ઓળખ અપાવે છે તો તે ડાયરેક્ટ યૂથ કનેક્ટને મજબૂત કરે છે.
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
