<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

પૂ.મોરારીબાપુએ નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખીને જન્મદિવસની શુભકામના પાઠવી : હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી

"અધિક પ્રસન્નતા ઇચ્છુ છું,સાહેબ..." આગ્રાથી લખ્યો હસ્તલિખિત પત્ર - સેવા પર્વ માટે અભિનંદન પાઠવ્યા

રાજકોટ તા.૧૭ : રામકથાકાર પૂ.મોરારીબાપુએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને હસ્તલિખિત પત્ર લખીને જન્મદિવસની શુભકામના પાઠવી છે. હાલ રામકથા માટે ઉત્તરપ્રદેશના આગ્રામાં રહેલા પૂ. મોરારીબાપુએ ગણેશ ચતુર્થીના દિવસે આ પત્ર લખ્યો છે.

          પત્રમાં પૂ.મોરારીબાપુએ લખ્યું છે કે,"રામ"મહાન ભારતના યશસ્વી રાજપુરુષ હમારા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી...જય સિયારામ...અધિક પ્રસન્નતા ઇચ્છુ છું,સાહબ 17 સપ્ટેમ્બરના આપના જન્મ દિવસ નિમિત સેવા પર્વ માટે ખુબ ખુબ બધાઈ - શુભકામના.

         રાષ્ટ્રના સેવાયજ્ઞના પુરોહિત આપના માટે હનુમાનજી ને ચરણોંમા આજ ગણેશ ચતુર્થીના દિવસ પ્રભુ પ્રાર્થના.રામ સ્મરણ સાથે...મોરારીબાપુ.

           પૂ.મોરારીબાપુએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને રાષ્ટ્રના સેવા યજ્ઞના પુરોહિત ગણાવીને હનુમાનજીના ચરણોમાં તેમના માટે પ્રાર્થના કરવાની વાત પત્રમાં કરી છે.તેમ જયદેવભાઈ માંકડ(તલગાજરડા)ની યાદીમાં જણાવાયું છે.

(9:28 AM IST)