<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

PM મોદીની ચટપટી મુલાકાતે ઝાલમુરીવાળાનું નસીબ પલટાવ્‍યું:? ૧૦ની સામાન્‍ય નોટ માટે લાખોની બોલી લાગી

બંગાળની સભાઓ ગજવી પરત ફરી રહેલા વડાપ્રધાને રસ્‍તા પર ઉભા રહીને લીધો દેશી નાસ્‍તાનો સ્‍વાદ, પીએમના હાથની એ ચલણી નોટ હવે લોકો માટે એન્‍ટિક પીસ બનતા સોશિયલ મીડિયા પર કિંમતના વહેણ વહ્યા

ઝાડગ્રામ,તા. ર૪:  પશ્ચિમ  બંગાળના રાજકીય માહોલ વચ્‍ચે એક એવી ઘટના સામે આવી છે જેણે સોશિયલ મીડિયાથી લઈને સ્‍થાનિક બજારોમાં સનસનાટી મચાવી દીધી છે. ચૂંટણી રેલીને સંબોધિત કર્યા બાદ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીનો કાફલો જ્‍યારે પસાર થઈ રહ્યો હતો, ત્‍યારે અચાનક પીએમે સાદગીનો પરિચય આપતા રસ્‍તાની બાજુમાં ઉભેલા એક સામાન્‍ય ઝાલમુરી વિક્રેતા પાસે પોતાની ગાડી થોભાવી હતી. વડાપ્રધાને ત્‍યાં ઉભા રહીને હોંશે-હોંશે ઝાલમુરીનો સ્‍વાદ માણી ?૧૦ની નોટ ચૂકવી હતી. આ ક્ષણ માત્ર દુકાનદાર માટે જ નહીં, પરંતુ ત્‍યાં હાજર તમામ લોકો માટે અવિસ્‍મરણીય બની ગઈ હતી.

જેવી પીએમ મોદી ત્‍યાંથી રવાના થયા કે તરત જ પેલા ઝાલમુરી વિક્રેતાની કિસ્‍મત રાતોરાત ચમકી ગઈ હતી. લોકોમાં એ વાતની હોડ જામી કે વડાપ્રધાને જે ?૧૦ની નોટ દુકાનદારને આપી છે તે કોઈપણ ભોગે મેળવવી. જોતજોતામાં આ વાત પવન વેગે ફેલાઈ ગઈ અને સ્‍થાનિક સંગ્રાહકો તેમજ ચાહકોએ તે નોટ ખરીદવા માટે પડાપડી કરી મૂકી હતી. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ અને સ્‍થાનિક અહેવાલો મુજબ, આ મામૂલી ગણાતી નોટની કિંમત બોલાતા-બોલાતા ?૧ લાખ સુધી પહોંચી ગઈ છે, જે કોઈ આ?ર્યથી ઓછું નથી.

દુકાનદાર માટે આ ?૧૦ની નોટ હવે માત્ર ચલણ નથી, પરંતુ તેના જીવનની સૌથી મોટી મૂડી અને આશીર્વાદ સમાન બની ગઈ છે. લાખોની ઓફર મળવા છતાં આ ગરીબ વિક્રેતાએ મક્કમતાપૂર્વક નોટ વેચવાનો ઈનકાર કરી દીધો છે. તેનું કહેવું છે કે દેશના વડાપ્રધાન તેની નાનકડી દુકાને પધારે તે તેના માટે ગર્વની વાત છે અને તે આ નોટને ફ્રેમ કરાવીને આજીવન પોતાની પાસે યાદગીરી રૂપે રાખવા માંગે છે. હાલમાં આ કિસ્‍સો સમગ્ર દેશમાં મોદી મેજિકૅ અને સામાન્‍ય માણસ પ્રત્‍યેના તેમના લગાવના ઉદાહરણ તરીકે જોરશોરથી ચર્ચાઈ રહ્યો છે.

(3:25 PM IST)