<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

દેશનાં વિવિધ રાજ્‍યોમાં અકસ્‍માતમાં અવસાન પામેલા લોકોને પૂ.મોરારીબાપુની શ્રધ્‍ધાંજલીઃ પરિવારજનોને સહાય અર્પણ

આવી દુઃખદ ઘટનાઓ માં કેટલા આશાસ્‍પદ લોકો અકાળે અવસાન પામત તેમનાં તરફ પૂ.મોરારીબાપુની સંવેદનાઃ દિવંગત લોકોનાં નિર્વાણ માટે હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી

રાજકોટ તા.૧૯: છેલ્‍લા કેટલાક સમયથી દેશનાં વિવિધ રાજ્‍યોમાં અકસ્‍માતમાં અનેક લોકોનાં મોત નિપજયા છે તેવા અહેવાલો મળતા રહે છે. આવી દુઃખદ ઘટનાઓ માં કેટલા આશાસ્‍પદ લોકો અકાળે અવસાન પામે છે તેમનાં તરફ પૂ. મોરારીબાપુની સંવેદના અસ્‍ખલિત રીતે વહેતી રહી છે.

થોડા દિવસો પહેલાં હૈદરાબાદ ખાતે ગણેશ વિસર્જન કરવામાં ગયેલામાંથી ૬ યુવકોના તળાવમાં ડૂબી જતાં મોત નિપજયા હતા.પૂ.મોરારીબાપુએ આ હતભાગી લોકોનાં પરિવારને પ્રત્‍યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૯૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.

અન્‍ય એક બનાવમાં મુંબઈનાં જોગેશ્વરી ખાતે રહેતા પરિવારને નાસિક નજીક માર્ગ અકસ્‍માત નડયો હતો અને તેમાં ૫ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્‍યા છે. આ કરુણ ઘટનામાં માર્યા ગયેલાઓને પૂ.મોરારીબાપુએ રુપિયા ૭૫,૦૦૦ નીસહાયતા રાશિ અર્પણ કરી છે. ઉપરોક્‍ત સહાયતા રાશિ મુંબઈ સ્‍થિત રામકથાના શ્રોતા દ્વારા મુખ્‍યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે. એ ઉપરાંત મહુવાનાં ભવાનીનગર વિસ્‍તારમાં રહેતા એક યુવાનનું ભાદરોડ નજીક માર્ગ અકસ્‍માતમાં અવસાન થયું હતું તેના પરિવારને પણ રૂપિયા પંદર હજાર ની સહાય રાશિ અર્પણ કરી છે. પૂ. મોરારીબાપુએ તમામ દિવંગત થયેલા લોકોનાં નિર્વાણ માટે હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે અને તેમનાં પરિવારજનોને દિલસોજી પાઠવી છે.તેમ જયદેવભાઈ માંકડ(તલગાજરડા)ની યાદીમાં જણાવાયું છે

(10:21 AM IST)